વલસાડ ભાજપને હનીટ્રેપ નડી રહી છે

વલસાડ લોકસભાનાં ભાજપાનાં ઉમેદવાર ડો.કે.સી.પટેલ મતદારોના વિરોધનો સામનો કરી રહ્યાં છે. તેમના ભાઈ તેમની સામે તો છે જ પણ લોકોએ પણ કે સી પટેલ સામે મોરચો માંડી દીધો છે. ભાજપના ગુજરાતના નેતાઓએ અહીં સ્થિતી સુધારવા પ્રયાસ કર્યા પણ તેમની કારી ફાવી નથી.
8 એપ્રિલ 2019માં ચીખલી તાલુકાનાં ખાંભડા ગામે સભાને સંબોધે એ પહેલા જ કેટલાક આદિવાસીઓએ ડો.કે.સી.પટેલનો વિરોધ કર્યો હતો. ચીખલી તાલુકા ભાજપ પ્રમુખ ડો.અશ્વિન પટેલે ખોટા તત્વોને બહાર કાઢો એમ મંચ ઉપરથી જણાવતા એક તબક્કે વાતાવરણમાં બંને જૂથ વચ્ચે ઉશ્કેરાટ વ્યાપી ગયો હતો. એક કલાક પછી સભા માંડ ચાલુ થઈ શકી હતી.
આદિવાસીઓએ ભારતમાલા પ્રોજેક્ટ રદ કરો જેવા સૂત્રોચ્ચાર શરૂ કરી દેતાં સભા ચાલુ થાય એ પહેલા જ ભાજપનાં નેતાઓમાં સન્નાટો વ્યાપી ગયો હતો. સભા તો શરૂ થઈ પણ કોઈએ ફ્યુઝ કાઢી વીજળી ગુલ કરી દીધી હતી. જનરેટર લાવીને સભા ચાલુ કરવી પડી હતી. અહીં રૂઢી પ્રથા પ્રમાણે ગ્રામસભાએ ઠરાવ કર્યો છે કે, રાજકીય પાર્ટી ગ્રામસભાની પરમિશન વગર અમારા ગામમાં પ્રવેશી સભા કે મીટીંગો કરી શકશે નહીં.

ભાજપના ઉમેદવાર કે. સી. પટેલ સામે આદિવાસી સમાજ ઊભો થયો છે. કે. સી. પટેલના ભાઈ ડી. સી. પટેલને ટિકિટ ન મળવાના કારણે તેઓ પક્ષથી નારાજ છે. હવે આદિવાસી પ્રજા પણ નારાજ છે.
આદિવાસી સમાજના આગેવાન રમેશ પટેલે જણાવ્યું હતું કે, અમે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરવા માટે નથી આવ્યા. આમારા પ્રશ્નો સાંભળતા નથી એટલે આવ્યા છીએ. અહીં નાલાયક માણસોનું કામ નથી. એટલે અમે ભાજપની આ સભાનો વિરોધ કરીએ છીએ. કે. સી. પટેલ પાંચ વર્ષ સાંસદ તરીકે રહ્યા તો પાંચ વર્ષમાં તેમણે અમારા સમાજના કેટલા પ્રશ્નો ઉઠાવ્યા? અમારા સમાજની ત્રણ હજાર કરોડ રૂપિયાની ગ્રાન્ટ પાછી જતી રહી છે. તેનું શું કારણ હતું તે બાબતે અમારા પ્રશ્નો હતા. પણ અમારા પ્રશ્નો સાંભળવાની જ ના પાડી છે એટલે અમારો આદિવાસી સમાજ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યો છે અને જ્યાં પણ ભાજપની મિટિંગ થશે ત્યાં અમારા આદિવાસી સમાજના લોકો તેનો વિરોધ કરશે.
હનીટ્રેપ
હની ટ્રેપવાળા કેસમાં કેસી પટેલ સામે આક્ષેપો થયા હતા. તે મુ્દદો હવે ઉછળી રહ્યો છે. હનીટ્રેપમાં સપડાયેલા હાલના સાંસદ ડૉ.કે.સી.પટેલના હરીફ અને સગાભાઇ ડૉ.ડી.સી.પટેલ નારાજ થતાં તેમણે ભાજપનું વોટ્સએપ ગૃપ છોડી દીધું હતું.

