સ્ટ્રીટ લાઈટ મેઈન્ટેન્સ કોન્ટ્રાકટ માનીતી સીરેલુમ કંપનીને રૂ.125 કરોડનો અપાવવામાં અમદાવાદ મહાનગર પાલિકાના કમીશ્નર વિજય નહેરા આખરે સફળ રહયા છે. ભાજપના ભંડોળ માટે કામ કરતાં નેતાઓએ જે કામ પરત કરેલું તેમાં વિજય નહેરાનો વિજય થયો છે. ગોલમાલ તો ત્યાં છે કે, વીજળીનું મેઈન્ટેનન્સ જેમને આપેલું છે એ કંપની સામે વિજીલન્સ તપાસ ચાલે છે અને તે શરૂં વિજય રહેરાએ કરાવી હતી.
તપાસ પૂરી થાય તે પહેલાં જ શહેરી વીજ બત્તીની જળવણી માટે નવેસરથી ઠેકા જાહેર કરવામાં આવ્યા હતા. ભાજપના નેતાઓ અને અધિકારીઓની ગોઠવણ મુજબ એકમાત્ર સીટેલુમ કંપનીને જ લાયક જાહેર કરવામાં આવી હતી.
વિજય નહેરાએ સીરેલુમ કંપનીને કામ આપવા માટે માર્ગ અને મકાન સમિતિ સમક્ષ દરખાસ્ત રજુ કરી હતી. પરંતુ કંપનીની નબળી કામગીરી અને વીજીલન્સ તપાસના કારણોસર કમીટીએ દરખાસ્ત પરત મોકલી નવેસરથી ટેન્ડર જાહેર કરવા સુચના આપી હતી.
ફરી દબાણ
ગાંધીનગરથી આવેલ દબાણ બાદ સબ કમીટી એ રૂ.125 કરોડનું કામ માટે કોઈ જ ચર્ચા-વિચારણા વગર ભાજપના સભ્યોએ મન મારીને મંજૂર કરવું પડ્યું હતું. ગાંધીનગરથી રૂપાણી સરકારે જ દબાણ કર્યું કે નહેરા કહે તેમ કરો. ભાજપના અન્ય હોદેદારોએ પણ કોઈ વિરોધ કરી શક્યું નથી.
2014માં કૌભાંડ
ફ્રાન્સની સીરેલુમ કંપનીને 2014માં ઠેકો આપવામાં આવ્યો હતો, જેણે તમામ ઝોનમાં પેટા ઠેકા આપ્યા હતા. જેની મંજૂરી કંપનીએ લીધી ન હતી. સ્ટ્રીટલાઈટ મેઈન્ટેન્સમાં પણ કંપનીની કામગીરી અત્યંત નબળી રહી હતી.
રાજકીય અને અધિકારી સાથે મેળાપીપણા કરીને સોડીયમ લાઈટના સ્થાને એલઈડી લાઈટનો કોન્ટ્રાકટ પણ બારોબાર આપી દેવામાં આવ્યો હતો.
એલઈડી સાઈટ્સના થાંભલા બદલવા માટે પણ ઠેકાની પ્રક્રિયા વિના જ સીરેલુમ કંપનીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો.
અમપાના ખડી સમિતિના સભ્ય જતીન પટેલે આ મુદ્દે પુરાવા એકઠા કરી આપ્યા હતા. પણ તપાસ હજું ચાલે છે.