વર્લ્ડ ક્રિકેટ કપનો હિરો નિવૃત્ત થયા, વડોદરામાં રહેશે  

વર્લ્ડકપના હીરો, ભારતના ઝડપી બોલર ઈરફાન પઠાણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થવાની શનિવાર 4 જાન્યુઆરી 2019માં સ્ટાર સ્પોર્ટર્સમાં તેણે 15 વર્ષના જાહેરાત કરી દીધી છે.

35 વર્ષના પઠાણે જણાવ્યું હતું કે, ભારતીય ક્રિકેટમાં હું જમ્મુ-કાશ્મીર ક્રિકટનો હિસ્સો છું. ક્રિકેટમાં કોઈ મારું સ્થાન લઈ લે તે સારું છે. ઘણી બધી એવી ચીજો છે તેના પર હું ધ્યાન આપતો રહીશ. તમામ પ્રકારની ક્રિકેટ ફોર્મેટમાંથી સન્યાસ લઈ રહ્યો છું. મને સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલી જેવા મહાન ખેલાડીઓ સાથે રમવાની તક મળી , જેની સૌ કોઈને તમન્ના હોય છે. મારી ક્રિકેટ યાત્રા સંતોષકારક હતી. ચાહકોએ મારા પર ખૂબ પ્રેમ અને આશીર્વાદ વરસાવ્યા છે. હું ટોચના 5 બોલરોની યાદીમાં હતો, જે એક મોટી ઉપલબ્ધિ છે. જોકે, હું ક્રિકેટ સાથે જોડાયેલ રહીશ. તમામ સાથીઓ, કોચ અને સ્પોર્ટ્સ સ્ટાફનો આભારી છું, જેઓએ મને હંમેશા સપોર્ટ કર્યો.

 

વડોદરાના ઈરફાન પઠાણે 29 ટેસ્ટ, 120 વનડે અને 24 ટી-20 મેચ રમ્યા છે. 9 વર્ષ સુધી તે ભારતીય ટીમની મજબૂત ખેલાડી રહ્યા છે. ટેસ્ટમાં પઠાણે 1105 રન બનાવ્યા છે, જેમાં 1 સદી અને 6 અડધી સદીનો સમાવેશ થાય છે. 5 ફિફ્ટીની મદદથી 1544 રન બનાવ્યા છે. છેલ્લી મેચ ઓક્ટોબર 2012માં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમી હતી.

 

ભારતે 2007ના વર્લ્ડકપની ફાઇનલમાં કટ્ટર હરિફ પાકિસ્તાનને હરાવીને ખિતાબ જીત્યો હતો. આ ફાઇનલ મેચમાં પઠાણે ઘાતક બોલિંગ કરી હતી. 4 ઓવરમાં માત્ર 16 રન આપી તેણે 3 વિકેટ ઝડપી હતી. જેમાં શાહિદ આફ્રિદીની વિકેટ પણ હતી. પઠાણના આ પ્રદર્શન બદલ તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ફાઇનલ મેચ બાદ પઠાણે કહ્યું, આફ્રિદીને આઉટ કર્યા બાદ બધા ખેલાડીઓ ખુશીના માર્યા મારી પર ચઢી ગયા હતા. મેં બધાને કહ્યું કે, હટી જાવ મને શ્વાસ લેવા દો. વિશ્વકપ જીતવો મારા જીવનની સૌથી યાદગાર ક્ષણ હતી.

જે રીતે કપિલ દેવ વર્લ્ડ કપનો હીરો હતો તેમ જ ઈરફાન હીરો હતો.

વડોદરા શહેર તરફથી કિરણ મોરે,અંશુમન ગાયકવાડ, ઇરફાન પઠાણ જેવા ઘણા પ્રખ્યાત ક્રિકેટર્સનો સમાવેશ થાય છે.