તસવીર जनसत्ता
કોંગ્રેસના મોહનસિંહ રાઠવાએ ભાજપ સામે પોતાના વિધાનસભા 2017ની ચૂંટણીના પ્રચાર માટે જાદુગરનો સફળ ઉપયોગ કર્યા બાદ ભાજપે પણ 2017ની ચૂંટણી જીતવા માટે 50 જાદુગરોનો ઉપયોગ કર્યો હતો. હવે ગુજરાતની લોકસભાની 26 બેઠક માટે ભાજપ ફરી એક વખત કોંગ્રેસના આઈડિયા ચોરીને ચૂંટણી જીતવા માટે જાદુગરોનો સહારો લીધો છો. જે રીતે જાદુગર નોટ ગુમ કરી દે છે તેમાં આ જાદુગરો ભાજરતની ચલણી નોટ પાછી લાવી આપે એવા જાદુ પણ જાણે છે. ઉપરાંત ભાજપે ડીજે મ્યુઝિક સાથે નૃત્યાંગનાઓને પણ મેદાનમાં ઉતારી છે. તો કોંગ્રેસ ભાવ વધારો, મોંઘવારી, બેતકારી, નોટ બંધી, ગબ્બરસિંહ ટેક્સ જેવા મુદ્દાઓ ભાજપ કઈ રીતે ગુમ કરી દે છે. તે બતાવવા માટે જાદુગરોને કોંગ્રેસ મેદાને લાવવા વિચારી રહ્યો છે.
વિકાસની વાત જ્યારે ભાજપના નેતા કરી રહ્યાં છે ત્યારે તેની વાત પર પ્રજાને બહુ ભરોશો બેસતો નથી. તેઓ તુરંત મોંઘવારી, ગેસના ઊંચા ભાવ, પેટ્રોલ અને ડિઝલના ઊંચા ભાવ, કાશ્મિરમાં જવાનોની સૌથી વધુ હત્યા, ખેડૂતોની પરેશાની જેવા પ્રશ્નો લોકો પૂછવા લાગે છે. તેથી હવે સરકારના સારા પાસા લોકો વચ્ચે જાદુગરો લઈ જશે. પણ પ્રજાને પીડતા અને મુશ્કેલીમાં વધારો કરતાં કોઈ પ્રશ્નો જાદુગર ઊભા નહીં કરે.
ચૌકીદાર થીમ આધારીત 52 ડિજીટલ એલઈડી રથ ભાજપે તૈયાર કરીને રવિવારે મોકલી લીધા છે. એક રથનું ખર્ચ 29 લાખ થયું હોવાનો અંદાજ તેના ડ્રાઈવર બતાવી રહ્યાં છે. 51 હજાર બુથ પર 51 પ્રકારની પ્રચાર વસ્તુ ભાજપે દરેક ઉમેદવારને મોકલી છે. 13 વાન ડાન્સિંગ મ્યૂઝીક પર નાચ પણ રાજ્યભરમાં ગોઠવી દીધી છે.
ભાજપની સભામાં લોકો આવતાં નથી. તેથી આ સ્કીમ કદાચ કારગત નિવડશે.
મોટા જાદુગરે જાદુ કરી બધું ગુમ કરી દીધું
2017માં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જાદુગર અંગે કહ્યું હતું કે, દિલ્હીના જાદુગર ભાજપને ઓછા પડતાં તેઓ ગુજરાતની ચૂંટણીમાં જાદુગર લાવ્યા છે. શું એક જાદુગર ઓછો પડે છે કે બીજા જાદુગર બોલાવવા પડે છે. 8 નવેમ્બર 2016ના દિવસે રૂ.500 અને રૂ.1000ની નોટને ગાયબ કરવાનો જાદુ કરવામાં આવ્યો હતો. નોટબંધી કરી બ્લેકમની સફેદ કરવામાં આવ્યું. જય શાહે જાદુથી 50 હજારની કંપનીને 80 હજાર કરોડ સુધી પહોંચાડી દીધી. રાફેક વિમાન ઓછા કરીને ગુમ કરી લીધા. ગુજરાતની નેનો કાર પ્રજાને એક લાખમાં ન આપી પણ ટાટાને રૂ.33 હજાર કરોડ આપ્યા હતા. ઉદ્યોગપતિઓના કરોડો રૂપિયાની લોન ગુમ કરી દીધી છે. રોજગારી ગુમ કરીને બેકારીનો જાદુ કર્યો છે. 2 કરોડ લોકોને એક વર્ષમાં નહીં આપીને રોજગારી ગુમ કરી દીધી છે. દરેકને રૂ.15 લાખ આપવાનો જાદુ ન કરી શક્યા. ગેસના સિલિન્ડરના રૂ.400 ગુમ કરીને રૂ.950 કરી દીધા છે.