વધુ કમાતા લોકો માટે વધુ વેરો લાદીને નાણાકિય સ્રોત વધારવા સરકારના પ્રયાસ

અમદાવાદ,તા.25

કેન્દ્ર સરકાર હવે આવકનો સ્રોત વધારવા માટે નવા નવા નુસખા અજમાવીર રહી છે અને એટલેજ 2019માં મે મહિનામાં સ્પષ્ટ બહુમતી મેળવ્યાં બાદ મોદી સરકારે પોતાનું પૂર્ણ કદનું બજેટ રજૂ કર્યુ હતું. પાંચમી જુલાઈના રોજ રજૂ કરાયેલા બજેટમાં નાણામંત્રી નિર્મલા સિતારામને દેશના સુપર રિચ લોકો પર સરચાર્જ લાદીને નાણાકિય સ્ત્રોત વધારવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે હવે બમણો કર ઝીંક્યો છે. મોદી સરકારે ટેક્સ વસૂલવા માટે એક તો અતિ ધનિકોના ટેક્સ સ્લેબમાં વધારો કર્યો છે. આ સરચાર્જનો અમલ નવા નાણાકિય વર્ષ પહેલી એપ્રિલથી થશે.જો તેમણે 15 જૂન સુધીમાં જે એડવાન્સ ટેક્સ ઈન્સ્ટોલમેન્ટ ચૂકવવાપાત્ર હતું તેના પર પણ વ્યાજ ભરવું પડશે. જો કે, આ વ્યાજ ફક્ત 15 જૂન પછી ચૂકવવાનું રહેશે અને આ રકમ સામાન્ય હશે.

આ મુદ્દો ઉદભવવાનું કારણ ચૂંટણીના વર્ષમાં જુલાઈમાં રજૂ થયેલું પૂરેપૂરું બજેટ છે. વધારાની જવાબદારીનું કારણ સરચાર્જના લીધે છે અને તેના માટે કોઈ ખાસ માફી મળવાની નથી. કર નિષ્ણાંતોનું માનવું છે કે, સરકારે માફી આપવી જોઈએ અને કરદાતાને તેના માટે દોષિત ઠેરવી ન શકાય. મુક્તિઓ આવકવેરાની જોગવાઈ સેક્શન 234 સી હેઠળ વ્યાજની ચૂકવણીમાં નાદારી ન નોંધાવે તો તેથી દબાણ વધશે.

સરકારે વ્યાજ માફ કરવા યોગ્ય સુધારો કરવો જરૂરી

આ પ્રકારની વિસંગતતાના લીધે કરદાતાઓને બિનજરૂરી રીતે દંડ કરવામાં આવે તે અયોગ્ય છે તેવો મત વ્યક્ત થઇ રહ્યો છે. જેમની કોઈ ભૂલ જ નથી તેમની પાસેથી સરકારે અહીં વ્યાજની ચૂકવણી ન થાય તો તે અંગે જરૂરી સુધારા સાથે આવવું જોઈએ. સરકારે આવકવેરાના ટોચના સ્લેબમાં આવનારા પર આવકવેરાનો દર 15 ટકાથી વધારી 25 ટકા કર્યો છે અને તેમાં પણ પાછો સરચાર્જ લાદવાનો પ્રસ્તાવ છે. આમ બેથી પાંચ કરોડ કમાઇ લેનારા પર 25 ટકાનો વેરો લાગશે. તેમ તેઓએ જણાવ્યું હતું. જો કે, નાણાપ્રધાન નિર્મલા સીતારામને ગયા સપ્તાહે જણાવ્યું હતું કે તેમને ઊંચા સરચાર્જમાંથી માફી નહીં મળે અને સૂચન કર્યુ હતું કે તેઓએ તેમને કંપનીઓમાં રૂપાંતરિત કરવા પડશે.

ધનવાનો પર શા માટે લદાયો સુપર-રિચ સરચાર્જ,

કેન્દ્રિય નાણામંત્રીએ ઘટસ્ફોટ કરતાં કહ્યું હતુંકે આ સિવાય પાંચ કરોડથી વધારે કમાનારા પર 37 ટકાના દરે વેરો લાગશે, તેમા અસરકારક દર 39 ટકાથી વધીને 42.74 ટકા થયો છે. પ્રસ્તાવિત સરચાર્જ વ્યક્તિઓ, ટ્રસ્ટ, હિંદુ અવિભક્ત કુટુંબ, ફર્મ્સ અને એસોસિયેટ ઓફ પર્સન્સ (AOPS)ને લાગુ પડે છે. આ સિવાય પાંચ કરોડથી વધારે આવક ધરાવતી વ્યક્તિઓ પર લાંબા ગાળાનો મૂડી નફા વેરો 12 ટકાથી વધીને 14.25 ટકા થશે, જ્યારે ટૂંકા ગાળાનો મૂડી નફા વેરો 17.9 ટકાથી વધીને 21.4 ટકા થશે. આ જ રીતે ટ્રસ્ટ્સ કે એસોસિયેટેડ ઓફ પર્સન્સ (એઓપી) તરીકે સ્ટ્રક્ચર્ડ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FPIs) પર પણ તેની અસર પડશે.

સરકારે ટેક્સનો દર ઘટાડીને સ્બેલમાં ફેરફાર કરવાની જરૂરીયાત

સુપર રીચ કરદાતાઓને નવા કર હેઠળ આવરી લીધાં છે તેના કારણે ભારત સરકારને દસ થી બાર હજાર કરોડ રૂપિયાનો જરૂર ફાયદો થશે. પરંતુ દેશમાં સુપરરિચ લોકો એક ટકા જેટલા હશે જેને કારણે કોઇ લાંબાગાળાનો ફાયદો થશે નહીં તેમ કરવેરા નિષ્ણાત કૈલાસ ગઢવીએ કહ્યું હતું. તેમણે ઉમેર્યુ હતું કે વેરાનો દર ઘટાડીને સ્બેલમાં ફેરફાર કરવાથી સરકારને ફાયદો થશે. જોકે સીએ કૈલાસ ગઢવીએ કહ્યું હતુંકે આ નવા વેરાને કારણે દેશની આર્થિક નીતિને ફાયદો જરૂર થશે.

ગુજરાતના સુપર રીચ ( 2018)

1. ગૌતમ અદાણી—6.8 બિલિયન યુએસ ડોલર

2. પંકજ પટેલ- 4.1 બિલિયન યુએસ ડોલર

3. સુધીર અને સમીર મહેતા-3.8 બિલિયન યુએસ ડોલર

4. કરનસ પટેલ- 3.3 બિલિયન યુએસ ડોલર

5. ભદ્રેશ પટેલ- 1.5 બિલિયન યુએસ ડોલર