પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાસેની દીવાલ અચાનક તૂટી પડતાં બે કાર દબાઈ હતી. ફાયર બ્રિગેડના કાફલાએ ઘટના સ્થળ દોડી આવીને બચાવ કામગીરી હાથ ધરી હતી.
વિવિધ વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાતાં ટ્રાફિક જામ.
શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જેમાં શહેરના ફતેહગંજ, સયાજીગંજ, ઇલોરા પાર્ક, ગેંડા સર્કલ, બુલ સર્કલ, પંડ્યા બ્રિજ વિસ્તારોમાં પાણી ભરાતાં લોકો અટવાયા હતા. જેના કારણે ટ્રાફિક જામના લીધે વાહનોની લાંબી કતારો જોવા મળી હતી.
આજે શહેરની તમામ શાળાઓમાં રાજા જાહેર કરાઈ
વડોદરામાં બે દિવસથી વરસી રહેલા અનરાધાર વરસાદને કારણે શહેરમાં મોટા ભાગના વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાયા હતા. કલેકટર દ્વારા ગુરુવારે તા. 1 ઓગસ્ટના દિવસે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત શહેરની તમામ ખાનગી અને સરકારી શાળાઓમાં રાજા રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આજે વડોદરા શહેર જિલ્લાની કોર્ટો અને યુનિવર્સિટી બંધ રહેશે.
વહેલી સવારથી જ અતિભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઈ ગઈ હતી. જો કે, શહેરીજનોની સુરક્ષાને લઈને જિલ્લા વડોદરામાં મંગળવારની મોડી સાંજથી શરૂ થયેલા અનરાધાર વરસાદના પગલે શહેરમાં ચારે તરફ જળબંબાકાર સર્જાયો હતો. જેમાં શહેરના નીચાણવાળા ભાગોમાં કમર સુધીના પાણી ભરાયા હતા. બુધવારે પણ સવારથી જ એકધારા વરસી રહેલા વરસાદને કારણે પરિસ્થિતિ ખૂબ ગંભીર બની હતી. જેને કારણે ગુરુવારના રોજ કોર્ટ સંકુલ અને યુનિવર્સિટી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
જેમાં વડોદરાના ડિસ્ટ્રિક્ટ જજ દ્વારા ગુરુવારના રોજ કોર્ટ સંકુલ બંધ રહેશેનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે બીજી તરફ યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજિસ્ટ્રાર દ્વારા પણ ગુરુવારના રોજ યુનિવર્સિટી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
હાઇવે પર પાણી ભરાતાં કોલેજના વિદ્યાર્થીઓ ફસાયા સાંબેલધર વરસેલા વરસાદના કારણે હાઇવે પર ભારે પાણી ભરાતા જરોદ રોડ પર આવેલ આઇસીએમ કોલેજના વિદ્યાર્થીઓને પરત લઈને આવતી બસ
સહિતના અનેક વાહનો ફસાઈ ગયા હતા. આ અંગેની જાણ ફાયર કંટ્રોલ રૂમને કરવામાં આવી હતી. પરંતુ મોડી સાંજ સુધી કોઈ મદદ આવી ન હતી.