કોંગ્રેસના ધારાસભ્યને ધારાસભ્ય પદેથી દૂર કરી દેવાનો આદેશ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કર્યો છે. ગીર સોમનાથના તાલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને માઇનિંગ કેસમાં ભગવાન બારડને કોર્ટે 2 વર્ષ 9 મહિનાની સજા ફટકારી છે, ત્યારે તેમનું ધારાસભ્ય પદ રદ્દ કરી દેવામાં આવ્યું છે. જોકે ધારાસભ્યને વડી અદાલતમાં જઈને અપીલ કરવાની મંજૂરી આપી શકાય તેમ હતી તેમ છતાં તેમ કરવાનું પગલું ભરાયું નથી.
2005માં ધારાસભ્ય હતા. ત્યારબાદ હારી ગયા હતા અને 2017માં ચૂંટણીમાં બે વખત જીત્યા છે. અને એક વખત હાર્યા છે. ભગવાનભાઈ બારડ ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને તાલાલા ખાંડ ફેકટરીના ડાયરેકટર છે.
સુપ્રિમ કોર્ટના એક ચૂકાદા પ્રમાણે બે વર્ષથી વધુ સજાના કેસમાં ધારાસભ્ય પદ રદ્દ થાય છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે તેમનું ધારાસભ્ય પદ રદ્દ કરવામાં આવ્યું છે. 1951ના રિપ્રેઝેન્ટેશન આેફ ધ પીપલ એક્ટ ની કલમ 8 (3) મુજબ કોઈપણ ચૂંટાયેલા પ્રતિનિધિ ને કોઈ પણ કેસમાં બે વર્ષથી આેછી ના હોય તેવી સજા મળે તો તે પ્રતિનિધિને સજા મળે તે દિવસથી જ ગેરલાયક ઠેરવી શકાય.
1 માર્ચના રોજ ખનીજ ચોરીના કેસમાં ભગવાન બારડને સજા થઇ હતી. એટલે હવે તાલાલા બેઠક પર પેટાચૂંટણી યોજાશે.ખનીજ ચોરીમાં દોષી ઠરતા તેમનું ધારાસભ્ય પદ રદ્દ કરી દેવામાં આવ્યું છે.
ખનીજ ચોરીનો ગુનો
નીચલી અદાલતમાં 1995માં ગૌચરની જમીનમાંથી ખનીજ ચોરીમાં દોષી ઠર્યા છે. સુત્રાપાડાની ગૌચરની જમીનમાંથી ગેરકાયદે રીતે ખનીજનું ખોદકામ કરી રૂ.2.83 કરોડની ખનીજ ચોરી કરવાનો ગુનો હતો. લાઈમસ્ટોન કાંકરીનું ખોદકામ કરવામાં આવ્યું હતુ. પીખોર ગામે માઈનીંગ લીઝ ધરાવતા ગોરધનભાઈ જેઠાભાઈ દેવળીયાના રોયલ્ટી પાસેનો ઉપયોગ કરી જીએચસીએલ કંપનીમાં લાઈમ સ્ટોન કાંકરી સપ્લાય કરવામાં આવતી હતી. આમ આરોપીઓએ પીખોર ગામની લીઝનો ઉપયોગ કરી સુત્રાપાડામાં આવેલી ગૌચરની જમીનમાંથી ગેરકાયદે રીતે ખનીજનું ખોદકામ કરી ખનીજચોરી કરી હતી.
કેસ સુત્રાપાડાના જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ કલાસની કોર્ટમાં ચાલ્યો હતો. ફરિયાદ પક્ષના સમર્થનમાં 23 મૌખીક પુરાવા તેમજ 40 દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરાયા હતા. આઈપીસી 379ના ગુનામાં બે વર્ષ સજા અને નવ માસની સખત કેદની સજા અને રૂ.રપ૦૦ દંડ ભરવાનો હુકમ કર્યો છે.
