વાંરવાર વીજ ધાંધિયાને કારણે નવી હળિયાદ ગામના લોકોના ધરણા

બગસરા,તા.11

અમરેલી જીલ્લાના બગસરા તાલુકાની નવી હળિયાદ 66 કેવી નીચે આવતા ગ્રામ્ય વિસ્તારમાં અવારનવાર વીજ પુરવઠો ખોરવાઇ જાય છે. જેને કારણે લોકોને અનેક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોય છે. જેના વિરોધમાં છ ગામના ખેડૂતોએ સ્ટેશનનો  ઘેરાવો  કરતા વિજ અધિકારી સહિત પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી.  નવી હળીયાદ 66 કેવી સબ સ્ટેશન માં છેલ્લા ઘણા સમયથી વીજ ધાંધિયા સર્જાયતા હોય છે. વારંવારની રજૂઆત કરવા છતાં પણ તેન નિવડો આવતો ન હતો. વીજ અધિકારીઓને અવાર નવાર રજૂઆત કરવા છતાં કોઇ જ કાર્યવાહી ન થતાં આસપાસના ગામના સરપંચો સહિત ખેડૂતોએ પણ 66 કેવી નવી હળિયાદ દોડી ગયેલ અને ગામની બહેનો સહિત લોકો મોટી સંખ્યામાં ૬૬ કેવીના મેદાનમાં જ ધરણા પર બેસી ગયાં હતાં. લોકોના ઉપવાસ આંદોલન કારણે  બગસરા નાયબ ઇજનેર અને પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી.  ત્યારે આ અંગેની વધુ જાણવા મળ્યા મુજબ 66 કેવી નવી હળીયાદ નીચે આવતા તમામ ગ્રામ્ય વિસ્તારમાં ખેતીવાડી તેમજ જ્યોતિગ્રામ યોજનામા સમાવેશ થયેલ છે ત્યારે હાલ ઘણા કેટલાક સમયથી વીજપુરવઠો અવાર નવાર ખોવાઈ જતો હોય જેથી ગામના લોકો એ બગસરા p.g.v.c.l નાયબ ઇજનેર સમક્ષ લેખીત અને મૌખીક અનેક વાર રજુઆત કરેલ છતાં કોઈ જ કાર્યવાહીના થતાં અંતે ગામ લોકોની ધીરેજ ખૂટી ગઇ હતી.  ગામ લોકોએ 66 કેવી સબ સ્ટેશન એ દોડી જઇને ૬૬ કેવીના મેદાનમાં આંદોલન શરૂ કરી દીધું હતું જેમાં નવી હળીયાદ જુની હળિયાદ ડેરીપીપરીયા ગામ લોકો તેમજ સરપંચો પણ બહોળી સંખ્યામાં લોકો આંદોલનમાં જોડાયાં હતાં.

ખેડૂત આગેવાન બાબુભાઇએ જણાવ્યું હતુંકે વારંવારની વિજળી ગુલ થઇ જતાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે અને ખાસ કરીને જ્યારે ખેતીની સિઝનમાં જ વિજળી ગુલ થઇ જતાં ખેડૂતોને સહન કરવારનો વારો આવ્યો છે. ત્યારે વીજ કંપનીના અધિકારીઓની ઉઘ ઉડાડવા માટે આ કાર્યક્રમ ઘડાયો હતો.