વર્ષ ર૦૧૯માં 10.92 લાખ વિદેશી પ્રવાસીઓ ભારતની મુલાકાતે

પ્રવાસન મંત્રી પ્રહલાદસીહ પટેલે જણાવ્યું છે કે વર્ષ ર૦૧૯માં દસ લાખ બાણુ હજાર વિદેશી પ્રવાસીઓ ભારતની મુલાકાતે આવ્યા હતા અને આગામી પાંચ વર્ષમાં તેમની સંખ્યા બમણી કરવા ઉપર ધ્યાન કેન્દ્રિક કરાયું છે. દિલ્હીમાં પત્રકારો સાથે વાતચીત કરતાં તેમણે કહયું કે વર્ષર૦૧૮માં દસ લાખ બાર હજાર વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા. તેમણે કહયું કે કેન્દ્ર સરકારે પ્રવાસીઓની સલામતીને ટોચની અગ્રતા આપી છે. તેમજ ભારતના પ્રખ્યાત પર્યટન સ્થળોએ આંતરરાષ્ટ્રીય દરજજાની સુવિધાઓ આપવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરાયું છે