વિરજી ઠુમરને તમાચો, બાબરા તાલુકા પંચાયતના પ્રમુખ ધખુબેન સાથે ધોખો

કોંગ્રેસ  શાસન ધ્વંસ થતાં વાર લાગતી નથી. જ્યારથી કોંગ્રેસે કબજો લીધો ત્યારથી અમરેલી જિલ્લાને ભાજપે રાજકીય રીતે સળગતો જિલ્લો બનાવી દીધો છે. કોંગ્રેસની તાલુકા પંચાયત શાસન સામે અવિશ્વાસ રજૂ થતાં કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમર અને જેની ઠુમરના રાજકીય ગાલ પર તામચો પડ્યો છે.  વિરજી ઠુમરના ખાસ બાબરા તાલુકા પંચાયતના પ્રમુખ ધખુબેન વ્હાણી અને ઉપપ્રમુખ કિશોર દેથલીયા સામે અવિશ્વાસ રજૂ કરીને બન્નેને પદ પરથી પાણીચું પકડાવી દેવા માટે કોંગ્રેસના 6 સભ્યો, ભાજપના 2 સભ્યો અને 1 અપક્ષ મળીને 9 સભ્ય મક્કમ બન્યા છે. લોકસભાની ચૂંટણી નજીક આવતાં જ કોગ્રેસમા ઉથલ પાથલ શરૂ થઈ છે. બાબરાના ધારાસભ્ય વિરજી ઠંમરે જણાવ્યું હતું કે સભ્યો મારી સમક્ષ નારાજગી રજૂ કરે. જિલ્‍લા કોંગ્રેસ પ્રમુખ અર્જુન સોસા પણ એવું માને છે કે, તાલુકા પંચાયતમાં અવિશ્‍વાસની દરખાસ્‍ત મુકવામાં આવી છે જે પક્ષની જાણ બહાર છે.

વધુ પડતી બહુમતી

બાબરા તાલુકા પંચાયતમાં કુલ 17 સભ્‍યો છે. જેમાં 14 કોંગ્રેસ, 2 ભાજપ, 1 અપક્ષ છે. આમ કોંગ્રેસ પાસે વધું પડતી બહુમતી હોવાના કારણે વારંવાર આવા હુમલા થાય છે. જેમાં વિરજી ઠુમર અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સામે અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યાં છે. હવે ધખુબેન વહાણી ઘ્‍વારા આગામી દિવસોમાં બેઠક બોલાવાશે અને આ બેઠકમાં અવિશ્‍વાસની દરખાસ્‍ત પસાર થાય છે કે નહીં.

અગાઉ પણ આવું થયું હતું

તાલુકા પંચાયત આ અગાઉ પણ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અશ્વિન સાકરીયા વિરૂઘ્‍ધ આ સભ્‍યો ઘ્‍વારા અવિશ્‍વાસની દરખાસ્‍ત મુકવાનો પ્રયાસ થયો હતો. તાલુકા પંચાયતના કારોબારી સમિતિનાં અધ્યક્ષ  ગીતાબેન ખાત્રોજાએ જાહેર કર્યું હતું કે કોંગ્રેસમાં અસંતોષ હતો. પ્રમુખ સાથી સભ્‍યોને સાથે રાખીને સંકલન સાધી શકતા ન હોવાથી સભ્‍યોમાં રોષ હતો.  જેના કારણે અવિશ્‍વાસની દરખાસ્‍ત મુકવાની ફરજ પડી હતા.

કોંગ્રેસે કોંગ્રેસને હરાવી

બાબરા કોંગ્રેસમાં 7 સપ્ટેમ્બર 2018માં બળવો થયો હતો. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને ધારાસભ્ય વિરજી ઠુંમરને તામાચો પડ્યો હતો. અમરેલીના બાબરા તાલુકા પંચાયતમાં કોંગ્રેસમાં વિખવાદ ઊભા થયા છે. બાબરા તાલુકા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષની ચૂંટણી હતી તેમાં કોંગ્રેસ દ્વારા જે સત્તાવાર ઉમેદવાર ઊભા રાખવામાં આવ્યા હતા તેને કોંગ્રેસના જ બળવાખોર સભ્યોએ હરાવી દીધા છે. તેથી તાલુકા પંચાયતમાં કારોબારી સમિતિના અધ્યક્ષની ચૂંટણીમાં ભારે વિવાદ સર્જાયો હતો. કારોબારી સમિતિના અધ્યક્ષ પદના કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર કુલદી બસીયા હતા.

ગીતાબેન રાજુભાઈ ખાત્રોજાને બળવાખોર તરીકે ઉમેદવાર બનાવી તેમને મત આપીને જીતાડ્યા હતા. કોંગ્રેસની 30 ઓગસ્ટ 2018માં ગેરશિસ્ત અને બળવાખોર સભ્યો ખૂલ્લીને બહાર આવ્યા હોવા છતાં પ્રદેશ કક્ષાએથી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. આ અંગે અમદાવાદ પ્રદેશ કોંગ્રેસ કચેરીએ જાણ કરી હોવા છતાં હજુ સુધી બળવાખોર સભ્યો સામે તપાસ શુધ્ધા કરવામાં આવી નથી. અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે જીની બહેન ઠુંમર છે. તેઓ પણ સ્થિતીના અંકૂશમાં રાખવા કોઈ ભૂમિકા ભજવી ન હતી.