આર.એફ.ઓ. પરના હુમલાનો કેસ પણ ચાલુ છે
ભગવાનભાઈ બારડ ઉપર 2007થી 2012 સુધી ધારાસભ્ય હતા. ત્યારે સાસણમા વનવિભાગની કચેરીમાં આરએફઓ ભરત પરમાર ઉપર હુમલો કર્યો હતો તેનો આઈપીસી 307નો કેસ વેરાવળ સેશન્સ કોર્ટમાં ચાલી રહ્યો છે.
બીજા આવા કેવા કેસ છે ?
જૂનાગઢના ખનિજ ચોર BJPના નેતા ફરાર
જૂનાગઢ જિલ્લાના વિજાપુરની સરકારી જમીનમાંથી ખનીજની ચોરી કરતી ગેંગ પર દરોડો પડાતાં જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ કેતન ધોણિયા સહિતના આરોપીઓ ફરાર થઈ ગયા હતા. રેંજ IG સુભાષ ત્રિવેદી અને ખાણ ખનીજ વિભાગના અધિકારીએ સંયુક્ત કાર્યવાહી કરી હતી. ગેરકાયદેસર ખોદકામ કરતા ઇસમો સહિત 2.5 કરોડનો મુદ્દામાલ પકડી પાડ્યો હતો. આરોપીઓને રૂ.90 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
ભાજપના ધારાસભ્ય બાબુ બોખિયરીયાના ગુના કેવા છે ?
કૃષિ પ્રધાન વખતે જંગલની ખનિજ જમીનનો કેસ
ભાજપના સૌરાષ્ટ્રના નેતા અને ભાજપ સરકારના પૂર્વ કૃષિ પ્રધાન બાબુ બોખીરીયા અને તેમના પુત્રને જામનગરના જામજોધપુરમાં બરડા સેન્યુરીની જંગલની અનામત જમીન પરવડા ગામની સરવે નંબર 287ની જમીન આપવા માટે સરકારે આપી છે. જે કાયદાથી ઉપર જઈને પગલું લેવામાં આવ્યું છે. 2500 ગામની વસતી ધરાવતાં ગામની પંચાયતના 7 સભ્યઓએ આ જમીન આપવા માટે વિરોધ કર્યો છે. તેની પાછળ આવું કારણ આપવામાં આવ્યું છે કે, આ જમીન વર્ષ 2000માં જંગલ ખાતા માટે અનામત જાહેર કરી છે. 2004માં તે અંગે સરકારે માપણી કરી હતી. જે બાદ 200 હેક્ટર જમીન વન વિભાગના નામે સરકારે કરી આપી હતી. તેના ઉપર વન વિભાગે વૃક્ષો વાવીને ઉછેર્યા છે. તે પૈકીની 7 હેક્ટર જમીન પાવર ઓફ એટર્ની બાબુ બોખીરીયા દ્વારા ઊભો કરવામાં આવ્યો છે. તેના દ્વારા જમીનનું વેચાણ કરવામાં આવ્યું છે. અન્ય વ્યક્તિઓના નામે પણ બોગસ પાવર ઓફ એટર્ની કરવામાં આવી છે. આવા કૂલ 29 જેટલાં વેચાણ બોખીરીયાની તરફેણમાં કરવામાં આવેલા છે. જે અંગે જામજોધપુર કોર્ટમાં સિવિલ કોર્ટમાં સ્યુટ દાખલ કરવામાં આવી છે. એક લાખ વૃક્ષો ધરાવતી આ જમીન પર જંગલી પ્રાણીઓ રહે છે. વન વિભાગ દ્વારા જમીનને રિલોકેટ કરવાના બહાને ભાજપના નેતાને કરોડો રૂપિયાનો ફાયદો કરાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ જમીનની કિંમત રૂ.300 કરોડ જેવી થવા જાય છે.
