24 વર્ષ ભરતી જ ન થઈ, તેથી બઢતી ન મળતાં અધિકારીઓની તંગી
બીજી કેડરની ભરતી 20થી 24 વર્ષથી થઈ ન હતી તેથી બઢતી માટે કોઈ અધિકારી જ ન હોવાથી હવે પાઘડીનો વળ છેડે આવી ગયો છે. ભરતી થઈ ન હોવાથી કોઈને બઢતી આપી શકાઈ નથી. તેથી ઉપરના અધિકારીઓ મળતા નથી કે તેમાં સીધી ભરતી કરી શકાતી ન હતી.
1985થી 2009 સુધી 24 વર્ષ સુધી એસીએફ અને તેની સમકક્ષ સીધી ભરતી સરકારે કરી જ ન હતી. અધિકારીઓ અદાલતમાં ગયા હતા. અદાલતના આદેશના કારણે 2015માં અદાલતમાં આસીસ્ટંસ કન્જર્વેટર ઓફ ફોરેસ્ટની જગ્યા ભરાઈ હતી. 20 વર્ષ સુધી આરએફઓની ભરતી થઈ ન હતી. જે 2015માં થઈ હતી.
33 ટકા જગ્યા બઢતીથી ભરવાની થતી હોય છે. જેમાં સ્ટેટ કેડર હોય છે. તે માટે વિભાગમાં અધિકારીઓ ઉપલબ્ધ નથી. લાંબા સમયથી ભરતી થઈ ન હોવાના કારણે આવી સ્થિતી ઊભી થઈ છે. ઊંમરની મર્યાદા નક્કી કરેલી છે. તેથી ઉંમરના પ્રશ્નો સર્જાયા છે.
હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ અને ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડનની જગ્યા છેલ્લા 20 દિવસથી ખાલી. બંને પોસ્ટ પરના અધિકારીઓ 31 મોના રોજ નિવૃત થઇ ગયા છે. સરકારે ચાર્જ સોંપેલો છે. પણ મહત્વના નિર્ણયો ટલ્લે ચઢી ગયા છે. વન વિભાગની આ જગ્યા ખાલી રહી હોવાથી રોજીંદા કામ અને પ્રોજેક્ટ અટવાઈ પડ્યા છે.
આઈએફએસ અધિકારીઓ ડોક્ટર કેમ
જેમાંથી 16 અધિકારીઓ ડોક્ટરેટ અને ડોક્ટરની પદવી મેળવેલી છે. રાજ્યમાં ડો.સંદીપ કુમાર અને ડો.સુસીન્દ્ર પોતે જિનેટિક એન્જિનિયરિંગમાં પીએચડી કરેલા છે.
ગીર ફાઉન્ડેશનમાં વિવાદ
ચોંકાવનારી બાબત એ છે કે મુખ્યમંત્રી જે સંસ્થાના ચેરમેન છે તેવી સંસ્થાના નિયામક આર.ડી કંબોજ રીટાયર્ડ થઈ ગયા હોવા છતાં ગીર ફાઉન્ડેશન માં નિયામક તરીકે હજુ પણ ફરજ બજાવે છે. જે અંગે વન વિભાગમાં ચર્ચા જોવા મળે છે.
મહિલા અધિકારીઓનું વધતું પ્રભુત્વ
રાજ્યમાં 7 મહિલાઓ આઈ.એફ.એસ. તરીકે ફરજ બજાવે છે. ગીર અને બીજા જંગલોમાં રેંજ ફોરેસ્ટ અધિકારી તરીકે અને આર.એફ.ઓ. તરીકે મહિલાઓ ફરજ બજાવે છે. કુલ 609 મહિલાઓ વન વિભાગમાં અધિકારી છે. જેમાં 302 મહિલાઓને આઈ.એફ.એસ. ઉદય વોરએ તાલીમ આપીને તૈયાર કરી છે. જેમાં ગાર્ડ અને ફોરેસ્ટર મહિલાઓનો સમાવેશ થાય છે. સ્ટેટ કેડરમાં હોય તેમને તથા રેન્જ ફોરેસ્ટ અધિકારીઓ બહાર ટ્રેન લે છે. ગુજરાતમાં કુલ વન અધિકારીઓ 30 છે. રેન્જ ફોરેસ્ટર આસીસ્ટીંગ કન્જરેવેટર 30 જેવા છે.
સિંહની વચ્ચે મહિલાઓ
રસીલા વાઘેર, મધુ કરંગીયા જેમણે જંગલના દબાણો દૂર કરાવ્યા હતા. તેજલ પરમાર, ડેમીના શેખ પોતાની મોટરસાઈકલ લઈને લાકડાં ચોરીને લઈ જતી ગેંગોને પકડવાનું સારું કામ કર્યું છે. સ્ટંટ કરીને તેઓ ચોરી પકડી છે. ઋચિ દવે, રાજલ પાઠક નામના મહિલા અધિકારીઓ પણ બહાદૂરી બતાવી ચૂક્યા છે.
વન વિભાગમાં પહેલા જંગલને મહત્વ આપવામાં આવતું હતું પણ હવે જંગલ ઉપરાંત આસપાસ પર્યાવરણને મહત્વ આપવામાં અધિકારીઓ ખાસ ધ્યાન આપી રહ્યાં છે. તેથી પૂરો સ્ટાફ હોવો જરૂરી છે.