વરસાદ ન પડતાં પાણીની ગંભીર કટોકટી, ખેડૂતોનો પાક નિષ્ફળ

રાજ્યમાં વરસાદ ખેંચાતા સર્જાયેલી સ્થિતિની ઉચ્ચસ્તરીય સર્વગ્રાહી સમીક્ષા ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી.

૪ મહત્વપૂર્ણ નિર્ણયો
જળાશયોમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ હોઇ પીવાનું પાણી કોઇ સમસ્યા વિના નિયમીત અપાશે. સિંચાઈ માટે પાણી નહીં અપાય.
કચ્છનો ટપ્પર ડેમ નર્મદાના પ૦૦ MCFT જળથી ભરી દેવાશે.
ખેડૂતોને ૮ ને બદલે ૧૦ કલાક વીજળી અપાશે.
૧રપ મી.મી.થી ઓછા વરસાદ વાળા ૪૪ તાલુકાઓમાં ગૌશાળા-પાંજરાપોળ-પશુપાલકોને રૂ. બે પ્રતિ કિલોના રાહત દરે ઘાસ વિતરણ થશે.

મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં વરસાદ ખેંચાતા સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા માટે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં મંત્રીશ્રીઓ, વરિષ્ઠ સચિવોની ઉચ્ચસ્તરીય તત્કાલ બેઠક યોજી હતી.
રાજ્યમાં રપ૧ તાલુકામાંથી આજની સ્થિતિએ ૧૦૦૦ મી.મી.થી વધુ વરસાદ પડયો હોય તેવા ર૬,પ૦૧થી ૧૦૦૦ મી.મી. વરસાદ ધરાવતા ૪૩, રપ૧ થી પ૦૦ મી.મી. વરસાદ ધરાવતા ૯૦ અને ૧ર૬થી રપ૦ મી.મી. વરસાદ વરસ્યો હોય તેવા ૪૮ તાલુકાઓ છે. જે ૪૪ તાલુકાઓમાં ૧રપ મી.મી.થી ઓછો વરસાદ વરસ્યો છે તેમાં અમદાવાદ જિલ્લાના-૪, બનાસકાંઠા-૮, ભાવનગર-૧, દેવભૂમિ દ્વારકા-૧, ગાંધીનગર-૧, જામનગર-ર, કચ્છ-૧૦, મહેસાણા-૩, મોરબી-ર, પાટણ-૬, સુરેન્દ્રનગર-૬ તાલુકાઓનો સમાવેશ થાય છે.