વિદ્યાનગર પોલીસે બાકરોલ-વિદ્યાનગર રોડ ઉપર આવેલા બાકરોલ સ્ક્વેરમાં ઈસ્કોન એજ્યુકેશનલ કન્સલટન્ટમાં છાપો મારીને બોગસ ગુણપત્રકના આધારે વિદેશ મોકલવાનું વ્યાપક કૌભાંડ ઝડપી પાડ્યું હતું. ગુજરાતની અને ગુજરાત બહારની કોઈ પણ યુનિવર્સિટી અને કોલેજોના ગુણપત્રકો અને પ્રમાણપત્રો બનાવી આપવામાં આવતાં હતા. જોબ વર્ક બહાક કરાવવામાં આવતું હતું. અગાઉ પોલીસને જાણ કરી હોવા છતાં તેમાં કોઈ પગલાં ન લેવાતા અનેક લોકો વિદેશ શરકી ગયા છે.
૪ શખ્સોની ધરપકડ કરી હતી.
સાયબર એક્સપર્ટ સાથે છાપો મારતાં ધવલકુમાર મહેન્દ્રભાઈ સારસા અને અમરીશભાઈ જયેશભાઈ મળી આવ્યા હતા. લેપટોપની તપાસણી કરતાં અંદરથી વિવિધ શૈક્ષણિક સંસ્થાની સ્કેન કરેલા ગુણપત્રક તેમજ પ્રમાણપત્રો મળી આવ્યા હતા. ગુણપત્રક ઉપર બનાવટી ઈલેક્ટ્રોનિક સહીઓ તેમજ સીક્કાઓ પણ માર્યા હતા.
ગુજરાત રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓની ગુણપત્રક પેટલાદ તાલુકાના કણીયા ગામે રહેતા મૌલિકભાઈ નીલેશભાઈ ઉર્ફે ભીખાભાઈ પટેલ પાસેથી તેમજ ગુજરાત રાજ્ય બહારની ગુણપત્રક તેમજ સર્ટીફીકેટો નવસારી ખાતે રહેતા હિરેન મૈસુરીયા પાસે બનાવતા હોવાની કબૂલાત કરી હતી.
મૌલિક પાસેની સ્કૂલ બેગની તપાસણી કરતાં અંદરથી બીજી કેટલીક બનાવટી ગુણપત્રક મળી આવી હતી. જે એંગે પૂછપરછ કરતાં આ બનાવટી ગુણપત્રક વડોદરા ખાતે રહેતો હિરેનભાઈ ઉર્ફે સોનું બનાવી આપતો હોવાની કબૂલાત કરી હતી.
ફોટોશોપ સોફ્ટવેર દ્વારા ગુણપત્રક એડીટ કરતા હતા
ફોટોશોપ સોફ્ટવેર નાંખ્યું હતુ જેના આધારે મૌલિક અને હિરેન દ્વારા મેળવાયેલી ગુણપત્રકને સ્કેન કરીને ફોટોશોપ સોફ્ટવેરના આધારે તેમાં જરૂરત મુજબનું એડીંટીંગ કરીને જે તે ગ્રાહકના નામની ગુણપત્રક બનાવી આપતા હતા. અને તેમાં ઈલેક્ટ્રોનિક સહીઓ અને સીક્કાઓ પણ લગાવી દેતા હતા. જેથી પ્રથમ નજરે આ ગુણપત્રક ઓરીજનલ જ હોય તેમ લાગતું હતું.
85 હજારમાં વેચતા હતા
ઈસ્કોન એજ્યુકેશનલ કન્સલટન્ટના બન્ને ભાગીદારો ધવલકુમાર અને અમરીશભાઈ એક બનાવટી ગુણપત્રક ૮૫ હજારમાં વેચતા હતા. વિદેશ જવા માટે ઉપયોગ કરતા હતા.
9 ગ્રાહકોની બનાવટી ગુણપત્રક મળ્યા
વિદ્યાનગર પોલીસને ઈસ્કોન કન્સલન્ટન્ટની ઓફિસના ટેબલના ડ્રોવરમાંથી પાંચેક જેટલા ગ્રાહકોની બનાવટી ગુણપત્રક અને પ્રમાણપત્ર તેમજ મહાદેવ એરીયામાંથી ઝડપાયેલા મૌલિકભાઈ પટેલની સ્કૂલ બેગમાંથી ચારેક જેટલા વિદ્યાર્થીઓની બનાવટી ગુણપત્રક અને પ્રમાણપત્ર મળી આવ્યા હતા
અનેક વિદેશ પહોંચી ગયા
કેટલાક વિદ્યાર્થીઓ વિદેશ પહોંચી ગયા છે જે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે અને આવા બીજી કેટલી ગુણપત્રક અને પ્રમાણપત્ર કોને-કોને કેટલામાં વેચી છે તે અંગે તપાસ હાથ ધરી છે.
ભીનું સંકેલાયું ?
ઓગષ્ટ મહિનામાં એસપી યુનિવર્સીટી સંલગ્ન વિવિધ શાળા-કોલેજોની એડમીશનની ચાલતી પ્રક્રિયા દરમ્યાન કરમસદની યુવતી અને ઉમરેઠનો યુવાન પણ બોગસ ગુણપત્રકના આધારે એડમીશન લેવા જતાં પકડાયા હતા. વિદ્યાનગર પોલીસને લેખિતમાં ફરિયાદ પણ કરી હતી.