વિદ્યાર્થીઓએ ફી ન ભરતાં 10 શાળાઓએ પરિણામ અટકાવ્યા, 70 શાળામાં પ્રશ્ન

વડોદરામાં ફી મામલે શાળાઓની દાદાગીરી સામે આવી છે. 10 શાળાઓએ ફી મામલે વિદ્યાર્થીના પરિણામ અટકાવી દીધા છે. શાળા સંચાલક ફી અંગે નોટિસ બોર્ડમાં કોઈ સૂચના મૂકી નથી. જેના કારણે સ્કૂલમાં શું ફી ચાલે છે, તેની ખબર પડતી નથી. આ શાળાઓએ અચાનક ફીમાં વધારો કરી દેતાં પરિણામ અટકાવીને બાળકો અને વાલીઓને હેરાન કરવામાં આવે છે.

આ શાળાઓમાં સિગ્નસ સ્કૂલ, આનંદ વિહાર, અંબે સ્કૂલ, બિલા બોન્ગ સ્કૂલ, ડીપીએસ હરણી, બ્રાઈટ સ્કૂલ, ગુજરાત પબ્લિક સ્કૂલ, અંબે સ્કૂલ- સાવલી રોડ, પ્રિન્સ અશોક રાજે ગાયકવાડ, બ્રાઈટ સ્કૂલ વાસણા જેવી સ્કૂલોનો સમાવેશ થાય છે.

વડોદૃરામાં ફીનો મામલો હવે વાલી મંડળ સુધી પહોંચ્યો છે. વાલી એસોસિએશને શાળા સંચાલકો પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમને કહ્યું કે, શાળામાં પ્રોવિઝનલ ફી નક્કી કરી હોવા છતાં શાળા પોતાની મનમાની ફી માંગી રહી છે.

એફઆરસીના 2 વર્ષ બાદ પણ 70 જેટલી સ્કૂલની ફીનો કોઈ જ નિવેડો આવી શક્યો નથી. એસોસિએશને એફઆરસીની ગોકળગતિની કામગીરીને લઇને અનેક સવાલો ઉઠાવ્યા હતા, અને કહ્યું કે, એફઆરસીના કારણે આજે વાલીઓને પરેશાન થવાનો વારો આવ્યો છે.

સર્વોચ્ચ અદાલતે આદેશ આપ્યો હતો કે શળાઓ ફી ભરવા અને પરિણામ અટકાવવા કહી શહે નહીં.