ભાજપના પ્રદેશ પ્રમુખ જીતેન્દ્ર વાઘાણી નવેમ્બર 2019માં બદલી કાઢવામાં આવશે, આ સાથે ગુજરાત પ્રદેશ કારોબારી, સંગઠન માળખું, જિલ્લા પ્રમુખ અને જિલ્લા સમિતિઓ, બુથ સમિતિની રચના કરવા માટે પ્રદેશ મહામંત્રીઓ તેમજ મુખ્ય અગ્રણીઓની બેઠકમાં નિર્ણય લેવાયો હતો. આ મહિના – ઓગષ્ટના અંતમાં પ્રાથમિક સભ્યો નોંધી લેવાશે. હવે કોઈ ઓબીસી પ્રમુખને નિયુક્ત કરીને અમિત શાહે ‘ખામ’ થિયરી અમલી બનાવવા નક્કી કર્યું છે.
20 ઓગસ્ટ 2016માં વાઘાણીની નિયુક્તી થઈ હતી.
ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખપદે ભાવનગરના ધારાસભ્ય હતા ત્યારે જીતેન્દ્ર વાઘાણીની નિયુક્તિ થઈ હતી. બે દાયકા દરમિયાન પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે સૌરાષ્ટ્રના પ્રમુખ રહ્યાં છે જેમાં બે વખત વજુભાઈ વાળા, બે ટર્મ માટે રાજેન્દ્રસિંહ રાણા, એક ટર્મ માટે પરસોતમ રૂપાલા, બે ટર્મમાં આર.સી.ફળદુ, વિજય રૂપાણી અને જીતેન્દ્ર વાઘાણી પ્રમુખ તરીકે રહયા હતાં. તેથી હવે તેઓ સૌરાષ્ટ્રના પ્રદેશ પ્રમુખ નહીં હોય.
વાઘાણી અનેક વિવાદોથી ઘેરાયેલા રહ્યાં છે. અનેક બાબતોને લીધે ભાજપના પ્રદેશ પ્રમુખ પર નૈતિકતાના આધાર પર રાજીનમું આપવા પ્રજા અને પક્ષ દ્વારા દબાણ થયા હતા. પણ તેમ થયું ન હતું.
વિવાદો
- જીતેન્દ્ર વાઘાણીના પુત્ર મીત વાઘાણી પરીક્ષામાં ચોરી કરતાં પકડાયો ત્યારે તેઓને રાજીનામું આપવા માટે દબાણ થયું હતું.
- તેમના સમયમાં સૌથી વધુ પક્ષાંતર ભાજપમાં થયું છે.
- વિધાનસભાની સૌરાષ્ટ્રમાં ભાજપે મોટી સંખ્યામાં વિધાનસભા બેઠકો ગુમાવી પડી હતી. પોતાના ભાઈ ગીરીશને ઉપકુલપતિ બનાવવા માગતા હતા પણ કૌભાંડ બહાર આવી ગયું હતું.
- મુંબઈનો ચેક રિટર્ન કેસ ચાલે છે.
- કોંગ્રેસના રાહુલ ગાંધી ઉપર તેમણે ગંદી ટીપ્પણી કરી હતી. તેથી ચૂંટણી પંચે તેમના પર પ્રચાર કરવાનો પ્રતિબંધ મૂકી દીધો હતો.
- ભાવનગરના બુધેલ ગામના સરપંચ સામે જમીન વિવાદ મામલે તેઓ આખરે રાજપૂત નેતાઓ સામે ઘૂંટણીએ પડી ગયા હતા.
- મહેસાણાના પાસના નેતાને રૂ.એક કરોડની લાંચ આપવાની ઓડિયો ટેપ બહાર આવી હતી.
- સરકારમાં સસરાની સારવાર મફતમાં કરાવી તેથી વિવાદ થતાં રૂ.1 લાખનું દાન આપ્યું હતું.
- 26મી જાન્યુઆરીએ ભાવનગરના ધ્વજવંદન કાર્યક્રમમાં તેમણે ઊંધો રાષ્ટ્ર ધ્વજ ફરકાવીને રાષ્ટ્રનું અપમાન કર્યું હતું.
- જયંતિ ભાનુશાળીનું સેક્સ કૌભાંડ, હત્યા કેસ અને ભાજપનું ગુનાખોરી તેમના સમયમાં વધુ થઈ છે. ભાજપના સેક્સ કૌભાંડો અને ભ્રષ્ટાચારના ગુનાઓ તેમના સમયમાં પક્ષમાં સૌથી વધુ નોંધાયા છે.
………………………