વિજય રૂપાણી આનંદીબેનને ઉથલાવીને કઈ રીતે સી.એમ. બન્યા? જાણો

ભાજપનો અંદરનો અહેવાલ

ગુજરાતના પહેલાં શક્તિશાળી મહિલા મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલને ખદેડીને તેમના સ્થાને કહ્યાગરા મુખ્ય પ્રધાન મૂકવા માટે અમિત શાહ આખરે સફળ થયા હતા. સત્તા પલટો કરાવવા માટે અનેક કાવાદાવા અમિત શાહે કર્યાં હતા. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સહયોગ આપ્યો હતો. આમ ભાજપના બન્ને નેતાઓએ સાથે મળીને આનંદીબેનને હાંકી કાઢ્યા હતા. અમિત શાહ ગુજરાતના મુખ્ય પ્રધાન બનવા માંગતા હતા. મોદીની સાથે રહીને આનંદીબેન અને અમિત શાહ કાયમ એકબીજાના રાજકીય દુશ્મન રહ્યાં છે. આજે 2019માં પણ છે. અમિત શાહે આનંદીબેન મુખ્ય પ્રધાન બને તેની સામે વાંધો ઉઠાવ્યો હતો. પણ મોદી વડાપ્રધાન બન્યા ત્યારે તેઓએ આનંદીબેનને 2014માં મુખ્ય પ્રધાન બનાવ્યા હતા. આનંદીબેનનો આગ્રહ હતો કે તેઓ વિધાનસભામાં સૌથી વરિષ્ઠ અને તમામ રીતે દાવેદાર છે. વડાપ્રધાન પર તેઓ આ રીતે દબાણ લાવ્યા હતા. અમિત શાહ તેથી નારાજ થઈને વર્તતા હતા. ત્યારે મોદીએ અમદાવાદ હવાઈ મથકે આવીને અમિત શાહની ભારે પ્રશંસા કરી હતી. તે સમયે બન્નેની બોડી કેમેસ્ટ્રી એવું કહેતી હતી કે બન્ને વચ્ચે કોઈ ગુપ્ત સમજૂતી થઈ છે.

શું હતું ષડયંત્ર ?

આનંદીબેનને સત્તા પરથી ગબડાવવા માટે ભાજપના ટોચના નેતાઓ એક બનીને ષડયંત્રો રચી રહ્યાં હતા. જેની ગંધ આનંદીબેનને આવી ન હતી. પહેલાં તો સરકાર ભ્રષ્ટાચારા આરોપો મૂકવા માટે પ્લાન તૈયાર કરાયો હતો. જેમાં અનાર પટેલનું જમીન કૌભાંડ વિરોધ પક્ષના નેતાઓ સુધી પહોંચાડી દેવાયું હતું. તે કૌભાંડ આનંદીબેનના સમાયમાં થયું જ ન હતું. અનાર પટેલની કંપનીને નરેન્દ્ર મોદીના સમયમાં ગીરના જંગલની નજીક રિસોર્ટ બનાવવા જમીન આપી હતી. આ બદનામી આપ્યા બાદ ગુજરાતના રાજકારણને હચમચાવી નાંખે ઓવી ઘટનાઓ આકાર લેવા લાગી હતી.

દલિત આંદોલન

ઉના ખાતે પોલીસે દલિતો પર અત્યાચાર કરવામાં આવ્યા હતા. તે મુદ્દાને આગળ ધરીને આનંદીબેનની સરકારને બદનામી સમગ્ર દેશમાં મળી હતી.

