વસ્ત્રાલમાં બે વર્ષથી ખુલ્લી જમીનમાં ભરાતાં બિમારી વકરી

વસ્ત્રાલ વિસ્તારમાં 2 વષૅ પહેલા ગટરની મેઈન લાઈનમાં ભંગાણ પડેલું છે, જેનો હજુ સુઘી નીકાલ આવેલો નથી જેના પરીણામ સ્વરૂપે ગટરનું દુર્ગંધ યુક્ત પાણી ખાલી પડેલી જમીનના પ્લોટમાં વહી રહ્યુ છે, ગટરના પાણીથી પ્લોટો લગભગ 2 ફુટ જેટલા ભરાઈ ગયેલા છે, આ પાણી જમીનમાં ઉતરવાને કારણે ભુગર્ભ જળ દુષીત થવાની સંભાવના ઊભી થઈ છે. લોકોની બિમારી અહીં વધી રહી છે.
વસ્ત્રાલમાં વિકાસ થઈ રહેલા વિસ્તારમાં લોકો પીવા માટે બોરના પાણીનો ઉપયોગ કરે છે જે ભુગર્ભમાં ગટરના પાણી ભળવાને લીઘે દુષિત થવાની સંભાવના રહેલી છે, પાણીનો પીવામાં ઊપયોગ કરવાને કારણે સ્થાનીકોમાં કમળ। તથા જેરી મેલેરીયા જેવા રોગ થવાનો ભય ઊભો થયો છે. સ્થાનીકો એ આ વાતની જાણ તંત્ર તેમજ તમાત સત્તાઘિકારી સમક્ષ કરી હોવા છતા કશુ મળ્યુ નથી. તંત્ર દ્વારા કોઈ જવાબ અપાયો નથી. ગંદા પાણીથી ગંભીર બિમારી અને રોગચાળાથી વસ્ત્રાલ વાસીનો ભોગ લેશે ?
Bottom ad