વીએસ હોસ્પિટલ પ્રજાને પરત આપો, નવી એસવી તમે રાખો, મુખ્ય પ્રધાનને મળતા ધારાસભ્યો

ગુજરાતના 71 ધારાસભ્યો મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને મળ્યા હતા અને કહ્યું હતું કે ગુજરાતની અસલી ગરીબો માટેની વીએસ હોસ્પિટલ પ્રજાને પરત કરો અને શ્રીમંતો માટે બનાલેવી એસવી હોસ્પિટલ સરકારને સોંપી દો.

ગુજરાત ભરના દર્દીઓ જ્યાં આવતાં હતા તે વીએસ હોસ્પિટલની પાસે ભવ્ય નવી એસવી હોસ્પિટલ બનાવી છે. જૂની બંધ કરીને નવી શરૂં કરી છે. પહેલાં ગરીબો માટે સારવાર થતી હતી હવે શ્રીમંતો માટે સારવાર થાય છે. તબિબી મફત સારવાર આપવી તે દરેક સરકારની ફરજ છે. પણ ભાજપની રૂપાણી સરકાર આવ્યા બાદ ગરીબ દર્દીઓ માટે વીએસ હોસ્પિટલના દરવાજા બંધ કરીને શ્રીમંતો માટે દરવાજા ખોલી દેવાયા છે. નવી હોસ્પિટલ ગુજરાતની શ્રેષ્ઠ હોસ્પિટલ બની છે પણ તે માત્ર શ્રીમંત દર્દી માટે છે ગરીબ દર્દી માટે દરવાજા બંધ થઈ ગયા છે. જુની વીએસની સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. તેથી તે અંગે ગુજરાત વિધાનસભામાં 71 ધારાસભ્યોએ માંગણી કરી હતી કે ગરીબ લોકો માટે જૂની હોસ્પિટલ ચાલું રાખો બાજુમાં શ્રીમંત દર્દીઓ માટે નવી હોસ્પિટલ ચાલુ રાખો. અમને અમારી ગરીબોની હોસ્પિટલ પરત આપો.

ધારાસભ્યોએ માંગણી કરી હતી કે, અમદાવાદની જૂની વીએસ હોસ્પિટલની સુપર સ્પેશિયાલિટીની સેવાઓ બંધ કરી દેવાઈ છે. તે ચાલું કરવામાં આવે. વીએસમાં મફતમાં મળતી સુવિધાઓ માટે પણ દર્દીઓને હવે એસવીમાં નાણાં ચૂકવવા પડશે. ગરીબ દર્દીઓને વધુ રૂપિયા ચૂકવીને સારવાર કરવવી પડે છે.

AMCની આ નીતિનો કોંગ્રેસ છેલ્લા ઘણા દિવસોથી વિરોધ કરી રહી છે. હવે વિધાનસભામાં પ્રજાનો અવાજ પહોંચ્યો છે. 750 કરોડના ખર્ચે બનેલી એસવીમાં ગરીબ દર્દીઓ આવતાં નથી. દર્દીઓથી ખીચોખીચ રહેતી વીએસ હોસ્પિટલ

અમદાવાદ શહેરના દરિયાપુર મતવિસ્‍તારના ધારાસભ્‍ય ગ્‍યાસુદ્દીન શેખે ગરીબ દર્દીઓ માટે જીવાદોરી સમાન વી.એસ. હોસ્‍પિટલ બંધ થયાનો મુદ્દો ઉપસ્‍થિત કર્યો હતો. તેમની સાથે બીજા અનેક ધારાસભ્યો જોડા હતા અને વી.એસ. હોસ્‍પિટલ અગાઉની જેમ ફરીથી શરૂ કરવા માંગણી કરી હતી, જેમાં હાઉસ બહાર પણ બીજા મળીને કુલ 71 ધારાસભ્યો જોડાયા હતા.

ગરીબ દર્દીઓને વી.એસ.ના બદલે દૂર આવેલ સિવિલ હોસ્‍પિટલ જવા સિવાય અન્‍ય કોઈ આરો રહેતો નથી. આ રૂટ ટ્રાફિકથી સૌથી વ્‍યસ્‍ત રૂટ હોય છે. મળવાને કારણે સૌથી વધુ ગંભીર દર્દીઓએ જાન ગુમાવવાનો વારો આવ્‍યો છે. અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વી.એસ. હોસ્‍પિટલ અગાઉની જેમ જ ચાલુ રહે તેવી કાર્યવાહી કરવામાં આવે. મધ્‍યમ વર્ગના દર્દીઓને સુપર સ્‍પેશ્‍યાલીસ્‍ટ મળતી તમામ સેવાઓ અગાઉની જેમ જ ચાલુ રાખવા માંગણી કરી હતી.

પાછલા બારણે જૂની વી.એસ. હોસ્‍પિટલ બંધ કરવી તે નિંદનીય કૃત્‍ય છે. અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોએ ગરીબોની જીવાદોરી સમાન વી.એસ. હોસ્‍પિટલ બંધ કરવાનું નક્કી કરી લીધું છે. નાગરિકોને અંધારામાં રાખી ટુકડે ટુકડે વી.એસ. હોસ્‍પિટલ બંધ કરવાનું ષડયંત્ર રચાયું છે, જે નિર્ણયથી અમદાવાદના હજારો ગરીબ અને મધ્‍યમ વર્ગના દર્દીઓને ગંભીર અસર થઈ છે.