અનામત આંદોલન

અનામત આંદોલન એકાએક ઊભું થઈ ગયું હતું. જેમાં 25 ઓગસ્ટે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પર એકઠા થયેલા 10 લાખ પાટીદારોને હથિયાર બનાવીને આનંદીબેન પટેલની સરકાર સામે ષડયંત્ર રચી દેવામાં આવ્યું હતું. ભાજપના દિલ્હીના નેતાઓએ જીએમડીસી મેદાનને રાજકીય મેદાન બનાવી દીધું હતું. આનંદીબેન પટેલે 1 રૂપિયાના ભાડેથી પાટીદારોને સભા માટે મેદાન આનંદીબેને આપવા માટે મંજૂરી આપી હતી. આનંદીબેન હાર્દિક પટેલનું આવેદન પત્ર મેદાનમાં લેવા આવવાં માનસિક રીતે તૈયાર થઈ ગયા હતા પણ દિલ્હીને રજેરજના અહેવાલો આપતાં મુખ્ય પ્રધાનના સલાહકારે તેમને પ્રોટોકોલ આગળ ધરીને મેદાન પર આવવા ન લીધા. તેઓ મેદાન પર આવે એવો આગ્રહ રાખવા માટે આંદોલનકારી નેતાને એક એડવોકેટ દ્વારા ચિઠ્ઠી આપવામાં આવી હતી. અને તે પ્રમાણે તેમણે જાહેરાત કરી હતી.  મને ઉથલાવવા માટે ષડયંત્ર રચ્યું હતું. આપેલી ચિટ્ઠી આપેલી તેના આધારે હાર્દિક પટેલે જાહેર કર્યું કે અહીં જીએમડીસી ખાતે આવે.

સભા પૂરી થઈ ગઈ હતી. 500 જેટલાં કાર્યકરોને બાદ કરતાં બીજા 10 લાખ લોકો પોતાના ઘરે પહોંચી ગયા હતા. રાતના એકાએક પોલીસે આંદોલનકારીઓ પર લાઠીઓ વરસાવી, ઈરાદાપૂર્વ પત્રકારો પર પોલીસે હુમલા કર્યા. એટલા માટે કે તો જ ટેલિવિઝન પર જીએમડીસી મેદાન પરના પોલીસ અત્યાચારના લાઈવ ફૂટેજ બતાવી શકાય. જેવા ટીવી પર આ દ્રશ્યો બતાવવાનું શરૂ થયું તેની સાથે જ અમદાવાદમાં પ્રથમ પાંચ બવાનો બસ સળગાવવાના ટીવી પર બતાવાયા હતા. જે પ્રથમ પાંચ બનાવો બન્યા તેમાં આંદોલનકારીઓ ઓછા અને બીજા લોકો વધું હતા. 50 ટકા પોલીસ અહીંથી નિકળી ગઈ હતી. સ્થિતી સામાન્ય હતી. જીએમડીસી પર પોલીસનો અત્યાચાર ટીવી પર જોઈને આંદોલનકારીઓ રસ્તા પર આવી ગયા હતા. ગુજરાતમાં ચારેબાજું તોફાનો ફાટી નિકળ્યા હોત. જો પોલીસે અત્યાચાર કર્યો તે ટીવી પર બતાવાયા ન હોય તો ગુજરાતમાં ક્યાંય તોફાન ન થયા હોત.

જાસૂસી

જીએમડીસી મેદાન પર રચાયેલા રાજકીય ષડયંત્રને પાર પાડીને આનંદીબેન પટેલની સરકારને ગબડાવવા માટે ભાજપના જ નેતાઓ સફળ રહ્યાં હતા. દિલ્હીની સૂચનાથી 19 પોલીસ અધિકારીઓ જીએમડીસી મેદાન પર ચાંપતી નજર રાખીને બેઠા હતા. જેમાં સીબીઆઈના અધિકારી એ એ શર્મા પણ હતા.

ત્યારે કેન્દ્ર સરકારમાં ગૃહ રાજ્ય પ્રધાન તરીકે ઉત્તર ગુજરાતના હરી ચૌધરી હતા. પોલીસ દ્વારા લાઠીઓ વરસાવવાનું દિલ્હીની સુચનાથી શરુ થયું હતું. આનંદીબેન પટેલે જાહેર કર્યું કે જીએમડીસી ગ્રાઉન્ડ પર પોલીસે અત્યાચાર કર્યો તે તેમની સૂચના ન હતી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ અંગે વિગતવાર અહેવાલ મોકલી આપ્યો હતો. જેમાં ભાજપના ટોચના નેતાઓ કઈ રીતે સંડોવાયેલા છે તેની સ્ફોટક વિગતો હતી.

આનંદીબેનનું પતન

અહીંથી આનંદીબેનનું પતન શરૂ થયું હતું. આંદોલન શાંત થવાના બદલે વધું ભડકતું હતું. તેમાં હવે પોતે જ ફસાયા હતા. તેમણે પહેલા અલ્પેશ ઠાકોરને ઊભો થવામાં મદદ કરી હતી. ફંડ પણ આપ્યું હતું. કોંગ્રેસને જે જોઈતું હતું તે મળી ગયું હતું. બીજી બાજુ જીજ્ઞેશ મેવાણી દલિત પ્રશ્નો લઈને આંદોલન કરતો હતો. મિડિયાએ અનામત આંદોલન સામે આ બે નેતાઓને વધારેપડતું મહત્વ આપવાનું શરૂ કરાયું હતું. જેમાં ભાજપના એક નેતાની ભલામણ પણ કામ કરી રહી હતી.  તે સમયે આનંદીબેનની સરકાર સ્વર્ણિમ ભવનથી ઓછી પણ ભાજપની કચેરીથી વધું ચાલતી હતી. ત્યારે વિજય રૂપાણી પક્ષના પ્રમુખ હતા અને વાહન વ્યવહાર પ્રધાન પણ હતા. તેઓ ખાનગીમાં સરકાર પર વોચ રાખીને પોતે એક મુખ્ય પ્રધાન તરીકે લોકોને સાંભળતા હતા.  તેમણે એ રાજકોટના બે લોકો નરેન્દ્ર ગઢવી મારફતે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાવી હતી. વિજય રૂપાણી અને નેન્દ્ર ગઢવી બન્ને સારા રાજકીય મિત્રો છે. એ ફરિયાદના આધારે આંદોલનકાપરીઓ ઉપર રાજદ્રોહનો ગુનો દાખલ થયો. બધી બાબતોમાં કૈલાશનાથને સંપૂર્ણ રીતે મદદ કરી હતી. આંદોલનકારી નેતાને ગેરમાર્ગે દોરવા માટે તેમની આસપાસ ભાજપ પ્રેરિત માણસો ગોઠવી દેવામાં આવ્યા હતા. સરકાર સાથે સમાધાન ન થાય તે માટે અમિત શાહ અને વિજય રૂપાણી સક્રિય હતા.

સોશિયલ મિડીયામાં આંદોલન

શોસિયલ મિડિયામાં આનંદીબેન પટેલ સામે કેમ્પેઈન શરૂ કરવામાં આવ્યું હતું. સિદસરના જયરામ પટેલ પોતે વિજય રૂપાણીના કહેવાથી વર્તવા લાગ્યા હતા. જેનો કબજો પ્રદીપ જાડેજા પાસે હતો. ભાજપનું શોસિયલ મિડિયા પાછલા બારણે મુખ્ય પ્રધાનને નિષ્ફળ સાબિત કરવા માટે કામે લાગી ગયું હતું. જેમાં તેઓ આનંદીબેનને નિષ્ફળ મુખ્ય પ્રધાન સાબિત કરી દીધા. સોશિયલ મિડિયાએ એક મજબૂત મુખ્ય પ્રધાનને ઉખેડીને ફેંકી દેવા મદદ કરી.

દિલ્હીનું રીમોટ

બલદીઓ, યોજનાઓ ભાજપ કચેરીએથી ચાલવા લાગી હતી. કૈલાશ નાથન દિલ્હીના રિમોટથી ચાલતાં હતા. આખરે આનંદીબેન પણ ગંદી રાજરમતથી ઊબ આવી ગયા હતા. તેઓ વડાપ્રધાનને મળવા દિલ્હી ગયા હતા. તેમણે 165 પાનાની એક ફાઈલ નરેન્દ્ર મોદીને આપી હતી. જેમાં ગુજરાતમાં પોતાના જ પક્ષ દ્વારા શું ખેલ ખેલવામાં આવી રહ્યા છે. તેના પૂરાવા સાથેની બધી વિગતો હતી. તે ફાઈલમાં જ આનંદીબેન પટેલે રાજીનામું આપી દીધું હતું. તેની સાથે ભાજપના જ નેતાઓ પત્રકારો સમક્ષ એવા ગોબેલ્સ મુલતાં હતા કે આનંદીબેન બિમાર છે. તેઓ ભ્રષ્ટ છે. તેઓ તોછડો સ્વભાવ ધરાવે છે. ગમે તેની સાથે ગમે તેવું વર્તન કરે છે. તેઓ રીજીનામું આપી દેશે. જેમનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે એવા તુક્કાઓ જાહેર થવા લાગ્યા હતા.