જામનગર જિલ્લાની પરવડા ગામની આ જમીન બરડા વન્ય પ્રાણી અભયારણ્ય માટે રક્ષિત જાહેર કરી છે, તેની નજીક જ છે. અહીં ગીર બાદ સિંહનો વસવાટ શરૂ કરાવવામાં આવ્યો છે. 125 ચોરસ કિ.મી. વિસ્તારમાં સિંહ લાવીને તેને વસાવવામાં આવ્યા છે. જેના પર 3000થી વધું હરણ છે અને 27 જેટલાં દિપડા છે. 30થી 40 વર્ષ સુધી કાઢી શકાય એટલો અહીં ચૂનાનો પથ્થર છે જે સિમેન્ટ માટે વાપરી શકાય તેમ છે. જામનગર કલેકટર દ્વારા આ અંગે ગામ લોકોને પત્રો આપવાનો જવાબ આપવામાં આવતો નથી.
ખાણનો ગુનો
20 સપ્ટેમ્બર 2013ના રોજ તત્કાલીન પાણી પુરવઠા પ્રધાન બાબુ બોખીરીયા સામે પોરબંદર અને આસપાસની જમીન પર ચૂનાનો સિમેન્ટ અને સોડા એસ માટેનો પથ્થર કાઢવા માટે ખાણો ખોદી કાઢી હોવાથી તેમની સામે તથા બીજા 21 લોકો સામે રાજ્યની વડી અદાલતે નોટિસ ઈશ્યુ કરી હતી. આ જગાયએ રૂ.250 કરોડથી વધારે રિકવરી થઈ શકી નથી.
ખનીજ ચોરીમાં રૂ.130કરોડનો દંડ
13 ફેબ્રુઆરી 2017ના રોજ ભાજપના નેતા બાબુ બોખીરીયા, તેમના પુત્ર અને જમાઈને રૂ.150 કરોડનો દંડ ગુજરાતની વડી અદાલતે કર્યો હતો. ખનીજ ચોરી કરવા બદલ તેમને આટલો દંડ કરાયો હતો. ગુજરાતના કોઈ એક રાજકીય નેતાને આટલો મોટો દંડ ક્યારેય કરાયો નથી. પોરબંદર કલેક્ટરે આ દંડ કર્યો હતો પણ તે ભરવામાં આવતો ન હતો. આમ આટલો મોટો દંડ થતાં ભાજપના નેતાને ટિકિટ આપી હતી. તેઓ ફરી એક વખત ચૂંટાઈ આવ્યા હતા. અને અત્યારે તેઓ ભાજપના ધારાસભ્ય છે.
3 વર્ષની સજા પણ થઈ હતી
3 જુલાઈ 2013ના રોજ ઓલપાડ કોંગ્રેસ સમિતિના તત્કાલીન પ્રમુખ અતુલભાઈ પટેલની આગેવાનીમાં ઓલપાડ મામલતદાર ચૌહાણને રાજ્યના કૃષિમંત્રી બાબુભાઈ બોખીરીયાનું રાજીનામું લઈ લેવા માટે લેખિતમાં માંગણી કરી હતી. સરકારના ભ્રષ્ટ પ્રધાન બાબુ બોખીરીયા તથા ભાજપના અન્ય ત્રણ આગેવાનો સામે સને 2006માં રૂ.54 કરોડની ખનિજચોરી મામલે પોરબંદર અદાલતમાં કેસનો ચૂકાદો 15 જુન 2013ના રોજ આપવામાં આવ્યો હતો. જેમાં તેમને રૂ.5000નો દંડ તથા ત્રણ વર્ષ જેલની સજા થયેલી હતી. ચુકાદાના પગલે મંત્રી બાબુ બોખીરીયાએ સરકારમાંથી રાજીનામાં આપવું જોઈએ એવી માંગણી કરવામાં આવી હતી. ત્યારે તેમનં રાજીનામું લેવામાં આવ્યું ન હતું.
તેમની સામેના તમામ કેસની લોકાયુક્ત દ્વારા તપાસ કરવાની માંગણી કરવામાં આવી હતી.
