કોંગી ધારાસભ્યોએ વિધાનસભા અધ્યક્ષને મળી રજૂઆત કરી હતી કે, ગુજરાત વડી અદાલતે દ્વારકા વિધાનસભા બેઠકની ચૂંટણી રદબાતલ ઠરાવતાં ભાજપના ઉમેદવાર અને ધારાસભ્ય પબુભા માણેક હવે ધારાસભ્ય પદે ટકતા નથી. સર્વોચ્ચ અદાલતે પણ પબુભા માણેકને કોઇ રાહત આપી નથી, ત્યારે તેમને કેમ સસ્પેન્ડ ના કરવામાં આવે તે મુદ્દે વિપક્ષો દ્વારા આક્ષેપ કરીને કહ્યું હતું કે, કોંગ્રેસના ધારાસભ્યોને તુરંત બરતરફ કરી દેવામાં આવ્યા હતા. પણ ભાજપના કે ભાજપની સાથે રહેતાં ધારાસભ્યો સામે પગલાં ભરાતા નથી. કોંગ્રેસ પ્રમુખ અને ધારાસભ્ય અમિત ચાવડાએ જણાવ્યું હતું કે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે, વિધાનસભાના અધ્યક્ષ ત્રિવેદી પક્ષપાતી નિર્ણયો લઈ રહ્યાં છે. તેમને માટે તો તમામ ધારાસભ્યો સમાન હોવા જોઈએ.
આમ વિધાનસભાના અધ્યક્ષ પક્ષપાતી બની ગયા હોવાના આરોપો બાદ ગુજરાતના રાજકારણમાં તેની ગંભીર નોંધ લેવામાં આવી છે. અગાઉ અધ્યક્ષ સામે આવા મુદ્દે બહુ ઓછા બનાવમાં આરોપો લગાવાયા છે.
વિપક્ષના સભ્યો દ્વારા આક્ષેપ કરાયો હતો કે, જે રીતે કોંગ્રેસના ધારાસભ્ય ભગવાનભાઈ બારડનું ધારાસભ્ય પદ રજાના દિવસે સસ્પેન્ડ કરવાનો નિર્ણય વિધાનસભાના અધ્યક્ષ ત્રિવેદીએ કર્યો હતો. ભાજપ દ્વારા આ સમગ્ર મામલે ઉતાવળ કરવામાં આવી હતી.
તેવી રીતે જ ભૂપેન્દ્ર ખાંટના કિસ્સામાં પણ ભાજપે ટેલિવિઝન સામે જ સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો હતો. તો પછી સુપ્રીમ કોર્ટનો નિર્ણય હોવા છતાં પણ પબુભા માણેકને અત્યાર સુધી સસ્પેન્ડ કરવામાં કેમ આવ્યા નથી. તેનો હિસાબ અધ્યક્ષ પાસે માંગવામાં આવ્યો હતો.
દરમ્યાન અલ્પેશ ઠાકોરને લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ તેમણે કોંગ્રેસના સભ્ય પદેથી 10 એપ્રિલ 2019માં રાજીનામું આપ્યું હોવાથી કોંગ્રેસે ધારાસભ્યપદેથી દૂર કરવાની માંગણી કરી હતી. અલ્પેશ ઠાકોરે ઉત્તર ગુજરાતની 4 બેઠક અને અમિત શાહની ગાંધીનગરની પર કોંગ્રેસ સામે પ્રચાર કરીને ભાજપની જીત થાય એવો પ્રચાર અને પ્રવૃત્તિ કરી હતી.
અગાઉ 25 એપ્રિલ 2019માં કોંગ્રેસના ઉપનેતા અશ્વિન કોટવાલ અને બળદેવજી ઠાકોરે વિધાનસભા સચિવને રૂબરૂ મળીને અલ્પેશનું ધારાસભ્યપદ રદ કરાવવા અરજી કરી હતી. અલ્પેશ ઠાકોરને બિહારના સહપ્રભારી પદેથી હટાવ્યો હતો. પણ અધ્યક્ષે આજ સુધી કોઈ પગાલાં ભર્યા નથી કે અલ્પેશને બોલાવીને પૂછપરછ કરી નથી.
વિપક્ષ નેતા પરેશ ધાનાણી, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય અમિત ચાવડા સહિત કોંગ્રેસના 10 ધારાસભ્યો 8 મે 2019ના દિવસે વિધાનસભા અધ્યક્ષને મળીને પબુભા માણેકના ધારાસભ્ય પદને પણ રદ કરવા માટે રજૂઆત કરી હતી.
