વીજ પ્રધાન દલાલ પર હવે ભરોષો નઈ કે ?

2022 સુધીમાં 30,000 મેગાવોટ ગ્રીન એનર્જી પેદા કરાશે. સોલાર રૂફટોપ પોલિસીમાં બે લાખ પરિવારો જોડાશે, 2022 સુધીમાં આઠ લાખ પરિવારો તેમની અગાસી પર 2000 મેગાવોટ સોલાર વીજળી પેદા કરશે. ગુજરાત સરકાર આવો દાવો કરી રહી છે. પણ તેના પર લોકોને ભરોશો નથી. કારણ કે અગાઉ આવી અનેક વખત જાહેરાતો કરાઈ છે. પણ તે તમામમાં લોકો છેતરાયા છે. ગુજરાતના 3 મોટા શહેરો અને ગાંધીનગરને સોલાર સિટી બનાવવાની જાહેરાત મોદીએ કરી હતી. પણ તેમાં કંઈ જ થયું નથી. તેથી ગુજરાતની જનતાને મોદી, રૂપાણી, સૌરભ દલાલ કે બીજા પર આ અંગે કોઈ ભરોશો નથી. જે રીતે ભાજપના પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય જીતેન્દ્ર વાઘીણી પર કોઈને ભરોસો રહ્યો નથી એવું હવે સરકારનું પણ છે. 

2013માં રાજ્યની કોલસા વગરની રીન્યુએબલ એનર્જીની સ્થાપિત ક્ષમતા 4126 મેગાવોટ હતી તે વધીને 2019માં 9000 મેગાવોટ થઇ છે જે 2022 સુધીમાં 30,000 મેગાવોટ કરવાનું છેતરામણું સ્વપ્ન ભાજપની રૂપાણી સરકાર બતાવી રહી છે. 6 વર્ષમાં 109 ટકા વધારો થયો છે તો હવે 3 કે 4 વર્ષમાં 300 ટકાનો વધારો ભાજપની નિષ્ફળ સરકાર કઈ રીતે કરશે તે ઉર્જા પ્રધાન સમજાવી શકતા નથી. 

ગ્રીન એન્ડ ક્લીન એનર્જી ક્ષેત્રે ગુજરાત દેશનું નેતૃત્વ લેશે તેવો દાવો કરી રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલે કર્યો છે, 2022 સુધીમાં ગુજરાતમાં 30,000 મેગાવોટની વીજળી પુનપ્રાપ્ય ઉર્જા ઉત્પાદનથી મળશે. ગુજરાત સરકાર ધોલેરામાં 5000 મેગાવોટ અને રાધાનેસડામાં 700 મેગાવોટના સોલાર પાર્ક સ્થાપી રહી છે. નવી સોલાર રૂફટોપ યોજનામાં બે લાખ પરિવારોને જોડવાનુ આયોજન છે. 

ખાનગી ઉત્પાદકો પાસેથી 1000 મેગાવોટ સોલાર ઉર્જા મેળવવામાં આવશે. નાના ઉત્પાદકોને સરકારે અનેક લાભ આપ્યા છે. કચ્છમાં ગાઇબ્રીડ પાર્કથી 10 વર્ષમાં 30,000 મેગાવોટ ગ્રીન એનર્જી ઉત્પાદિત કરાશે તેવો દાવો પણ તેમણે કર્યો છે. 

ઉર્જા મંત્રીએ કહ્યું હતું કે રાજ્યના નાગરિકો પોતાના ધાબા ઉપર સોલાર પેનલ ગોઠવી ઘરમાં સૌર ઉર્જા ઉત્પાદિત કરી શકે તે માટે નવી સોલાર રૂફટોપ યોજના રાજય સરકારે અમલમાં મૂકી છે.  આ યોજના હેઠળ ત્રણ કિલોવોટ સુધીની સોલાર સીસ્ટમ બેસાડનાર પરિવારોને નિયત કરાયેલી કિંમત ઉપર 40 ટકાની સબસીડી અને  ત્રણ થી 10 કિલોવોટ સુધીની સોલાર સીસ્ટમ બેસાડનાર પરિવારને 20 ટકા સબસીડી આપવામાં આવશે. આ યોજના માટે 1000 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ યોજનાથી રાજયભરના બે લાખ પરિવારોને લાભ થશે. આ વર્ષે આ યોજનાથી 600 મેગાવોટ સૌર વીજ ઉત્પાદન થવાનો લક્ષ્યાંક છે જે 2022 સુધીમાં આઠ લાખ પરિવારો દ્વારા 2000 મેગાવોટનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

રાજયમાં પ્રથમ વખત નાના પાયા પર સૌર ઉર્જાના ઉત્પાદન સાથે લોકોને સાંકળવા નવી યોજના શરૂ કરવામાં આવી છે, જેમાં કોઇ વ્યક્તિ, ખેડૂતસોસાયટીસહકારી મંડળીકંપની કે પેઢી 500 કિલોવોટથી ચાર મેગાવોટ સુધીની સૌર ઉર્જા ઉત્પાદિત કરશે તો ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ તે વીજળી ખરીદ કરશે. આ માટે કોઇ ટેન્ડિર પ્રક્રિયામાં ભાગ લેવો નહી પડે.

ધોલેરામાં 5000 મેગાવોટના સોલાર પાર્ક સ્થાપનાનું લક્ષ્યાંક છે જે પૈકી 4000 મેગાવોટ ભારત સરકારના NTPC  તથા સેકી દ્વારા સ્થાપવામાં આવશે, જ્યારે ગુજરાત સરકાર 1000 મેગાવોટનો પ્લાન્ટ સ્થાપશે.

રાજયમાં સોલાર પાર્ક ઉપરાંત ખાનગી જમીન ઉપર સૌર ઉર્જા ઉત્પન્ન કરવા ઇચ્છતા સાહસિકો માટે ’’નોન પાર્ક’’ યોજના અંતર્ગત લોકો જાતે જ જમીન મેળવે,  અને સોલાર પ્રોજેકટ સ્થાપે તે માટે 1000 મેગાવોટના લક્ષ્યાંખક સાથે 500 મેગાવોટના બે બીડ અનુક્રમે 2.44 અને 2.65 પ્રતિ યુનિટના આપવામાં આવ્યા છે. બે વર્ષમાં આ કામગીરી પૂરી કરાશે.