વિસનગર માર્કેટ યાર્ડ ભાજપનો અડ્ડો

વિસનગર માર્કેટ યાર્ડ ભાજપના કાર્યકરોનો અડ્ડો બની ગયો છે. અહીં અનેક ગેરકાયદે પ્રવૃત્તિ થઈ રહી છે. હવે તો વેપારીઓ પોતાની નવી ખોલેલી પેઢી બંધ કરીને રૂ.1 કરોડની રકમ 124 વેપારીઓના ડૂબી ગયા છે. વેપારી ઠગાઇ કરી ફરાર થઇ ગયો છે. વેપારીઓ પાસેથી ખરીદી કરીને માલના પૈસા આપ્યા નથી. વિસનગર માર્કેટયાર્ડમાં પિતા અને પુત્રએ પ્રથમ વેપારીનો વિશ્વાસ  જીતીને લેતી-દેતી નિયમિત કરી હતી. અનાજની ખરીદીના પૈસા રોજ આપતાં હતા. વેપારીઓએ નવી પેઢીના વ્યવહારો જોઇને માલ વેચાણ માટે આપ્યો હતો. યાર્ડમાંથી ઉધારમાં માલ ખરીદીને ઓછા ભાવે માલ બીજાને વેંચી માર્યો હતો. પછી વેપારી શટર બંધ કરીને પલાયન થઇ ગયા છે.

વિસનગર તાલુકા ભાજપનું ધમધમતુ કાર્યાલય બંધ કરીને ધારાસભ્ય કાર્યાલય તેમજ માર્કેટયાર્ડ ઓફીસ કાર્યકરોનો અડ્ડો બનતા તાલુકા ભાજપ કાર્યાલયને તાળા લાગી ગયા છે. ભાજપના આગેવાનો, કાર્યકરો અને દાતાઓના સહયોગથી તાલુકા કાર્યાલયની સ્થાપના કરાઈ હતી. પરંતુ ધારાસભ્ય અને તાલુકાના આગેવાનોની દુર્લક્ષતાથી તાલુકા કાર્યાલય સુમસામ ભાસી રહ્યુ છે.

તાલુકાના ભાજપના પાયાના કાર્યકર જશુભાઈ વી.પટેલના પ્રયત્નોથી ગોલ્ડકોઈન માર્કેટમાં જુના કાર્યકરોના દાનથી દુકાનોમાં તાલુકા ભાજપ કાર્યાલય સારી રીતે ચાલતું હતું. કાર્યાલય પર લોકો અને કાર્યકરોનો ઘસારો રહેતો હતો. 2012 સુધી કાર્યક્રમો છતાં હતી. ધારાસભ્ય કાર્યાલય શરૂ કરવામાં આવતા તાલુકા કાર્યાલયમાં કાર્યકરોનો ઘસારો ઓછો થયો હતો. કાર્યાલય ખંડેર બની ગયું હતું. વિજ બીલ ન ભરાતા વીજ જોડાણ કાપી કાઢવામાં આવ્યું હતું. ધારાસભ્ય માર્કેટયાર્ડના અધ્યક્ષ બનતા ભાજપના કાર્યકરો અને લોકોને  માર્કેટયાર્ડની ઓફીસમાં કાર્યકરો જવા મજબૂર બન્યા છે. ભાજપના ધારાસભ્ય સાથે કાર્યકરોને ગમો અણગમો હોય ત્યારે આ કાર્યાલય તાલુકાના કાર્યકરો માટેની બેઠકનું સ્થળ હતું. પરંતુ અત્યારે તાલુકા કાર્યાલયની અવગણના કરવામાં આવી રહી છે.