વાઘોડિયા બેઠકના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તએ વડોદરાથી લોકસભાની ચૂંટણી લડવા માટે તૈયારી દર્શાવી છે. મધુ શ્રીવાસ્વ ૬ વખત એમએલએ, ૨ વખત કોર્પોરેટર રહી ચૂક્યા છે. મધુ શ્રીવાસ્તએ વડાપ્રધાન મોદીને લોકસભામાં બાહુબલી નેતાઓની જરૂર હોવાથી પોતે ૨૦૧૯ની ચૂંટણી વડોદરાથી લડવાની ઈચ્છા દર્શાવી છે. મધુ શ્રીવાસ્ત પોતે બાહુબલી નેતા છે, તેવો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું કે, આગામી લોકસભામાં વડોદરા બેઠક પરથી પુરુષ ઉમેદવારને ટિકિટ મળશે તેવું નક્કી છે. કોઈ પણ ભોગે વડોદરામાં લોકસભાની ચુંટણી લડવાની ઈચ્છા દર્શાવતા આ બાહુબલી નેતાએ કહ્યું કે, ટિકિટ નહિ મળે તો બાહુબલી સ્ટાઈલથી ચૂંટણી જંગમાં ઝંપ લાવીશ.
મધુ શ્રીવાસ્તએ પોતાની આગવી અદામાં લોકસભાની ટીકીટ માગી છે. પોતે ૨ વખત કોર્પોરેટર, ૬ વખત ધારાસભ્ય હોવાની આ વાતને આગળ ધરી હવે દેશ સેવા કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. મધુ શ્રીવાસ્તએ ખાનગી સમારંભમાં દરમિયાન આ વાત કરી હતી.
અગાઉ ગુજરાતમાં ભાજપના નેતૃત્વવાળી સરકાર બન્યા બાદ પહેલીવાર ત્રણ નારાજ ધારાસભ્યોના નામ સામે આવ્યા હતા જેમા મધુ શ્રીવાસ્તનું નામ પણ સામેલ છે.
ભાજપની મજબૂરી
મધુ શ્રીવાસ્તવ બે વખત અપક્ષ ચૂંટાયા હતા અને પછી તેમને ભાજપમાં લઈ લેવામાં આવ્યા હતા. તેમની ઈમેજ સારી ન હોવા છતાં ભાજપે ચૂંટણી જીતવાના એક માત્ર હેતુ માટે તેમને ચલાવ્યા છે. વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે પણ તેમણે પક્ષના નેતાઓને પડકાર ફેંકીને કહ્યું હતું કે કોઈની તાકાત નથી કે તેની ટિકિટ કાપી શકે. ટિકિટ કાપે તો મારા મત વિસ્તારમાં તેઓ આવી જો જૂએ. આવી ખૂલ્લી ચેલેન્જ તેમણે આપી હતી. તેમનું આવું વલણ કાયમ રહ્યું છે. છતાં ભાજપ ચૂંટણી જીતવા માટે કંઈ કરી શકે તેમ નથી. હવે તેમની આ છેલ્લી ટર્મ હોઈ શકે છે તેથી તેઓ પ્રધાન બનવા માંગે છે. અગાઉ તેમણે એવું પણ કહ્યું હતું કે સાત વખત તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે છતાં તેમને પ્રધાન બનાવાયા ન હતા.
ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે સરકારમાં લોકોના કામો નહીં થતા હોવા અંગે નારાજગી વ્યક્ત કરી હતી. રાતોરાત પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ભાર્ગવ ભટ્ટને દોડાવ્યા હતા. ધારાસભ્યોએ વડોદરા સર્કિટ હાઉસમાં છુપી બેઠક કરી હતી. સંગઠન અને સરકારમાં કોઈ તેમને સાંભળતું નથી એવું મધુ શ્રીવાસ્તવે જાહેર કર્યું હતું. ભાજપમાં બગાવત હવે કાયમી થઈ ગઈ છે. મધુશ્રીવાસ્તવે કહ્યું કે ભ્રષ્ટાચાર સાબીત થશે તો પદ છોડી દઈશ. બીજીતરફ યોગેશ પટેલ વિધાનસભાની સાત ટર્મથી ધારાસભ્ય તરીકે ચુંટાઈ રહ્યા છે. તેઓ મંત્રીપદ માંગી રહ્યાં છે. લોકસભાની ટિકિટ માટે તેઓ
વડોદરા જીલ્લાના વાઘોડિયા વિધાનસભા ક્ષેત્રના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ કાયમ વિવાદ ઊભો કરવા માટે જાણીતા છે. તેઓએ ધુળેટીની ઉજવણીમાં જાહેર સ્થળ પર પોતાની રિવોલ્વરમાંથી હવામાં 6 રાઉંડ ગોળીબાર કર્યો હતો. વડોદરા શહેર પોલીસ કમિશ્નરે તેમની વિરુદ્ધ તપાસનો આદેશ કર્યો હતો. બરોડા ડેરીની બહાર ઘોડા પર સવાર થઈને પોતાન સમર્થકો સાથે ધુળેટી ઉજવવા આવી પહોચેલા વાઘોડીયાના ધારાસભ્યએ તલવાર અને રિવોલ્વર જેવા ઘાતક હથિયારોનું જાહેરમાં પ્રદર્શન કર્યું હતું જેને કારણે રાજકીય ક્ષેત્રે ખળભટળાટ મચી ગયો હતો. હાલ જે વિવાદ ઊભો થયો છે કે આઈપીએસ માનતાં નથી તે કદાચ આ સંદર્ભે પણ હોઈ શકે છે. આ બનવા સંદર્ભે ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ એન.વી.પટેલે કહ્યું હતું કે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ખરેખર ગોળીબાર કર્યો હશે તો તેમની વિરુધ્ધ પાર્ટી કાર્યવાહી કરશે. પણ આજ સુધી તેમની સામે ભાજપ કાર્યવાહી કરી શક્યો નથી. શહેર પ્રમુખ અને સાંસદ જયાબેન ઠક્કરે કહ્યું હતું કે વહામાં ગોળીબાર અંગે શ્રીવાસ્તવ સાથે ભાજપ પગલાં લેશે. તેમ છતાં તેમની સામે કોઈ પગલાં લેવાયા નથી.
શું છે મધુ શ્રીવાસ્તવના વિવાદો –
- વાધોડીયાના વિવાદાસ્પદ ધારાસભ્ય મધુશ્રીવાસ્તવ પર અગાઉ ગોધરા તોફાનોમાં બેસ્ટ બેકરી કાંડમાં પણ આક્ષેપો કરાયા હતાં.
- બરોડા ડેરીમાં આવેલી પોતાની કચેરીમાં તેમણે પડદાં, ટાઈલ્સ અને નેમલેટ સુધ્ધા બધી જ વસ્તુઓ કેસરી કલરની કરી નાંખી હતી, નર્મદાની નહેર ડેરીમાં લાવવા માંગતા હતા.
- બરોડા ડેરીના કર્મચારીઓનો યુનિફોર્મ કેસરી રંગનો પહેરવાનું તેમણે જાહેર કરતાં વિવાદમાં ફસાઈ પડ્યાં હતાં. .
- તેઓ અગાઉ એવો દાવો કરી ચૂક્યા છે, આતંકવાદીઓના લિસ્ટમાં મારો નંબર 17મો છે તેથી તેમને અને તેના પરિવારને ખતમ કરી નાંખવાની મોબાઈલ ફોન પર ધમકી મળી હતી. જે નંબર પરથી ફોન આવ્યો હતો તે રાજુ ઠાકોરનો હતો.
- ગઈ વિધાનસભામાં મધુ શ્રીવાસ્તવને ભાજપના નેતાઓ ટિકિટ આપવા માંગતા ન હતા. તેથી તેમણે અપક્ષ કરીતે ચૂંટણી લડવાનું નક્કી કરી લીધું હતું તેથી કમને તેમને ટિકિટ આપવી પડી હતી.