ભાજપને બિનહરીફ બેઠક મળી

21 ફેબ્રુઆરી 2018ના રોજ બાબરા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં 9 ફેબ્રુઆરીએ ભાજપે અમરેલી જિલ્લાના બાબરા તાલુકાની ઊંટવડ બેઠક બિનહરીફ કબજે કરી હતી. ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીના વિસ્તારમાં કોંગ્રેસને ઉમેદવાર પણ મળ્યા ન હતા. બાબરા તાલુકા પંચાયતની ઊંટવડની અનુસૂચિત જનજાતિની બેઠકમાં ભાજપના ઉમેદવાર રતિબેન ખૂંટે એક માત્ર ફોર્મ ભર્યું હોવાથી તે બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. છે. કોંગ્રેસ કે અન્ય કોઈ પક્ષોએ કે અપક્ષોએ આ બેઠક પર ઉમેદવારી નોંધાવી નથી. અમરેલી જિલ્લાની જાફરાબાદ નગરપાલિકાની ચૂંટણીમાં પણ આવું જ થયું હતું. તમામ 28 બેઠકો પર ભાજપ્ના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીને માટે આ રાજકીય રીતે કારમો ઘા હતો. ભાજપના અહીં હારી ગયેલા ઘારાસભ્ય હીરા સોલંકીએ પોતાના પક્ષને જીતાડી બતાવ્યો હતો.

તમામ વિધાનસભા બેઠક અને તાલુકા પંચાયત કોંગ્રેસે જીતી

ગુજરાત વિધાનસભાની અમરેલી જિલ્‍લાની તમામ બેઠકો પરેશ ધાનાણીએ જીતી બતાવી હતી. ત્યાર બાદ  અમરેલી જિલ્‍લા પંચાયત અને જિલ્લાની તમામ 11 તાલુક પંચાયત અમરેલી, કુંકાવાવ, બગસરા, ધારી, લાઠી, લીલીયા, જાફરાબાદ, રાજુલા, ખાંભા, સાવરકુંડલા અને બાબરા તાલુકા પંચાયતો જીતી હતી. અગાઉ 11 તાલુકા પંચાયત પૈકી ર તાલુકા પંચાયત ભાજપ પાસે હતી. આમ પ્રજાએ આપેલા પ્રેમ અને મત કોંગ્રેસ આપ્યા હતા. પણ રાજકીય કાવાદાવામાં હવે બધું ગુમાવી રહ્યાં છે.

ક્યાં કોણ પ્રમુખ અને ઉપપ્રમુખ

3 ડિસેમ્બર 2015માં તમામ તાલુકા પંચાયતો કોંગ્રેસે જીતી હતી જેના પ્રમુખ ઉપપ્રમુખ તરીકે અમરેલી તાલુકા પંચાયત નરેશ અકબરી(પ્રમુખ), રમેશ કોટડીયા (ઉપપ્રમુખ), જાફરાબાદ- રખમાઇબેન કવાડ(પ્રમુખ), ભગવાન બારૈયા(ઉપપ્રમુખ), ધારી-બેનસાબેન વાળા(પ્રમુખ), બાબુ ભાઈ સાવલિયા (ઉપપ્રમુખ), રાજુલા- બંસીબેન  બળવંત લાડુમોર(પ્રમુખ), ગીતાબેન જગુભાઈ દ્યાખડા (ઉપપ્રમુખ),  ખાંભા- સોમલાભાઈ વાળા (પ્રમુખ), અશ્વિન પરમાર (ઉપપ્રમુખ), બગસરા- દક્ષાબેન કોરાટ (પ્રમુખ) વિનોદ ધારીયા (ઉપપ્રમુખ), લાઠી- જનક તલાવીયા (પ્રમુખ), વજુ નવાપરિયા (ઉપપ્રમુખ), બાબરા- ધકુબેન વાસણી (પ્રમુખ) કિશોર દેથલીયા (ઉપપ્રમુખ), લીલીયા- ઇન્દુબેન પરમાર (પ્રમુખ), ચોથાભાઈ કસોટીયા (ઉપપ્રમુખ), કુંકાવાવ- ભાનુંમતીબેન વસાણી (પ્રમુખ) દેવધાનભાઈ ખાચરીયા (ઉપપ્રમુખ)  સાવરકુંડલા- રાદ્યવભાઈ સાવલીયા (પ્રમુખ) બબલાભાઈ ખુમાણ (ઉપપ્રમુખ) તરીકે પ્રથમ મધ્યસત્ર માટે ચૂંટાયા હતા.

(દિલીપ પટેલ)