સાધુઓએ પ્રવિણ તોગડિયાને રાજકીય પહેલવાન બનાવવા ચૂંટણી લડવાની ના પાડી દીધી

દિલીપ પટેલ, અમદાવાદ

શંકરસિંહ વાઘેલાના એક સમયના અંદત મદદનીશ અને પછી શંકરસિંહ વાઘેલાએ ભાજપ સામે બળવો કરતાં સાધુ બની ગયેલા જ્યોર્તિ મહારાજ વદોદરાથી ચૂંટણી લડવા માટે હિન્દુ મહા સભા અને પ્રવિણ તોગડિયાની હિન્દુસ્તાન નિર્ણાણ દળ દરખાસ્ત કરી હતી. ભાજપના નરેન્દ્ર મોદી સહિત આ બન્ને પક્ષોના નેતાઓ અને પ્રિવણ તોગડિયા આજ સુધી રાજકીય રીતે સાધુઓનો ફાયદો લૂંટતા રહ્યાં છે. તેથી સતાનત સંપ્રદાયના 250 સાધુઓની બેઠક મળી હતી જેમાં જ્યોર્તિ મહારાજને ચૂંટણી લડાવવા માટે બપોરે 3 વાગ્યા સુદીમાં નક્કી કરીને કહી દીધું હતું કે હવે બીજાને રાજકીય પહેલવાન બનાવવાનું બંધ કરો. જો નામ કમાવું હોય તો હવે હિંદુ બનીને કમાઓ રાજકીય રીતે કોઈને મદદ કરવાની જરૂર નથી. સાધુઓ નરેન્દ્ર મોદી વિરૃદ્ધ પણ ઉચ્ચારો કરતાં જોવા મળ્યા હતા. તેઓ એવું કહી રહ્યા હતા કે નરેન્દ્ર મોદીએ કે પ્રવિણ તોગડિયાએ હિન્દુ માટે શું કર્યું. તેમણે રામ મંદિર બનાવવા માટે વચન આપેલા તે પાળ્યા નથી. હિંદુ રાષ્ટ્ર જાહેર કરવાના આ બન્ને ગુજરાતી નેતાઓએ વચનો આપેલાં હતા તે પૂરા કર્યા નથી. તેથી હવે તેમને મજબૂત બનાવવાની દોઈ જરૂર નથી. જો વગર પૈસે મત માંગવાના હોય તો આપણે સાધું છીએ તો પછી આપણા માટે કેમ ભીખ ન માંગીએ. તેથી જ્યોર્તિ મહારાજને ચૂંટણી નહીં લડવા માટે સનાતર હિંદુ ધર્મના 250 સાધુઓએ સ્પષ્ટ ના પાડી લીધી જેને માન્ય રાખીને જ્યોર્તિ મહારાજે જાહેરાત કરી હતી કે, તેઓ હવે ચૂંટણી નહીં લડે. જ્યોર્તિ મહારાજ રાત્રે 9.30 કલાકે તેમના ફેસબુક પર લાઈવ થશે અને રાજકીય નેતાઓના ભાંડા ફોડશે.

લગશે. સનાતન હિંદુ પરિષદ દ્વારા સાધુઓની એક બેઠક વડોદરામાં 3 એપ્રિલ 2019માં બરોપે શરૂ થઈ હતી જેમાં 245 હાજર છે. તેઓ નક્કી કરે તે પ્રમાણે ચૂંટણી લગશે. જોકે સાધુંઓ તેમને ચૂંટણી લડવાની મંજૂરી આપે એવી શક્યતા વધું છે. જો આમ થશે તો તેઓ ફરી એક વખત રાજકારણમાં આવી જશે.

વડોદરા લોકસભા બેઠક પરથી સામાજિક કાર્યકર્તા મહારાજ જ્યોર્તિનાથે ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે. મહારાજ જ્યોર્તિનાથ ડો. પ્રવીણ તોગડિયાની પાર્ટી હિન્દુસ્તાન નિર્માણ દળમાંથી પોતાની ઉમેદવારી નોંધાવવી કે નહીં તે સાધુઓને પૂછીને નક્કી કરવાના હતા. જે અંગે જ્યોર્તિ મહારાજે જણાવ્યું હતું કે તેઓ હવે ચૂંટણી નહીં લડે. કારણ કે જે હિન્દુ ગણાવે છે તેઓ રાજકીય ફાયદો લેવા માટે સાધુઓનો ઉપયોગ કરતાં રહ્યાં છે એવું સનાતન હિન્દુ સાધુઓનો મત છે. તેથી હું ચૂંટણી નહીં લડું. સનાતન હિન્દુ ધર્મને વધું મજબૂત કરીશું પણ રાજકીય લોકો માટે હવે કામ નથી કરવું.

જો મહારાજ જ્યોર્તિનાથ વડોદરાની બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભરે તો ભાજપ માટે સમીકરણો બદલાઈ શકે તેમ હતા. મહારાજ જ્યોર્તિનાથ વડોદરાની જનતામાં ખુબ જ જાણીતા છે. તમામ રાજકીય પક્ષના લોકો મહારાજનો આદર અને સન્માન કરે છે. જો મહારાજ ચૂંટણીમાં ઊભા રહીને ભાજપ સામે પ્રચાર કરે તો ભાજપની મતબેંકમાં ગાબડું પડી શકે છે.

મહારાજ જ્યોર્તિનાથ પહેલા શંકરસિંહ પછી ભાજપના સમર્થક હતા. પરંતુ ભાજપ દ્વારા રામમંદિર કે ગૌ હત્યા મુદ્દે કોઈ કાયદો ન લવાતા તેઓ હિન્દુસ્તાન નિર્માણ દળમાંથી ચૂંટણી લડવા માંગતા હતા અને તેથી તેમણે સનાતન હિન્દુ ધર્મ કે જેમાં શંકરાચાર્ય પણ આવે છે તેવા 250 સાધુઓની તાકીદે બેઠક વડોદરામાં બોલાવી હતી. જેમાં સાધુઓએ સર્વાનુમતે નક્કી કર્યું છે કે બીજાને પહેલવાન બનાવવાની હવે કોઈ જરર નથી.

આ અંગે કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલે જણાવ્યું હતું કે, ડૉક્ટર પ્રવીણ તોગડિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી નારાજ થયા હતા. તે માને છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિંદુઓને છેતર્યા છે. એટલે તેમને નવો રાજકીય પક્ષ ઊભો કરવાની ફરજ પડી છે.