ભાઈ નારાજ
વલસાડ લોકસભાની બેઠક પરથી ઉમેદવારની જાહેરાત થતાં જ ચાલુ સાંસદ ડો. કે.સી. પટેલ – કિશન ને પોતાના ઘરમાંથી જ વિરોધનો સામનો કરવાનો વારો આવ્યો છે. તેમના ભાઈ ડો.ડી. સી. પટેલ ભાજપ અને ભાઈની નેતાગીરીથી નારાજ ચાલી રહ્યા છે. ડી. સી. પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર જીતુ ચૌધરીને આવકારીને બન્ને ભેટ્યા હતા. ભાજપના ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલે તે તસવીરો લોકોને આપી હતી. ડી. સી. પટેલ અને જીતુ ચૌધરી વચ્ચેની મુલાકાતને ભાજપ માટે સારા સંકેત ગણવામાં આવી રહી નથી. બન્ને વચ્ચે ચોક્કસ મુદ્દા પર વાતચિત થઈ હતી. શું થઈ તે હવે તેમનું વર્તન બતાવશે. ભાજપના કાર્યકરોની માંગણી હતી કે, 2019માં વલસાડ બેઠક પરથી સાંસદ કે.સી. પટેલના બદલે ડી. સી. પટેલને ટિકિટ આપવામાં આવે. પરંતુ ભાજપ હાઈકમાન્ડે કે. સી. પટેલને રિપીટ કરતા ડી. સી. પટેલે પોતાની નારાજગી જાહેર કરી હતી. જીતું ચૌધરી અને ડી સી પટેલ બન્ને વર્ષો જુના રાજકીય મિત્રો છે. મુલાકાત મિત્રતાભાવે થઈ હતી. આશિર્વાદ લેવા માટે આવ્યા હતા.
ભાઈને ફરી ટિકિટ કજીયાનું કારણ
ડો. ડી.સી. પટેલને એવું હતું કે, આ વખતે ભાજપા પોતાના મોટાભાઈને ફરી ટિકિટ નહી આપે અને તેમને આપશે, પરંતુ ભાજપે વલસાડમાં કે.સી. પટેલને રિપીટ કરતા નાનાભાઈ ડો. ડી.સી. પટેલ નારાજ થઈ ગયા છે. અને ખુલ્લેઆમ નારાજગી પણ વ્યક્ત કરી રહ્યા છે. ડો. ડી.સી.પટેલ દરમપુરમાં એક સક્રિય તબીબ છે. તેઓ તબીબના વ્યવસાયની સાથે સામાજિક કાર્યો પણ કરે છે. તેઓ સર્પદો, ઉજાગર અભિયાન પણ ચલાવે છે. ડી.સી.પટેલે વલસાડ લોકસભા બેઠક પરથી દાવેદારી કરી હતી અને તેમનું નામ પણ પેનલમાં આગળ ચાલી રહ્યું હતું.
તેમણે જાહેર કર્યું હતું કે, હું એકલો નારાજ નથી, અમારો સમગ્ર આદીવાસી સમાજ ડે. કે.સી. પટેલને ટિકિટ આપતા નારાજ થયો છે. મને ટિકિટ મળવાની છે એવું જાણીને આદીવાસી સમાજના લોકો ઘણા ઉત્સાહમાં હતા. પરંતુ, મારા મોટાભાઈને ફરી ટિકિટ મળતા અમારા સમાજના લોકો નિરાશ થયા છે, હું પણ નિરાશ થયો છું. 2009ની લોકસભા ચૂંટણીમાં પણ હું ડો. કે.સી. પટેલની વિરુદ્ધ ચૂંટણી લડ્યો હતો. માત્ર સાત હજાર જેવા માર્જિન મતથી હાર્યો હતો. ત્યારબાદ 2014માં પણ હું ઈલેક્શન લડવાનો હતો. પરંતુ બાદમાં મારા ભાઈ સામે હું તેમની માટે ચૂંટણી ના લડ્યો અને તેમને જીતાડવા માટે તનતોડ મહેનત કરી હતી. પરંતુ આવખતે મને ટિકિટ મળવી જોઈએ તેને બદલે મારા ભાઈને ટિકિટ મળી જેથી આ નારાજગી છે.
તેમના મોટા પ્રમાણમાં સમર્થકો થનગની રહ્યા હતા કે ડી.સી.પટેલને ટીકીટ મળશે અને ઉત્સાહ સાથે પ્રચાર માટે તૈયારી કરી ચુક્યા હતા.પરંતુ ગઈકાલે ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડે કે.સી.પટેલને ટીકીટ આપતા રાજકારણ ગરમાયું હતું.ડી.સી.પટેલ ઉપર તેમના સમર્થકોના થોકબંધ ફોન ગયા હતા અને તેમણે આક્રોશ ઠાલવ્યો હતો.
ડી. સી. પટેલની પોતાની હોસ્પિટલ
ડી.સી.પટેલ ધરમપુરમાં પોતાની હોસ્પિટલ ચલાવે છે. લોકોમાં તેઓ પ્રિય છે.
2014ની ચૂંટણી સમયે ભારતીય જનતા પક્ષના મોવડી મંડળએ તેમને માનવી લીધા હતા. ટિકિટ આપવાની ચોક્કસ બાંહેધરી આપીને મનાવવામાં આવ્યા હતા. પરંતુ આ વખતે તેમને આપેલા વાયદાઓ પુરા નહિ થતા તે વિફર્યા છે. ડી.સી.પટેલને કારણે ભાજપે બેઠક ગુમવવી પડે તેવી સંજોગો છે. એન્ટી ઈનકમ્બન્સીનો સામનો કરી રહ્યા છે. 5 વર્ષમાં કેસી પટેલ લોકો સાથે જોવામાં આવ્યા નથી.
ફરીયાદ કરનારી યુવતી પર જ બ્લેક મેઈલીંગની વળતી ફરીયાદ કરવામાં આવી હતી. કેસી પટેલ માટે આ વખતે જીતનો રસ્તો આસાન નથી.
ભાઈને ભાઈએ હરાવ્યા
2009ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે પોતાના ઉમેદવાર તરીકે વ્યવસાયે ડોક્ટર એવા ડી.સી.પટેલને પસંદ કર્યા હતા. એ સમયે તેમના સગાભાઈ ડૉ.કે.સી.પટેલ ચૂંટણી પ્રચારથી વિમુખ થયા હતા. તેમના જ ભાઈને હરાવી દીધા હતા.
વલસાડ જીતે તે રાજ કરે
વલસાડ જે પક્ષ જીતે એ પક્ષની કેન્દ્રમાં સરકાર બને છે અને રાજ કરે છે. વધું વાંચો

http://allgujaratnews.in/wp-admin/post.php?post=8810&action=edit