મોટા આંદોલનો છતાં કોર્પોરેશનમાં ભાજપે વિજય મેળવ્યો અને ગામડાઓમાં હાર. છતાં મોદીએ તેમનું રાજીનામું ન સ્વિકાર્યું. પછી એકાએક કહેવામાં આવ્યું કે રાજીનામું આપી દો.  આનંદીબેને જાહેર કર્યું હતું કે મેં રાજીનામું તો બે મહિના પહેલા જ આપી દીધું છે.

રાજીનામું

ભાજપ પ્રમુખ વિજય રૂપાણીએ પત્રકારો સમક્ષ આવીને જાહેરાત કરી કે તેઓ મુખ્ય પ્રધાન બનવાના નથી. તે માટે તેમનો દાવો નથી. આ જાહેરાત થઈ તેની સાથે જ આનંદીબેન પટેલે ફેસબુક પર પોતાનું રાજીનામું આપી દીધું. ભાજપ મોવડી મંડળે આનંદીબેન પાસેથી રાજીનામું લઈ લીધું સંગઠન મહામંત્રી વી. સતિષ દિલ્હીથી દૂત બનીને નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહનો સંદેશો લઈને આવ્યા હતા. આનંદીબેન સાથે મુલાકાત કરી હતી. વી. સતિષની સૂચના બાદ સ્વૈચ્છિક રાજીનામું આપવાનો પત્ર લખાવવામાં આવ્યો હતો. વી. સતિષે આનંદીબેન ઉપરાંત વિજય રૂપાણી અને ભીખુ દલસાણિયા સાથે મુલાકાત કરી હતી.

રાજીનામું રાજ્યપાલ ઓ. પી. કોહલીને સોંપ્યું હતું. સવારે દિલ્હીમાં વડાપ્રધાન નિવાસસ્થાને સંસદીય દળની બેઠક બાદ આનંદીબેનનું રાજીનામું સ્વીકારી લેવાયું હોવાની ભાજપે જાહેરાત કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુએ કરી હતી. નવા નામ અંગે બેઠકમાં કોઇ ચર્ચા નથી અને અમિત શાહ મુખ્ય પ્રધાન નહીં બને. દિલ્હી સંસદીય બોર્ડ અને ભાજપાના પક્ષના નેતાઓ ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે નિતિન પટેલ પર પસંદગી ઢોળી હોવાના અહેવાલો દિલ્હીથી લીક કરવામાં આવ્યા હતા.

પાટીદાર આંદોલન, દલિત આંદોલન, ક્ષત્રિય-ઠાકોર આંદોલન, પરિવારજનો ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો, આંતર-બાહ્ય વિરોધ, અસંતોષ કારણ ધરીને રાજીનામું માંગી લેવામાં આવ્યું હતું. કારણ એવું બતાવ્યું હતું કે આનંદીબેનની 75 વર્ષની ઉમર થઈ ગઈ છે.

ટર્મ પૂરી કર્યા વગર આનંદીબેનને હાંકી કાઢવામાં આવ્યા હતા. હાઈકમાન્ડને રાજીનામું મોકલી આપ્યું હતું.

 

રાજીનામા પત્ર

‘મને જવાબદારીમાંથી મુક્ત કરો’

1 ઓગસ્ટ

મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલે આજે સોશિયલ મીડિયા ફેસ બુક પર રાજીનામું આપ્યું હતું.

છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તા તરીકે કામ કરતાં કરતાં મને અનેકવિધ જવાબદારીઓ સંભાળવાની તક મળી છે. સંગઠન તેમજ સરકારમાં પક્ષે મને ખુબ જ અગત્યની જવાબદારીઓ સોંપી છે. જેને હું મારૂં સદભાગ્ય માનું છું.

મહિલા મોરચાની જવાબદારીથી લઈ મુખ્ય પ્રધાન પદ સુધી પક્ષના નેતૃત્વએ મારી પર વિશ્વાસ મુક્યો તે માટે હું ઋણી છું. કુશળ સંગઠક, દીર્ઘદૃષ્ટા અને કર્મઠ આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ નીચે પહેલા સંગઠ્ઠનમાં અને પછી સરકારમાં કામ કરવાની મને તક મળી જેના કારણે સાતત્યપુર્વક મારૂં ઘડતર થતું રહ્યું. છેલ્લા 18 વર્ષથી ગુજરાત સરકારનાં ખુબ જ અગત્યનાં વિભાગોની કામગીરી કરતાં કરતાં અનેક રચનાત્મક સુધારાઓ કરી નવી પ્રજાભિમુખ યોજનાઓના સરળ અમલીકરણ દ્વારા પારદર્શિતા લાવવા પ્રામાણિકતા સાથે પરીણામલક્ષી કાર્ય કરવા સતત પ્રયત્નશીલ રહી છું. મે, 2014માં ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન તરીકેની જવાબદારી શ્રી નરેન્દ્રભાઈ તથા વરીષ્ઠ નેતૃત્વએ મને સોંપી તેને હું સમગ્ર ગુજરાતની મહિલાઓનું ગૌરવ ગણું છું. શ્રી નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે 12 વર્ષથી વધુ સમય સુધી રહ્યાં અને તેમની જગ્યાએ મારી પસંદગી થઈ તે સ્વાભાવિક રીતે જ આકાશના તારા ગણવા જેવું કઠીન કાર્ય હતું પરંતુ, મને એ વાતનો ગર્વ છે કે તેઓએ ગુજરાતના વિકાસની કંડારેલી કેડીએ જ ઝડપથી આગળ વધારવામાં હું ક્યાંય પાછી પડી નથી.

ભારતીય જનતા પાર્ટીની વિચારધારા, સિધ્ધાંતો અને શિસ્તબધ્ધતાથી પ્રેરાઈ હું પક્ષમાં જોડાઈ હતી અને આજ સુધી તેનું પાલન કરતી રહી છું. છેલ્લા થોડાક સમયથી પક્ષમાંથી પંચોતેર વર્ષની ઉંમર પછી વરિષ્ઠ કાર્યકર્તાઓએ સ્વૈચ્છિક જવાબદારીમાંથી મુક્ત થવાનું સ્વીકારી આગવી પરંપરા ઉભી કરી છે. જે સૌ માટે ઉદાહરણીય અને અનુકરણીય છે. જેના કારણે આવનારી પેઢીને કાર્ય કરવાની તક મળે છે. મારા પણ નવેમ્બરમાં પંચોતેર વર્ષ પુરા થનાર છે. પરંતુ 2017ના અંતમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવવાની હોઈ તેમજ દર બે વર્ષે યોજાતા રાજ્ય માટે મહત્વના વાઈબ્રન્ટ ગુજરાત સમીટ પણ જાન્યુઆરી 2017માં યોજાનાર હોઈ નવનિયુક્ત થનાર મુખ્ય પ્રધાનને પુરતો સમય મળી રહે તે માટે મેં બે માસ અગાઉ પક્ષના વરિષ્ઠ નેતૃત્વ સમક્ષ મને આ જવાબદારીમાંથી મુક્ત કરવા માટે વિનંતી કરેલ. હું આજે ફરીથી આ પત્ર દ્વારા પક્ષના વરિષ્ઠ નેતૃત્વને મને મુખ્ય પ્રધાન પદની જવાબદારીમાંથી મુક્ત કરવા નમ્ર વિનંતી કરું છું.

ગુજરાતની ગૌરવશાળી પ્રજાની સેવા કરવાની મને તક મળી અને છેવાડાના માનવી સુધી સેવાઓનો લાભ પહોંચાડવા માટે મેં શક્ય તમામ પ્રયત્નો કર્યા છે. રાજ્યરૂપી પરિવારનું નેતૃત્વ કરતા મને જે અપાર પ્રેમ, સ્નેહ અને કામ કરતાં રહેવાની સતત પ્રેરણા મળી છે તે માટે હું મારી હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરી વંદન કરૂં છું.

અમિત શાહ ગુજરાતમાં

3 ઓગસ્ટ આનંદીબેનનું રાજીનામું ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં સ્વીકારી લઈને જેના અનુગામીની જાહેરાત કરવાનું નક્કી થયું હતું. ભાજપ અધ્યક્ષ અમિત શાહને ગુજરાત મોકલવા માટે મોદીએ નક્કી કર્યું હતું. બધું જ પ્લાન મુજબ થઈ રહ્યું હતું. ધારાસભ્યોને મળીને મુખ્ય પ્રધાનનું નામ નક્કી કરવાનું હતું. પણ ધારાસભ્યો મળે તે પહેલાં નવા મુખ્ય પ્રધાનની કવાયત અમિત શાહના થલતેજના બંગલા ખાતે શરૂ કરી દેવામાં આવી હતી. અગાઉથી જ નામ નક્કી હતું. માત્ર નેતાઓની સાથે ઔપચારિક વાતો થતી હતી. અમિત શાહ પોતે અમદાવાદની નારાણપુરાના ધારાસભ્ય ત્યારે હતા. ગુજરાત ભાજપ પ્રભારી દિનેશ શર્મા, વી.સતીષ સાથે ગાંધીનગર ખાતે ભાજપ કાર્યાલ પર બેઠક કરી હતી. મત જાણવા નાટક કરાયું હતું. જેમાં આનંદીબેન પટેલે જેમનું નામ આપેલું તે નિતીન પટેલના સ્થાને વિજય રૂપાણીનું નામ જાહેર કરતાં આનંદીબેન પટેલે વિરોધ કર્યો હતો. તેથી અમિત શાહે એવું કહ્યું કે તો પછી તમે ચલાવો ગુજરાત. આખરે નિતીન પટેલને નાયબ મુખ્ય પ્રધાન બનાવાયા હતા. નાટક કરીને તેના નામની જાહેરાત ખાનગીમાં ભાજપના ટોચના નેતાઓએ પત્રકારોને ખાનગીમાં કહી અને અખબારોમાં ચલાવી હતી. નિતીન પટેલ પોતે પણ એવું માનતા હતા કે તેઓ મુખ્ય પ્રધાન બનશે. તેમને એવું જ કહેવામાં આવ્યું હતું.

છેલ્લાં દિવસોમાં લોકપ્રિય જાહેરાતો કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં અમિત શાહ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જ બન્યા રહેશે એવી જાહેરાત કરી હતી.

વિજય રૂપાણીએ શું કહ્યું

પ્રદેશ ભાજપ પ્રમુખ વિજય રૂપાણીએ જાહેર કર્યું હતું કે, આનંદીબેન પટેલ ઉપર કોઈ પણ જાતનું દબાણ કરવામાં આવ્યું નહોતું. નવી પેઢીને તક મળે તે માટે તેમને હાઈકમાન્ડને પદમુકત કરવાની ભલામણ કરી હતી. આ રાજીનામાં બાદ તેઓ આનંદીબેન પટેલને મળવા સી.એમ. હાઉસ ખાતે દોડી ગયા હતાં અને બન્ને વચ્ચે અંગત વાતચીત થઈ હતી.

3 ઓગસ્ટ – છેલ્લા ૩૦ વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તા તરીકે કામ કરતાં અને અનેકવિધ જવાબદારીઓ સંભાળ્યા બાદ મુખ્ય પ્રધાન તરીકે રાજીનામું આપી દીધું હતું.

સફળ ઓપરેશન

આમ દિલ્હી જે ધાર્યું હતું કે જ થઈને રહ્યું. પછી ગુજરાતના રાજકારણમાં ન રહે તેથી આનંદીબેનને મધ્ય પ્રદેશના રાજ્યપાલ બનાવી દેવાયા હતા. મધ્ય પ્રદેશમમાં દિલ્હીના નેતાના ષડયંત્રોમાં સહયોગ આપવાનો ઈન્કાર કરતાં તેમને હવે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે મૂકવામાં આવ્યા છે.