વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 રાષ્ટ્રના પ્રમુખ સહિત 125 મહાનુભાવોની હાજરીમાં વાઇબ્રન્ટ ગુજરાતની 9મી સમિટનું ઉદ્ધાટન કરશે. વાઇબ્રન્ટ સમિટના 16 વર્ષમાં અત્યાર સુધી 70 હજારથી વધુ એમઓયું થયા છે જ્યારે એક્ચુઅલ રોકાણનો સ્પષ્ટ આંકડો જાહેર કરવાનું સરકાર ટાળે છે.
સરકારનો રોકાણના આંકડાઓને ગુપ્ત રાખવાનો પ્રયાસ
1.વાઇબ્રન્ટ સમિટમાં હવે રોકાણના આંકડા અને વિકાસના વાયદા નહીં પણ સરકાર શું કરશે, કેવી રીતે કરશે અને ક્યારે કરશે તેના પર સૌની નજર છે. આજે ઉદ્ઘાટન કાર્યક્રમમાં વડાપ્રધાનની સાથે મંચ પર ટોચના 19 ઉદ્યોગપતિઓ પણ હાજર રહેશે. 15 દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા છે. 115 દેશોના 36 હજારથી વધુ પ્રતિનિધિઓ અને 26 હજારથી વધુ કંપનીઓ ભાગ લેશે એવી જાહેરાત પણ સરકાર દ્વારા કરવામાં આવી છે. આ વાઇબ્રન્ટ સમિટ પર સૌની નજર એ કારણે પણ છે કે આ વખતે રોકાણના આંકડાઓ જાહેર કરવામાં આવશે કે નહીં? અગાઉ મંચ પરથી જ તત્કાલીન મુખ્યમંત્રી મોદી અને ટોચના ઉધોગપતિઓ પણ રોકાણની જાહેરાતો કરતા હતા. 2013 અને 2017માં આંકડાઓની જાહેરાત કરવામાં આવી નહોતી. સરકાર રોકાણની રકમના આંકડાઓને રહસ્ય રાખવાનો પ્રયાસ કરતી હોય એવો માહોલ છે.
આંકડાઓ એ જુમલેબાજીઃ 8 સમિટમાં માત્ર 13% ખરેખર રોકાણ થયું
2.
વાઇબ્રન્ટ સમિટ વર્ષ MOUs
વર્ષ – સૂચિત મૂડીરોકાણ – ખરેખર મૂડીરોકાણ
2003 80 – 66 હજાર કરોડ 30 હજાર કરોડ
2005 227 – 1 લાખ કરોડ 37 હજાર કરોડ
2007 454 – 4.65 લાખ કરોડ 1.07 લાખ કરોડ
2009 3364 – 12.39 લાખ કરોડ 1.08 લાખ કરોડ
2011 8380 – 20.83 લાખ કરોડ 29 હજાર કરોડ
2013 17719 – રિપોર્ટ મુજબ- 5.47 લાખ કરોડ 1.6 લાખ કરોડ
2015 21304 – 25 લાખ કરોડ 3 લાખ કરોડ
2017 24474 – રિપોર્ટ મુજબ 15 લાખ કરોડ 3.30 લાખ કરોડ
કુલ 76002 – 85 લાખ કરોડ 11 લાખ કરોડ
ઉદ્યોગ કમિશનરની વેબસાઈટ પર માત્ર 11 લાખ કરોડના મૂડી રોકાણના આંકડા
3.16 વર્ષમાં 8 સમિટમાં 85 લાખ કરોડ રૂપિયાના 76002 મૂડીરોકાણના કરાર થયા હતા. પણ રાજ્ય ઉદ્યોગ કમિશનરની વેબસાઇટના આધારે 11 લાખ કરોડનું જ ખરેખર મૂડીરોકાણ થયું છે. એટલે કે આ કુલ મૂડીરોકાણનું 13 ટકા જ રોકાણ છે.