વડાપ્રધાન મોદીના ગામ ઉંઝામાં ફરી એક વખત ભાજપ હારશે ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમને વતન વડનગરમાં ફરી એક વખત હરાવવા માટે કોંગ્રેસ એક બની છે. અગાઉની ચૂંટણી અહીં નદેન્દ્ર મોદીનું વતન હોવા છતાં શરમજનક રીતે હારી ગયા હતા. તેથી કોંગ્રેસના ધારાસભ્યનો પક્ષપલટો કરાવવામાં આવ્યો હતો. ડો.આશાબેન પટેલે ઊંઝાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા ઊંઝા વિધાનસભાની બેઠક પર ઉમેદવાર શોધવા માટે કોંગ્રેસની ઊંઝા ઉનાવા હાઇવે પરની ખાનગી હોટલમાં કોંગ્રેસના અશ્વિન કોટવાલના નેતૃત્વમાં ટિકિટ માંગતાં ઉમેદવારોની સેન્સ લેવાઈ હતી. 22 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી.

પ્રબળ દાવેદારોમાં વડનગરથી પરેશ પટેલ, ઊંઝા થી કામુ પટેલ , જય પ્રકાશ પટેલ અને ભવલેશ પટેલના નામની ચર્ચા ચાલી રહી છે. જેમાં પરેશ પટેલનું નામ સૌથી આગળ છે. કોંગ્રેસ દ્વારા આ વખતે વડાપ્રધાનના વતન વડનગરમાં થી જ ભાજપને પડકારવાનું નક્કી કરાયું છે, ત્યારે પરેશ પટેલને સૌથી પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે.

ઊંઝા વિધાનસભામાં ઊંઝા અને વડનગર એમ બંનેનો સમાવેશ થાય છે. જેમાં વડનગરમાંથી સૌથી વધારે ઓબીસી મતદારો છે. 2017માં પણ વડનગરના મતદારોએ મહત્વનો ભાગ ભજવીને પોતાના ગામના નરેન્દ્ર મોદીના પક્ષને હરાવ્યો હતો. ઊંઝા વિધાનસભાની સીટ પર જે ઉમેદવાર વડનગરના મતદારોને રીઝવી શકે છે, એ ઉમેદવારની જીત નિશ્ચિત માનવામાં આવે છે. ત્યારે કોંગ્રેસે પણ આ વખતે વડનગરના સ્થાનિક સહકારી આગેવાન એવા પરેશ પટેલનું નામ આગળ કર્યું છે, ત્યારે આવનાર સમયમાં હવે ઊંઝા ની સીટ પર એક વાર પુનઃ કોંગ્રેસ સત્તા મેળવે તો નવાઈ નહીં.
ભાજપે અહીં ધારાસભ્યને ફોડીને શોદાબાજી કરીને પક્ષાંતર કરાવ્યું છે તે અંગે સ્થાનિક લોકોમાં નારાજગી છે. કોંગ્રેસના ધારાસભ્યને ભાજપમાં કેટલીક શરતોથી લેવાની યોજનાને અમિત શાહ અને નરેન્દ્ર મોદીએ મંજૂરી આપી હતી. તેથી ઊંઝાના ભાજપના પૂર્વ ધારાસભ્ય દિલ્હીમાં નરેન્દ્ર મોદીને મળીને તેનો વિરોધ કર્યો હતો ત્યારે નરેન્દ્ર મોદીએ તેમને કહ્યું હતું કે પક્ષ માટે કામ કરવાનું છે.