1500 કરોડનું કૌભાંડ અને 130 કરોડની નોટિસ, બાબુ જેલમાં
પોરબંદરના ધારાસભ્ય અને કેબીનેટ કક્ષાના સીનિયર મંત્રી બાબુભાઈ બોખીરીયા અને તેની કંપનીઓ પાસેથી રૃ.130 કરોડની વસુલાત કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવાયો હતો. સમગ્ર કૌભાંડ રૂ.1200થી 1500 કરોડનું હોવાનો આરોપ હતો. પરંતુ સરકારના દબાણને કારણે માત્ર રૂ.55 કરોડનાં ખનીજ ચોરીનાં કેસમાં પોલીસ કેસ કરાયો હતો. 2006માં પોરબંદરના કલેક્ટરે બાબુ બોખીરિયાની તથા તેના પરિવારજનો કે ભાગીદારોની 11 કંપની સામે રૂ.250 કરોડની ખનીજ ચોરીની રીકવરીના કેસ કર્યા હોવાનો આક્ષેપ કોંગ્રેસના આગેવાનોએ કર્યો હતો. એ સમયે મુખ્યમંત્રીપદે નરેન્દ્ર મોદી હતા. આમ છતાં એક તબક્કે સૌરાષ્ટ્ર કેમિકલની લીઝવારી જમીનમાંથી રૂ.55 કરોડની ખનીજ ચોરી કરવા બદલ બાબુ બોખીરીયા સામે પોલીસ કેસ થયો હતો. એ સિવાયની રૂ.250 કરોડની ખનીજ ચોરી કરી હતી. જેની રીકવરીનાં આદેશો ત્યારે જ થઈ ગયા હતા. ખનીજ ચોરીનાં કિસ્સામાં બાબુભાઈને એક તબક્કે 6 મહિના જેલમાં જવું પડ્યું હતું. બગવદર પોલીસ સ્ટેશનમાં 5 ઓક્ટોબર 2006ના રોજ સૌરાષ્ટ્ર કેમીકલ્સના માઈન્સ મેનેજરે નોંધાવેલી ફરિયાદ આધારે બાબુ બોખીરીયા સહિત ચાર સામે ગુન્હો નોંધાયો હતો. બોખીરીયાને ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન ન આપતા છેવટે બોખીરીયા યુ.કે. ચાલ્યા ગયા હતા. અને ત્યાંથી પરત આવતાની સાથે જ અમદાવાદ એરપોર્ટ પરથી જ આ કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. જેથી તેમને ભાજપે વિધાનસભાની ચૂંટણીની ટીકિટ પણ આપી નહોતી. જોકે નીચલી કોર્ટે તેને દોષિત ગણી સજા ફટકારી હતી. પરંતુ પોરબંદરની ઉપલી કોર્ટે તેમને નિર્દોષ છોડી મુક્યા હતા.
બોખીરીયાના શાળા અને તે પોતે ભાગીદાર
13 ઓક્ટોબર 2017ના રોજ પોરબંદરના કુખ્યાત ગેંગ લીડર ભીમા દુલાને ગુજરાત હાઈકોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. તેણે વર્ષ 2004માંપોરબંદર જીલ્લાના રાણાવાવ તાલુકા આદિત્યાણામાં પિતા-પુત્રની હત્યા કરી હતી. તે પછી તે લાંબા સમય સુધી ફરાર હતો. ભીમા દુલાના કેસમાં ગુજરાતની વડી અદાલતે ટ્રાયલ કેસનો ચૂકાદો રદ્દ કર્યો હતો. ટ્રાયલ કોર્ટે તેને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો હતો. ભીમા દુલા ઓડેદરા પોરબંદરનાં ધારાસભ્ય અને ગુજરાત રાજ્યની ભાજપ સરકારના પ્રધાન બાબુ બોખીરિયાના સાળા થાય છે. તો રાણાવાવના પૂર્વ ધારાસભ્ય કરશન દુલા ઓડેદરાનાં સગા ભાઈ છે. પોરબંદર માર્કેટિંગ યાર્ડનાં ચેરમેન લખણ ભીમા ઓડેદરાના પિતા થાય છે.
