વાંચન અને વાંચનાલય ઘટતા સાહિત્યની ઉઠાંતરિ વધી

વાંચનની ટેવ તો ઘટી જ રહી છે પરંતુ, સામાન્ય નાગરીકો પણ પોતાના ઈતિહાસ ગ્રંથોથી દૂર થઈ રહ્યા છે. કટ કોપી અને પેસ્ટની વૃત્તિ વધતા ગુજરાતી જનમાનસ મૌલિક સર્જનને બદલે સાહિત્યિક ઉઠાંતરી પ્લેજિયારિઝમ વધી રહ્યુ છે. એટલું જ નહીં, રાજ્યના શિક્ષણ વિકાસનો આંક પણ ૮માં સ્થાને સરકવા પાછળનું એક પરીબળ પણ સ્કૂલોમાં ગ્રંથપાલોની ગેરહાજરી છે. રાજ્યની સેંકડો સ્કૂલો, કોલેજો, ગ્રાન્ડેટ અને સરકારી લાઈબ્રેરીઓમાં અભ્યાસુ વિદ્યાર્થીને પુસ્તક સુધી પહોંચાડનાર ૫૬૦૦થી વધારે ગ્રંથપાલોની જગ્યા ખાલી છે અને ગુજરાત સરકાર ૯ વર્ષથી ‘વાંચે ગુજરાત’નો ઢોલ પિટી રહી છે. વાંચને વધુ પ્રોત્સાહનને બદલે માત્ર પ્રચારાત્મક રહેલા ‘વાંચે ગુજરાત’ ઢોલના અવાજમાં અદર્શ્ય રહેલી વાસ્તવિકતા હવે ધીરેધીરે બહાર આવી રહી છે. ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલય- એનઆઈઆરએફ રેન્કીંગમાં ટોપ-૧૦માં ગુજરાતની એક પણ શૈક્ષણિક સંસ્થાનો સમાવેશ થયો નથી. જે દર્શાવે છે કે સાહિત્ય, ભાષા, ગણિત, વિજ્ઞા।ન, ઈતિહાસજ્ઞા।ન, તર્કથી લઈને બૌદ્ધિક કૌશલ્યની કેળવણીક્ષેત્રે ગુજરાતની આવતીકાલ માટે અંધારું આગળ વધી રહ્યુ છે. ગ્રંથપાલ વગરની શાળાઓ અને કોલેજોમાં સંશોધનાત્મક કાર્ય કે નવોન્મેષ પ્રકલ્પોની વૃતિ સાવ મૃતપાય થઈ રહી છે. જેની અસર ગુજરાતના સર્વંગી માનવ સુચકઆંકને થઈ છે. આવા અનેક મુદ્દાઓને લઈને ગ્રંથાલય અને માહિતી વિજ્ઞા।નના ૧૦૦૦થી પણ વધારે લાયકાતી ગ્રંથપાલો, ચિંતકોએ મંગળવારે ગાંધીનગરમાં પ્રતિકાત્મક ઉપવાસની ચીમકી આપી છે