વર્ષે વસતી વધવાનો દર 2.26 થી વધી 1.92 ટકા વર્ષે થયો

ઔદ્યોગીકરણની દિશામાં હરણફાળ ભરી રહેલા ગુજરાતમાં એકતરફ ગામડાંની સંખ્યા ઘટી રહી છે ત્યારે સામા પક્ષે શહેરો વધવાની સાથે માનવવસ્તીનો આંક પણ 6,04,39,692 પર પહોંચ્યો છે. 2001ની સરખામણીએ 2011માં જનસંખ્યામાં 97,68,675નો વધારો થયો છે. આ બધાની સાથે સાક્ષરતાનો દર પણ સંતોષકારક રીતે વધી રહ્યો છે. વસતિ ગણતરી વિભાગના ડાયરેક્ટર લીંગાસ્વામીએ જાહેર કરેલી વિગતો મુજબ 1 માર્ચ, 2011ના રોજ ગુજરાત રાજ્યની વસતિના પ્રોવિઝનલ આંકડા જાહેર કરાયા હતા. જે મુજબ જનસંખ્યા 6,03,83,628 થતી હતી પરંતુ આખરી આંકડા મુજબ 6,04,39,692ની વસતિ છે. જે 0.09 ટકાનો તફાવત દર્શાવે છે. 2001ની સંખ્યા અગાઉના 10 વર્ષમાં વસતી વ્ાૃદ્ધિનો દર 22.66 ટકા હતો તે પછીના દસ વર્ષમાં 19.20 ટકા થયો હતો. રાજ્યના ઔદ્યોગિક-આર્થિક વિકાસની અસર ગામડાઓ પર પડી હોવાનું જણાવતા સૂત્રોએ ઉમેર્યું હતું કે, 2011માં રાજ્યમાં 18539 ગામડા હતા તેમાંથી 314 ગામ નામશેષ થતા સંખ્યા 18225 થઈ છે. સામે પક્ષે 27 જેટલાં નવાં શહેરો વધ્યા છે. ગુજરાતની કુલ વસતિમાંથી 57.09 ટકા એટલે કે 3,46,94,609 લોકો ગામડામાં અને 42.06 ટકા અર્થાત 2,57,45,033 લોકો શહેરી વિસ્તારોમાં વસવાટ કરે છે. કુલ વસતિમાં સ્ત્રી અને પુરુષની ટકાવારી અનુક્રમે 41.06 ટકા અને 43.5 ટકા છે. દેશમાં ભણતર પ્રત્યે વધેલી જાગરુકતાની અસર ગુજરાતમાં પણ જોવા મળી છે. અહીંયા સાક્ષરતાનું પ્રમાણ વધ્યું છે. 2001માં સાક્ષરતાનો દર 69.14 ટકા હતો જે 2011માં વધીને 78.03 ટકા થયો હતો. મહિલાઓમાં પણ શિક્ષણની જાગ્ાૃતિ વ્યાપક પ્રમાણમાં જોવા મળી છે. રાજ્યમાં 1,22,48,428 મકાનોની ગણતરી કરવામાં આવી હતી. 6.04 કરોડ કરતા વધુ વસતિમાં 0થી 6 વર્ષની ઉંમરના બાળકોની સંખ્યા 77,77,262 હતી. અનુસૂચિત જાતિની વસતિ 40,74,447 અને અનુસૂચિત જનજાતિની જનસંખ્યા 84,17,174 અને કામદારોની સંખ્યા 2,47,67,747 નોંધાઈ છે.