લસણ અને છાસથી જંતુનાશક દવા

વિરપુર રાજકોટ અજય બાવનજી હીરપરાએ પોતાના 30  વિઘાના ખેતરમાં પાંચ-પાંચ વિધાના અલગ અલગ પ્લોટિંગ પાડીને  મરચી,લસણ ડુંગળી, ઘઉં,ચણાનું વાવેતર કર્યું છે.
આઠ વિઘા, મરચીના વાવેતરમાં બેડ અને મલ્ચીગ પદ્ધતિથી વાવેતર કરેલ છે. ટપક સિંચાઈ પદ્ધતિ હોવાથી પાણીનો બગાડ ઓછો થાય છે. મરચીના પાકમાં નાખવા માટે પ્રાકૃતિક દેશી ખાતર જાતે જ પોતાની વાડીએ બનાવે છે.
જેમાં લસણની કળીઓને 15 થી 20 દિવસ પાણીમાં પલાળીને તેમાં દેશી ગોળ,ચણાનો લોટ,બાજરીનો લોટ તેમજ ગૌમૂત્ર અને ગાયનું છાણ અને છાશ  મિશ્રણ કરીને બનાવે છે.
જેનાથી મરચીના પાકમાં ઈયળો,મુંડા જેવા અનેક પ્રકારના કિટકો નથી આવતા. જેથી આવા કિટકો સામે પાકને રક્ષણ મળે છે. દેશી ખાતર થી પાકના મૂળથી જ મજબૂત અને પોષણ યુક્ત બને છે.
બેડ મલ્ચીગ પદ્ધતિથી વાવેલા મરચીના પાકમાં એક વિઘાએ 20 થી 22 હજાર સુધીનો ખર્ચ થાય છે. વીઘે 50 મણ જેટલા મરચાનો ઉતારો આવે છે. જે 6250 કિલો થયા, પણ રાજ્યમાં સરેરાશ ઉત્પાદકતા 1 હજાર કિલોની છે. કંઈક ગરબડ છે.

પ્રાકૃતિક ખેતી કરે તો ખેડૂતો પાકોમાં મબલખ ઉત્પાદન મેળવી સારી એવી આવક મળી રહે છે.

અજય બાવનજી હીરપરાએ પોતાના 30 વિઘાના ખેતરમાં 5-8 વિઘાના વિસ્તારમાં મરચી, લસણ ડુંગળી, ઘઉં, ચણાનું વાવેતર કર્યું છે.

આઠ વિઘામાં મરચીના વાવેતરમાં બેડ અને મલ્ચીગ પદ્ધતિથી વાવેતર કરેલું છે. ટપક સિંચાઈથી પાણી આપે છે.

પ્રાકૃતિક દેશી ખાતર જાતે જ પોતાની વાડીએ બનાવે છે. લસણની કળીઓને 15 થી 20 દિવસ પાણીમાં પલાળીને તેમાં દેશી ગોળ,ચણાનો લોટ,બાજરીનો લોટ તેમજ ગૌમૂત્ર અને ગાયનું છાણ અને છાશ મિશ્રણ કરીને બનાવે છે.

જેનાથી મરચીના પાકમાં ઈયળો, મુંડા જેવા અનેક પ્રકારના કિટકો નથી આવતા. જેથી આવા કિટકો સામે પાકને રક્ષણ મળે છે. છોડ મૂળથી જ મજબૂત અને પોષણ યુક્ત બને છે.

બેડ મલ્ચીગ પદ્ધતિથી વાવેલા મરચીના પાકમાં એક વિઘાએ 20 થી 22 હજાર સુધીનો ખર્ચ થાય છે. વીઘે 5 મણ જેટલા મરચાનો ઉતારો આવે છે.

એક હેક્ટર એટલે 2.47 એકર થાય છે. 2.5 વિઘાએ એક એકર થાય છે. વિઘા દીઠ ઉત્પાદન 100 કિલો ઉત્પાદન થયું. અઢી વિઘાએ 250 કિલો અને હેક્ટરે 625 કિલો થયું છે. જે રાજ્યની સરેરાશ કરતાં પણ નીચે છે.

પ્રાકૃતિક ખેતી કરે તો ખેડૂતો પાકોમાં મબલખ ઉત્પાદન મેળવી સારી એવી આવક મળી રહે છે.

ગુજરાતમાં 5800 હેક્ટરમાં 5777 ટન મરચા સરેરાશ પાકે છે. ઉત્પાદકતા 993 કિલોની છે. 2016-17માં 7349 હેક્ટરમાં વાવેતર થયા હતા. 2018-19માં 4532 હેક્ટરમાં વાવેતર થયા હતા.

મરચાના રાજ્યના કુલ વાવેતરના 90.82 ટકા આણંદમાં 4054 ટન થાય છે. આણંદમાં 4116 હેક્ટરમાં વાવેતર થાય છે. આણંદમાં હેક્ટરે ઉત્પાદકતા 985 કિલોની છે.

રાજ્યમાં બીજા નંબર પર 150 હેક્ટર સાથે સુરેન્દ્રનગર આવે છે જ્યાં રાજ્યના કુલ ઉત્પાદનના 156 ટન સાથે 3.31 ટકા મરચા પાકે છે. હેક્ટરે ઉત્પાદકતા 1038 કિલોની છે.

સરતમાં 462, છોટાઉદેપુર 245, જામનગર 329, રાજકોટ 188, મહેસાણા 120, પાટણ 240 હેક્ટરમાં વાવેતર થાય છે. બીજા જિલ્લામાં 100 હેક્ટરથી નીચે વાવેતર થાય છે.

50 ટકા જિલ્લામાં કોઈ વાવેતર નહીં
સાબરકાંઠા, અરાવલી, ગાંધીનગર, પોરબંદર, જુનાગઢ, સોમનાથ, ભાવનગર, બોટાદ, પંચમહાલ, મહીસાગર, દાહોદ, નર્મદા, ભરૂચ, ડાંગ, વલસાડ, તાપીના ખેડૂતો મરચીનું કોઈ વાવેતર કરતાં નથી.

કૃષિ પાક પર દૂધનો છંટકાવ કરતાં ઉત્પાદનમાં 25 ટકાનો વધારો, ખર્ચ 25 ટકા ઘટી ગયુ

https://allgujaratnews.in/gj/sprinkling-of-milk-on-agricultural-crops-increased-production-by-25-percent-cost-reduction-by-25-percent/  

અમૃત માટી અને અમૃત જળ બનાવો વિપુલ ઉત્પાદન મેળવો

https://allgujaratnews.in/gj/amrut-mitti-jal/ 

પ્લાસ્ટિકથી ખેતરને ઢાંકવાથી ઉત્પાદનમાં 40 ટકાનો વધારો, પાણીમાં 40 ટકાની બચત, અભ્યાસ

મસાલા પાકોમાં મોદીનાં જાદુઈ આંકડા, મુખ્ય પ્રધાન હતા ત્યારે ચમત્કાર, હવે ખેતી વધી પણ ઉત્પાદન ઠપ્પ

https://allgujaratnews.in/gj/modis-magic-when-he-was-in-gujarat-spice-crop-was-3-times-when-he-went-to-delhi-it-was-reduced-to-half/ 

સુધન ખાતરથી 20 ટકા કૃષિ ઉત્પાદન એકાએક વધી ગયું, તો ખેડૂતોને થશે આટલો ફાયદો

સુધન ખાતરથી 20 ટકા કૃષિ ઉત્પાદન એકાએક વધી ગયું, તો ખેડૂતોને થશે આટલો ફાયદો