રજુઆત વખતે વિધાનસભા અધ્યક્ષએ સ્પષ્ટતા કરી હતી કે, પબુભાના મામલે વિધાનસભા અધ્યક્ષ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ તેમના પગાર ભથ્થા તેમજ ધારાસભ્ય તરીકે મળતા તમામ લાભો હોદ્દા અને હક્કો અટકાવાના આદેશ કરવામાં આવ્યા હોવાનું મૌખિકમાં જણાવ્યું હતું. કોંગ્રેસે આ કાર્યવાહી ની લેખિત ઓર્ડર કોપીની માંગ કરી હતી પરંતુ અધ્યક્ષે તે આપ્યા ન હતા. ભગા બારડ અને ઉપેન્દ્ર ખાંટ મામલે પણ અધ્યક્ષ સમક્ષ વિવિધ પુરાવા રજૂ કરી તાત્કાલિક નિર્ણય કરવાની માંગ કરી હતી.
પબુભા માણેકના કેસમાં વિધાનસભા અધ્યક્ષ કોંગ્રેસ સાથે પક્ષપાતી વલણ કરતો હોવાનો આક્ષેપ કર્યો હતો અને પબુભા માણેકને તાત્કાલિક સસ્પેન્ડ કરવાનો નિર્ણય અધ્યક્ષ કરે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી.
અલ્પેશ સામે પક્ષાંતર ધારા હેઠળ કામ ચલાવવાની માંગણી કરી હતી. તેમનું ધારાસભ્ય રદ કરવામાં આવે અને તેની સુનાવણી તાત્કાલિક અધ્યક્ષે કરે તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી.
વિધાનસભામાં કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે કહ્યું કે, બંધારણના નિયમો કોંગ્રેસ માટે જ લાગુ કરવામાં આવે છે. ભાજપ ઉપર ગુજરાતમાં બંધારણના નિયમો લાગુ નથી પડતા. પબુભાને હાઇકોર્ટે ફોર્મ રદ્દ કર્યું છતાં સભ્યપદેથી હટાવાયા નથી. કોંગ્રેસના MLA ભગવાન બારડને તાત્કાલિક હટાવી દેવાયા હતા. સત્યની વાત આવે ત્યારે પોલીસ ગોઠવી દેવામાં આવે છે. હું ઉપનેતા હોવા છતાં મારી ગાડી પણ રોકવામાં આવી હતી. કોંગ્રેસના MLA રાજીનામું આપે ત્યારે મીડિયા અંદર હોય છે. આજે મીડિયાને પણ બહાર રાખવામાં આવ્યું છે.
અગાઉ પણ આરોપો લગાવાયા હતા
1 માર્ચ 2018માં અધ્યક્ષ દ્વારા વિપક્ષ તરફ પક્ષપાત ભર્યું વલણ અપનાવાઈ રહ્યું હોવાનો આરોપ લગાવાયો હતો. છે. આ કારણોને આગળ ધરીને કોંગ્રેસ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી.
21 માર્ચ 2018માં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સામે અવિશ્વાસની દરખાસ્તની ચર્ચા 22મી માર્ચે ચર્ચા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહી હતી. ગુજરાતના ઈતિહાસમાં આ રીતે અધ્યક્ષ સામે અગાઉ ક્યારેય આરોપો લગાવાયા ન હતા કે ચર્ચા પણ થઈ ન હતી.
22 માર્ચ 2016 – વિધાનસભાના અધ્યક્ષ નિષ્પક્ષ રીતે વર્તે, નહિતર અવિશ્વાસ દરખાસ્ત : શંકરસિંહ
14 માર્ચ, 2018 અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના વર્તન સામે કોંગ્રેસે પ્રશ્નો ઉઠાવ્યા હતા. વિધાનસભા અધ્યક્ષનો નિર્ણય પક્ષપાતી, એકતરફી હતો. કોંગ્રેસને મા-બહેન સામી ગાળો ભાંડી તે ભાજપના ધારાસભ્યો વિરૂધ્ધ પગલાં ન ભરાયા પણ કોંગ્રેસ સામે પગલાં ભરાયા હતા. વિધાનસભાના અધ્યક્ષ દ્વારા આકરા પગલાં ભરી સજારૂપે કોંગ્રેસના પ્રતાપ દુધાત અને અમરીશભાઇ ડેરને 3 વર્ષ માટે સસ્પેંડ કર્યા હતા. કોંગ્રેસના ભરતસિંહ સોલંકીએ અધ્યક્ષે પક્ષપાતી નિર્ણય કર્યો હોવાનું જાહેર કર્યું હતું.
1 માર્ચ 2018માં વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી કોંગ્રેસના ધારાસભ્યો સાથે પક્ષપાતી વલણ રાખીને પ્રજાની વેદનાને વાચા આપવાની તક આપી લોકશાહીનું ખૂન કરી રહ્યા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે કર્યો હતો.
આવી બીજી પણ કેટલીક ઘટનાઓ ત્રિવેદી સામે બની હતી. તે ઉપરાંત 2001થી વિભાનસભામાં આવું વગણ મોટા ભાગે જોવા મળ્યું છે. જે વિરોધ પક્ષની હીલચાલ પરથી સ્પષ્ટ થાય છે.