બાબુ બોખીરીયાને ભીમો જીતાડતો રહ્યો હતો
ભીમા દુલાનો ઈતિહાસ ગુનાહિત રહેલો છે. ભીમા દુલા પર બાબુ બોખીરિયાની સાથે ખનીજ ચોરીના પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે. પોરબંદરના ચકચારી મુળુ ગીગા મોઢવાડિયા હત્યા કેસનો પણ તેના પર આરોપ છે. આદિત્યાણામાં ઈસ્માઈલ ટીટી અને તેના પુત્રની સને 2004માં હત્યા કરી હતી. ભીમા દુલા રાજકીય સપોર્ટથી લાંબા સમય સુધી ફરાર રહ્યો હતો. તે બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. ભીમા દુલા વરસો સુધી જેલની હવા ખાધી હતી. 13 ઓક્ટોબર 2017ના રોજ સજા થઈ હતી. પોરબંદરના સામાજીક આગેવાન અને મહેર સમાજના અગ્રણી મુળુભાઈ મોઢવાડીયાની તેના ઘર નજીક ગોળી ધરબીને હત્યા કરાઈ હતી. મૃતક મુળુભાઈ મોઢવાડીયાના પત્ની લાખીબેને આ હત્યા કેસમાં મુળુભાઈના પર્સમાંથી મળેલી ચિઠ્ઠીના આધારે બાબુભાઈ બોખીરીયાને સહઆરોપી ગણવા પોરબંદરની ટ્રાયલ કોર્ટમાં અરજી કરી હતી. હાલ સુપ્રીમ કોર્ટની લાર્જેસ્ટ બેન્ચ સમક્ષ કેસ પહોંચ્યો છે અને તેનો નિર્ણય હજુ બાકી છે.
ભીમા દુલા ક્યારેય ચુંટણી લડ્યો નથી. માત્ર તેના બનેવી બાબુ બોખીરિયાને સામ દામ દંડ ભેદથી મદદ કરી છે. તેના કારણે બાબુ બોખીરીયા કેબીનેટ પ્રધાન બન્યા હતા. તેના સગા ભાઈ કરશન દુલા પણ રાણાવાવ-કુતિયાણાની સીટ પર ધારાસભ્ય હતા. તે પણ એડી ચોટીના જોરની જગ્યાએ ભીમા દુલાનો ઉપયોગ કરતા હતા. ભીમા દુલાના પુત્રએ કુતિયાણાની સીટ પરથી ભાજપમાંથી ટીકીટની માંગણી કરી હતી. ભીમા દુલા ચૂંટણી નજીક આવતા સજા પડી હતી. ફરી આ ડબલ મર્ડર ચર્ચામાં આવતા બાબુ બોખીરિયાની કારકિર્દિ ઉપર અસર કરે તેવી પણ શક્યતા હતી પણ તેઓ ચુનાના પત્થરના કારણે વધું તાકતવર બની ગયા છે.
કોંગ્રેસનું પુસ્તક ઉઠાવી લીધું
20 સપ્ટેમ્બર 2017ના દિવસે બાબુ બોખીરીયાએ કોંગ્રેસની કોપી મારી હતી. ધો-૧૨ પછી શું? નામું પુસ્તક દર વર્ષે કોંગ્રેસ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. કોંગ્રેસ દ્વારા સંપાદિત આ પુસ્તકની સીધી ઉઠાંતરી ભાજપના પોરબંદર યુનિટ દ્વારા કરવામાં આવી હતી. જેમાં બુકના આગળપાછળના ચાર પેજ બદલીને બાકીની તમામ વિગતોની ઉઠાંતરી ભાજપ દ્વારા કરવમાં આવી હતી. ભાજપે તેના પુસ્તકને કારકિર્દી માર્ગદર્શિકા નામ આપ્યું હતું. કોંગ્રેસના પ્રવક્તા ડો.મનીષ દોશીએ ભાજપ સરકારના તત્કાલીન કેબીનેટ પ્રધાન બાબુ બોખીરીયાની સાથે કેટલાંકને કાનૂની નોટિસ પાઠવવામાં આવી હતી. કોંગ્રેસના પુસ્તકમાં જયાં જયાં કોંગ્રેસ લખેલું હતું, ત્યાં ભાજપે તેનું નામ લગાવી દીધું હતું. પેજ પર કોંગ્રેસનો પંજો હટાવી કમળ મૂકી દેવામાં આવ્યું હતું.