લોસભાની ચૂંટણીમાં ભાજપના કાર્યકરો 100 મીટરની મર્યાદામાં રહેવાના બદલે ત્યાં પ્રચાર કરતાં હોવાથી તેનો વિરોધ કરાતાં ગાળા ગાળી થઈ હતી. કોંગ્રેસના મહિલા મોરચાના પ્રમુખ અને વલસાડ જિલ્લા પંચાયતના સભ્ય જયશ્રી હરીશ પટેલે સેગવા ગામના સરપંચ રમીલાબેન પટેલ અને માજી સરપંચ સુલેમાન શેખ સહિત ના ભાજપ ના કાર્યકર્તાઓ સાથે ગાળાગાળી પર ઉતરી પડ્યા હતા. મહિલા કોંગી અગ્રણીએ પોલીસની હાજરીમાં ભાજપના કાર્યકરોને બીભત્સ ગાળો ભાંડી હતી. ગાળો ભાંડવાનું ઓછું હોય તેમ તે ભાજપ ના કાર્યકરોને મારવા દોડ્યા હતા.
સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારીને ભાજપે પોલીસને આપ્યો હતો. જે લોકો સુધી પહોંચતો કરાયો હતો. ગામના સરપંચ રમીલા પટેલે કહ્યું હતું કે, દરેક ચૂંટણીમાં જયશ્રી ગાળો બોલે છે. તે સામેથી મુદ્દો ઊભો કરીને ગાળો આપે છે. પોલીસની હાજરીમાં તે ગાળો બોલે છે. 25 એપ્રિલ 2019 સુધીમાં તો આ વિડિયો ગદેર ઘરમાં પહોંચી ગયો હતો. જયશ્રી દરેક ચૂંટણીમાં ગાળો બોલતી હોવાથી ભાજપના કાર્યકરોએ તેનું વિડિયો શુટીંગ કરવાનું નક્કી કરી લીધું હતું. જે છટકામાં જયશ્રી આબાદ ઝડપાઈ ગયા હતા.