વલસાડ લોકસભા બેઠક જીતે તે સીકંદર

ગુજરાતની 26 બેઠકો પૈકી વલસાડ બેઠકનું દેશના રાજકારણમાં આગવું મહત્વ છે. આદિવાસી પ્રભુત્વ ધરાવતી વલસાડ  લોકસભા બેઠકમાં વલસાડ, ડાંગ અને નવસારીનો વાંસદા વિસ્તારનો સમાવેશ થાય છે. કેન્દ્રમાં સરકાર બનવતી તમામ પાર્ટી એ વલસાડ બેઠક અચૂક જીતવી પડે છે. જે વલસાડ જીતે તે સીકંદર બને છે.

રાજકારણમાં અંધશ્રદ્ધા ભરપુર છે. પણ વલસાડમાં તો તથ્યો અને રેકર્ડ કહે છે કે, ભારતમાં સરકાર બનાવવી જોય ચો વલસાડ લોસભા બેઠક જીતો. આઝાદી બાદ દરેક પક્ષ માટે શુકનવંતી એવી વલસાડ બેઠકનો જાદુ દરેક વખતે રહ્યો છે.

1952થી 1977 સુધી ભારતમાં  કોંગ્રેસનું એકચક્રી શાસન રહ્યું હતું. ત્યારબાદ જનતા મોરચાની મોરારજીની જનતા સરકાર બની ત્યારે વલસાડ મોરારજી જેસાઈના પક્ષે જીત મેળવી હતી અને તેઓ વડાપ્રધાન થયા હતા. ત્યારથી લઈને આજ સુધી વલસાડને શકનવંતી બેઠક માનવાનું શરૂં થયું હતું. તે સમયે ઉમેદવાર નાનુભાઈ પટેલ કોંગ્રેસ છોડી જનતા પક્ષ તરફથી વલસાડ લોકસભાની ચૂંટણી જીત્યા હતા. ત્યાર પછી ફી ઈન્દીરા ગાંધી વડાપ્રધાન થયા ત્યારે  1980માં વલસાડની બેઠક કોંગ્રેસના ઉત્તમ હરજી જીત્યા હતા. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારે તેમનો પક્ષ ભાજપ પણ વલસાડ સર કર્યું હતું.

આમ વલસાડ કાયમ જીતે છે તે ચૂંટણી જંગ જીતે છે.

1177 સુધી તમામ કોંગ્રેસના સાંસદ ચૂંટાયા અને કોંગ્રેસની સરકાર રહી

1977 નાનુભાઈ પટેલ – જનતા પાર્ટી – મોરારજી દેસાઈ – વડાપ્રધાન

1984 ઉત્તમભાઈ હરજીભાઈ – કોંગ્રેસ – ઈંદિરા ગાંધી વડાપ્રધાન

1989 અર્જુન પટેલ  – જનતા દળ –  વીપી સિંહ વડાપ્રધાન

1991 ઉત્તમભાઈ હરજીભાઈ – કોંગ્રેસ  – કોંગ્રેસની સરકાર

1996 મણીભાઈ ચૌધરી – ભાજપ – અટલ બિહારી વાજપેઈ વડાપ્રધાન

2004 કિશન પટેલ – કોંગ્રેસ – મનમોહનસિંહ વડાપ્રધાન

2009 કિશન પટેલ – કોંગ્રેસ – મનમોહનસિંહ વડાપ્રધાન

2014 ડૉ કે સી પટેલ – ભાજપ – નરેન્દ્ર મોદી વડાપ્રધાન

આમ દરેક વખતે વલસાડ લોકસભા બેઠક પર જીતેલા ઉમેદવારની જ સરકાર કેન્દ્રમાં બની હતી.

13 ફેબ્રુઆરી 2019માં ભાજપે ધરમપુર ખાતે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં ક્લસ્ટર બેઠક કરી હતી. તો સામે કોંગ્રેસે અહીં રાહુલ ગાંધીની જાહેર સભા 14 ફેબ્રુઆરી 2019માં કરી હતી.