રોજનું 10 લાખ લીટર દૂધ પ્રોસેસ કરવા અને પ્લાંટ ધોવા માટે મહેસાણાની દૂધસાગર ડેરી વર્ષે રૂ.1.10 કરોડનું પાણી ખરીદ કરે છે. ખરેખર તો પાણી ખરીદવામાં આવતું નથી. 7 ટ્યુબવેલ ડેરીમાં છે. છતાં ટેન્કરોથી પાણી કેમ લેવામાં આવે છે. કરોડો રૂપિયાનું પાણી ખરીદે છે. પાણીમાં ભ્રષ્ટાચારના પરપોટા ફૂટ્યા તેને બે વર્ષ થયા છતાં કોઈ પગલાં ભાજપ સરકાર લેતી નથી કે ડેરી તેની તપાસ પણ કરતી નથી. દર વર્ષે રૂ.1.10 કરોડનું પાણી ઓન પેપર ખરીદવામાં આવે છે. પણ ખરેખર તો તે ખરીદ કરવામાં આવતું નથી.
પાણી ખરીદવા માટે પશુપાલકોએ વાંધો લીધો તો તુરંત ટેન્ડર બહાર પાડ્યું. નોટિસ બોર્ડ પર મૂક્યું અને થોડી મીનીટોમાં તે પરત લઈ લીઘું. શેરસિંગ વોટર સપ્લાયર અને વિજય કુમાર વોટર સપ્લયાર્સને તેનો ઠેકો આપી દેવામાં આવ્યો હતો. તેની પાસેથી છેલ્લા 6 વર્ષથી પાણી ખરીદ કરવામાં આવે છે. 9 પૈસે એક લીટર ખરીદ કરતાં હતા. મહિનાનું 1 લાખ લીટર પાણી ખરીદે છે. વિડિયો પણ ઉતારેલો.
માનસેર પાસેની ફેક્ટરીઓ 2 થી 3 પૈસે એક લિટર પાણી ખરીદ કરે છે. જ્યારે ડેરી 9 પૈસે લિટર પાણી ખરીદતું હતું. જે અંગે સહકાર વિભાગમાં ફરિયાદ થતાં તેનું તુરંત ટેન્ડર બહાર પાડીને તેનો ભાવ એક લિટરના 7 પૈસા ખરીદ કરવામાં આવે છે. તેનાથી રૂ.31 લાખની વર્ષે બચત થવા લાગી હતી. તે અંગે કોઈ જ તપાસ કરવામાં આવી નથી. કે ભાવ કેમ વધું આપવામાં આવતો હતો. 3.75 લાખ લિટર પાણી ખરીદવાની ટેન્ડર બહાર પાડ્યું હતું. 27 ઓક્ટોબર 2017માં 6 પૈસા વધું આપીને કરોડો રૂપિાયનું પાણી કૌભાંડ વિપુલ ચૌધરીના સમયમાં આચરવામાં આવ્યું હતું.
પૂર્વ અધ્યક્ષ વિપુલ ચૌધરી અને ત્યાર પછી આવેલા અધ્યક્ષે દૂધ, વસ્તુઓ અને હવે પાણીમાં પણ ભ્રષ્ટાચાર કર્યો છે. ડેરીમાં ભ્રષ્ટાચાર કરવા માટે પાણીને પણ છોડ્યું નથી. ભ્રષ્ટાચાર હોવાથી મહેસાણાના પશુપાલકોને સમગ્ર ગુજરાતમાં દૂધ સાગર ડેરી ઓછા ભાવ આપે છે. માનેસર ડેરીના ટોચના અધિકારીઓ ડેરીના પાણીથી પોતાની ગાડીઓ સાફ કરે છે.
દૂધ માનસાગર ડેરી માનેસર અને દૂધ મોતીસાગર ડેરી ધારુહેડા ખાતે પાણીની જરૂરિયાત માટે 7 ટયુબવેલ છે. તેમ છતાં શેર સિંગ વોટર સપ્લાયર અને વિજય કુમાર વોટર સપ્લાયર પાસેથી છેલ્લા 6 વર્ષમાં વધુ ભાવના ખોટા બિલો લઈ રૂ.5.40 કરોડના બિલો બતાવેલાં છે. ખોટા બિલો સીધા MD નિશિથ બક્ષી જુએ છે. ડેરીના MD મહેસાણાના બદલે માનેસર રહે છે. બે વર્ષ પહેલાં સહકાર વિભાગમાં પશુપાલકોએ લેખિતમાં ફરિયાદ કરી હતી તેમ છતાં 12 માર્ચ 2019 સુધી કોઈ પગલાં લીધા નથી. ભાજપની વિજય રૂપાણી સરકાર પણ દૂધસાગર ડેરીના સાગર જેવા ભ્રષ્ટાચારમાં હાથ ધૂવે છે. 9 પૈસાના 7 પૈસા કરી દેવામાં આવતાં વર્ષે રૂ.31 લાખ કોના ગજવામાં જતાં હતા અને ઊંચા ભવના કારણે કોના ખિસ્સામાં તે પૈસા ગયા હતા તે અંગે ગુજરાતના સહકાર વિભાગે કોઈ તપાસ કરી નથી. કે વિપુલ ચૌધરી સામે કોઈ પગલાં લીધા નથી. ઓડિટમાં આવા કરોડોના કૌભાંડો જાહેર થાય તેમ હોવા છતાં તે અંગે કંઈ કરવામાં આવતું નથી.
જીસીએમએમએફના અધ્યક્ષ તરીકે ભાજપના નેતા વિપુલ ચૌધરી સામેના અવિશ્વાસ અને મહેસાણા ડેરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપોની ઘટના વિપુલ ચૌધરીએ ભાજપમાં પુનરાગમન કર્યું હતું. ત્યારથી ભાજપ સાથેના તેમના સંબંધોમાં ઉપર નીચે થતાં રહે છે.
ફોટો નોંધ
દૂધ સાગર ડેરી માં આચરેલ પાણી કૌભાંડમાં લાલ પેનથી(1,2,3) લખેલ 9 પૈસા વાળા જુના બીલો તેમજ 12 – 9 2017ના રોજ નોટિસ બોર્ડ પર લગાવેલા ટેન્ડરની નકલ અને ત્યારબાદ એની એજ પાટીૅઓના લીલી પેનથી(1,2,3) લખેલા 7 પૈસા વાળા નવા બીલોની નકલ અહીં પુરાવા રૂપે મૂકી છે.
(દિલીપ પટેલ દ્વારા dmpatel1961@gmail.com)