શહેરના વીજળી વિભાગની એક બેદરકારી ગુજરાત હાઈકોર્ટની સામે આવેલા સત્યમેવ કોમ્પ્લેક્સની બહાર રોડ પર આવેલી ડીપીમાં જોવા મળી છે. સપ્તાહ દરમિયાન અતિ વ્યસ્ત એવા એસ.જી. હાઈવે પર આવેલા રોડ સાઈડ પર એક ડીપી છેલ્લાં કેટલાંક દિવસથી ખૂલ્લી પડી રહી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ખૂલ્લી ડીપી કે ખૂલ્લા વાયરના કારણે અનેક અકસ્માતો સર્જાયા છે. અને હાલમાં વરસાદી મોસમ પણ પૂરબહારમાં ખીલેલી છે ત્યારે વરસાદી પાણીનાં કારણે પણ આગ લાગવાના કે કરંટ લાગવાની ઘટના બની શકે છે ત્યારે વીજળી વિભાગ દ્વારા હજુ સુધી આ ડીપીને બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી નથી. શું વીજળી વિભાગ કોઈ મોટી દૂર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે?