વરઘોડામાં ઘોડીનું મોત

ગુજરાતમાં વર્ષે 50 હજાર જેટલા લગ્નોમાં એક લાખ કુવાર અને કુંવરી પરણે છે. જેમાં સૌથી વધું લગ્નો શિયાળામાં 14 જાન્યુઆરી પછી થતા હોય છે. લગ્નની પૂરબાહર છે. જેમાં ઘોડસવાર કે ઉંડગાડીસવાર  થઈને લગ્નમાં જવાનું પ્રમાણે લગભગ 20 ટકા છે. વરઘોડામાં ઘોડી પર બેસીને વરરાજા શાહી સવારી લઈને જઈ રહ્યાં હતા ત્યારે ઘોડી ભડકી હતી અને દિવાલ સાથે માથું અથડાતાં તેનું મોત થયું છે.

ઘોડાઓને ખેલવા માટે કેટલાંક લોકો ઘોડીને નાચ નચાવે છે. કેટલાંક ઘોડાના માલિકો લોકો ઘોડેસવારી કરી ઘોડાનાં બે પગે ઉભા કરી કૌશલ્‍ય બતાવે છે. આવા સમયે કોઈ અકસ્‍માત થાય તો આ પાલતું પ્રાણીઓને જીવ ગુમાવવો પડે છે.

આવો જ એક બનાવ 21 જાન્યુઆરી 2019માં અમરેલીના શિવડ ગામે બનતાં એક ઘોડી પોતાનું કૌશલ્‍ય બતાવતી વખતે તેમનું માથું દિવાલ સાથે અથડાતાં ઘોડીનું મોત થયું હતું. અંગેનો વિડીયો પણ સોશિયલ મિડીયામાં વાયરલ થતાં સત્તાવાળાઓને ખ્યાલ આવેલો છે. વિડીયોમાં જોઈએ તો લગ્નનો વરઘોડો ગામમાં ફરી રહૃાો હતો તેવા સમયે એક ઘોડી પોતાનું કૌશલ્‍ય બતાવી રહી હતી ત્‍યારે અચાનક જ કોઈ કારણોસર આ ઘોડી એક દિવાલ પાસે આવી નિચે પડી જતાં ઘોડીનું માથું ધડાકાભેર દિવાલ સાથે અથડાઈ પડતાં આ ઘોડીનું મોત થયાનું વિડીયોમાં જોઈ શકાય છે.

તેમ છતાં પશુપાલ વિભાગે કે પોલીસે આ અંગે કોઈ કાર્યવાહી એક અઠવાડિયાથી કરી ન હોવાથી લોકોમાં તેની ભારે ચર્ચા છે.