26 એપ્રિલ 2018ના રોજ અંજાર ખાતે સવારે કોંગ્રેસ દ્વારા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની ભાજપ સરકારના પ્રવાસન પ્રધાન વાસણ આહિરના રાજીનામાંની માંગણી કરવામાં આવશે. રેલી, ધરણા અને દેખાવો કરીને કચ્છની બેટી બચાવોના નારા લગાવાશે. વાસણ આહિરની ઓડિયો ટેપ બહાર આવી છે. જેમાં તેઓ બે મહિલાઓ સાથે અનૈતિક શારિરીક સંબંધ રાખતાં હોવાનું જાહેર થાય છે. તેઓ પોતે મહિલાઓને ન શોભે એવી ગાળો બોલે છે.
આ ઘટનાથી સમગ્ર ગુજરાતના લોકો આધાતમાં સરી પડ્યા છે. ગુજરાતના લોકો સમક્ષ આવી ગંભીર ઘટના આવી છતાં પણ કોંગ્રેસ ચૂંટણી સુધી ચૂપ હતો. હવે ચૂંટણી પૂરી થઈ ત્યારે તે મેદાનમાં આવ્યો છે. ચૂંટણી સમયે વાસણ આહિરના સેક્સ કાંડનો મુદ્દો ઊભો કર્યો હોત તો તે કોંગ્રેસના ફાયદા રૂપ બન્યો હોત. કોંગ્રેસના કાર્યકરો માને છે કે, ગુજરાત અને રાષ્ટ્રીય ટીવી ચેનલોએ વાસણ આહિરની સેક્સ ઓડિયો ટેપ બતાવી ન હતી. કારણ કે જો તેમ થાય તો ગુજરાત ભાજપની લોકસભાની બેઠક ઘટી જાય તેમ હતી. તેથી ટીવી માધ્યમે તેના પર પડદો પાડીને ભાજપનો બચાવ કરવા ઘણી ટીવી ચેનલોએ શોદાબાજી કરી હતી.
સવારે 10કલાકે અંજાર ખાતે રાજયમંત્રી વાસણ આહીર રાજીનામું આપે તે માંગ સાથે રેલી તથા આવેદનપત્ર કાર્યક્રમનો આરંભ લાખાભાઈ પ્રતિમા પાસેથી શરૂ થશે. બલરામ સર્કલ, ગંગાનાકા, કસ્ટમ ચોક ચાર રસ્તાથી ટાવર રોડ થઇ મામલતદાર કચેરી પાસે ગાંધીજી પ્રતિમા પાસે ઘરણા યોજી ત્યારબાદ અંજારના મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવશે.