ગુજરાત રાજ્ય માહિતી આયોગના મુખ્ય માહિતી કમિશ્નર આર.આર.વરસાણી દ્વારા મહેસાણા જિલ્લા કલેકટર કચેરી ખાતે વિડિઓ કૉંફેરન્સથી 16 અરજદારોની માહિતી આયોગ સમક્ષની અપીલ સંબંધિત પક્ષકારોની હાજરીમાં નિર્ણય અર્થે હાથ પર લેવામાં આવી હતી.
કોઈ એક અપીલમાં કમિશ્નરએ પ્રથમ અપીલ અધિકારીની અરજદાર પ્રત્યેની નિષ્કાળજીની નોંધ લઈ રૂપિયા 2500નો દંડ ફટકાર્યો હતો. આયોગની દંડકીય કાર્યવાહીથી બચવા તમામ જાહેર માહિતી અધિકારીઓ અને પ્રથમ અપીલીય અધિકારીઓને તેમની તાબાની કચેરીઓનું દફતર અદ્યતન અને વર્ગીકૃત રહેવુ જ જોઈએ. કાયદાના અમલથી વહીવટી તંત્રમાં પારદર્શકતા આવી હોવાનું જણાવી આ કાયદા સાથે સંકળાયેલા અધિકારી કર્મચારીઓને સુચારુ તાલીમ આપવા જીલ્લા વહીવટી તંત્રને સૂચના આપી તેમના દફ્તરનું દર ત્રણ માસે નિરીક્ષણ કરવા જણાવ્યું હતું.
વિડિઓ કૉંફેરન્સથી સંબંધિત પક્ષકારો, અરજદારો, અધિકારીઓ, કર્મચારીઓને માહિતી અધિકાર અધિનિયમની અમલવારી સારું રાજ્ય માહિતી કમિશનર કચેરી ગાંધીનગર સુધીના ધક્કા માંથી મુક્તિ મળે છે. આર્થિક ખર્ચનું ભારણ ઘટે છે. અરજદારને ઘર આંગણે જિલ્લા મથકે જ આયોગ સમક્ષ વિડિઓ કૉંફેરન્સથી સાચો તટસ્થ મૂલ્યનિષ્ઠ ન્યાય સાથે માગેલ માહિતી મળે એ જ પ્રમુખ આશય છે.