પાલનપુર, તા.૨૩
આરસીઈપી કરાર અંતર્ગત સમજૂતી કરાય તો વિદેશમાંથી આયાત થતુ દૂધ ભારતમાં 20 થી 30 રૂપિયા જેટલું સસ્તું થઈ પશુપાલન ઉપર જીવતા બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો પાયમાલ થઈ જાય. જેથી આ કરાર કરવામાં ન આવે તે માટે બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોએ કલેકટરને રજૂઆત કરી હતી. ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ડેરી પ્રોડક્ટ ભારતમાં આયાત કરાય તો સ્થાનિક પશુપાલકો પાયમાલ થઈ જાય.જેથી આરસીઈપીના કરાર અંતર્ગત વિદેશની ડેરીપ્રોડકટો જો ભારતમા આયાત કરાશે .તો બનાસકાઠાના પશુ પાલકો ગાંધીચીંધ્યા માર્ગે આંદોલનો કરશે તે અંગેની લેખિત રજુઆત જિલ્લા કલેક્ટરને પશુપાલકોએ કરી હતી.