વાસણ સેક્સ કાંડમાં ગુજરાત ભાજપના જીતેન્દ્ર વાઘાણી અને વિજય રૂપાણી મૌન

તસવીર વાસણ આહીરના ખરા પત્નીની છે.

ભાજપની રૂપાણી સરકારના પ્રવાસન પ્રધાન વાસણ આહીરનું સેક્સ કૌભાંડ બહાર આવ્યા છતાં ભાજપ એકાએક મૌન બની ગયો છે. આ સેક્સની વાતો પોતાની બે પ્રમિકા સાથે બિભત્સ ભાષામાં વાત કરતાં હોય એવી ફોનની ઓડિયો ટેપ ગુજરાતના દરેક લોકો સુધી પહોંચી ગઈ છે. ભાજપના 61 વર્ષના પીઢ નેતાએ આ બન્ને મહિલાઓ સાથે કામલીલા કરવામાં કંઇ બાકી રાખ્યું નથી. વાસણ આહીર ભાજપની હોદ્દાદારને તો જાહેરમાં પોતાની બેટી ગણાવતાં હતા. પણ ખાનગીમાં તે નેતી સાથે શારીરિક અનૈતિક સંબંધો બાંધ્યા હતા. આવી ગંભીર બાબાત હોવા છતાં ભાજપના તમામ નેતઓ મૌન બની ગયા છે. આ અંગે કોઈએ તેનો વિરોધ કર્યો નથી. તેનો સીધો મતલબ કે ભાજપ તેમની કામલીલાને અને પાપલીલાને મંજૂરી આપી રહ્યો છે. આવી નફ્ફટાઈ ગુજરાતના રાજકાણમાં છેલ્લાં 18 વર્ષથી જોવા મળી રહી છે.

ભાજપના પ્રદેશ પ્રમુખ જીતેન્દ્ર વાઘાણી, પ્રદેશ મંત્રી ભીખુ દલસાણીયા, કે સી પટેલ, ભાજપના પ્રવક્તા ભરત પંડ્યા અને ભાજપના એક ડઝન નેતાઓ પક્ષ માટે જવાબદાર છે તેઓ મૌન બની ગયા છે. જે બે યુતીઓ સાથે વાસણ આહીરને સેક્સ સંબંધો હતા તે બન્ને ભાજપની કાર્યકર અને ચૂંટાયેલી પ્રતિનિધિ છે. તેમ છતાં અમિત શાહ પણ નૈતિકતા બતાવી શક્યા નથી.

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની પ્રથમ ફરજ હતી કે આ કાંડ બહાર આવ્યા બાદ વાસણ આહીરનું રાજીનામું લઈ લેવું. પણ તેમ કરવામાં તેઓ નિષ્ફળ રહ્યાં છે.

મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ક્યારે તેમનું રાજીનામું લઈ લે છે તે પક્ષના થોડા સંનિષ્ઠ કાર્યકરો રાહ જોઈ રહ્યાં હતા. પણ વિજય રૂપાણીએ તેમનું રાજીનામું લીધું નથી. વાસણ આહિરનું સેક્સ કાંડ બહાર આવતાં ભાજપના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પર દબાણ વધી રહ્યું છે કે, વાસણ આહિરનું તુરંત રાજીનામું લઈ લેવામાં આવે. કારણ કે જે ઓડિયો ટેપ બહાર પાડી છે તેની પાછળ ભાજપના જ એક નેતા હોવાનું માનવામાં આવે છે. એટલે મુખ્ય પ્રધાન તેમનું રાજીનામું તુરંત લઈ લે એવું માનવામાં આવી રહ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ સેક્સ કાંડમાં દરમિયાનગીરી કરશે એવું બધા માનતાં હતા. જોકે ભાજપની અગાઉની નરેન્દ્ર મોદીની સરકારમાં પણ પ્રધાનોના કૌભાંડ બહાર આવ્યા ત્યારે તેમની રાજીનામાં લેવાના બદલે તેમને છાવરવામાં આવ્યા હતા. છેલ્લે મોદીના પ્રધાન હરી ચૌધરીનું રૂ.2 કરોડનું લાંચ લેવાનું કૌભાંડ બહાર આવ્યું ત્યારે પણ તેમનું રાજીનામું લીધું ન હતું. હત્યા કેસમાં અમિત શાહની ધરપકડ થઈ ત્યારે તેમનું રાજીનામું લેવાયું ન હતું.

નલિયાકાંડના કારણે ચર્ચામાં આવેલા કચ્છમાં ફરી એક વાર રાજકારણીઓની કામલીલાને ઉજાગર કરતો કિસ્સો પ્રકાશમાંતો આવ્યો પણ પણ વાણસ આહિરનું રાજીનામું ન લેવું એવી સલાહ અમિત શાહે પોતાના કહ્યાગરા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને આપી હોવાનું માનવામાં આવે છે. ગુજરાતની ભાજપ સરકારના રાજ્યકક્ષાના પ્રવાસન પ્રધાનવાસણ આહિરની ઉપપત્ની હોવાની દાવો કરતી એક ભાજપની સ્થાનિક હોદ્દેદાર અને નેતી ખુદ પ્રધાન અને તેની પ્રેમિકા એવી ભાજપની સ્થાનિક મહિલા હોદ્દેદાર અને નેતીની ઓડિયો ટેપ કે જે ફોન પર વાતચિતની છે એવી 10 ટેપ બહાર આવી છે.