અમદાવાદ,તા.૧૬
શહેરના વિરાટનગરમાં આવેલા પરષોત્તમનગરમાં છેલ્લા ઘણાં સમયથી ગટરના ગંદાપાણી રોડ પર વહેતા હોવાની સમસ્યાથી ત્રસ્ત સ્થાનિક રહીશોએ આજે કોર્પોરેટર મીનાબેન સાથે ગાંધીગીરી કરી હતી. સ્થાનિક ભાજપના કોર્પોરેટરને ગટરના ગંદા પાણી વહી જતા હોઈ તેમાંથી ચાલવાની ફરજ પડતા ભારે હોબાળો મચી ગયો હતો. આ અંગે મળતી માહીતી અનુસાર,વિરાટનગરમાં છેલ્લા ઘણાં સમયથી ગટરના પાણી બેક મારી રોડ પર વહેતા હોવાની સમસ્યા વિકરાળ બની છે.આ પ્રશ્ને સ્થાનિકો દ્વારા અનેકવખત રજુઆત કરવા છતાં સમસ્યા ન ઉકેલાતા રહીશોએ આજે સ્થાનિક કોર્પોરેટરને સ્થળ પર બોલાવી ગટરના ગંદા પાણીમાં ચાલવાની ફરજ પાડી હતી.