વઢવાણ તાલુકાના વાઘેલા, માળોદ, ખોલડીયાદ, ટીંબા, કારીયાણી, ટુંવા, ગુંદીયાળા, ખેરાળી ગામોને બાટોદ તરફ જતી વડોદ કેનાલમાંથી પાણી મળે છે. ધોળીધજા ડેમ ભરવાના નાટકો કરી તેનું પાણ સૌરાષ્ટ્ર સુધી પહોંચાડાય છે. આથી વડોદ કેનાલમાં પહોંચાડવામાં ન આવતા ૧૦ ગામની આશરે ૫૦ હજાર વીઘા જમીન તરસી રહેતા ખેડૂતો ખફા થયા છે.
નર્મદાના પાણીની રાહ
સૌરાષ્ટ્રને પાણી પૂરું પાડતા ધોળીધજા ભરવા અને ખાલીખમ કરવાના તાયફો શરૂ થયો છે. મેઘરાજાએ મન મૂકીને ન વરસતા ખેડૂતો નર્મદા નીરની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. જ્યારે સુરેન્દ્રનગરની ધોળીધજાથી વઢવાણ પંથકમાથી પસાર થતી બોટાદ નર્મદા શાખા નહેર સુધી પાણી છોડાયું નથી. વઢવાણ પંથકમાં અંદાજે 48 જેટલા ગામડાઓ આવેલા છે. ભરચોમાસા આ ગામડાઓની જમીન હજુ પણ પાણી માંગતી હોય તેમ સૂક્કીભઠ્ઠ જોવા મળતા જગતના તાત ઉપર ચિંતાના વાદળો ઘેરાયા છે. આવા સમયે વઢવાણ તાલુકાને પાણી મળે તે માટે ધારાસભ્ય ધનજીભાઇ પટેલને વઢવાણ તાલુકાના વાઘેલા, માળોદ, ખોલડીયાદ, ટીંબા, કારીયાણી, ટુંવા, ગુંદીયાળા, ખેરાળી ગામોને લોકોએ વારંવાર રજૂઆતો કરી છે. પરંતુ તા. 31 જુલાઈને મંગળવારે ધોળીધજાથી બોટાદ નર્મદા શાખા નહેરમાં પાણી છોડાયાનું નાટક કરાયું છે. વઢવાણ તાલુકાના વાઘેલા, માળોદ, ખોલડીયાદ, ટીંબા, કારીયાણી, ટુંવા, ગુંદીયાળા, ખેરાળી ગામોને બાટોદ તરફ જતી વડોદ કેનાલમાંથી પાણી મળે છે. ધોળીધજા ડેમ ભરવાના નાટકો કરી તેનું પાણ સૌરાષ્ટ્ર સુધી પહોંચાડાય છે. આથી વડોદ કેનાલમાં પહોંચાડવામાં ન આવતા ૧૦ ગામની આશરે ૫૦ હજાર વીઘા જમીન તરસી રહેતા ખેડૂતો ખફા થયા છે.