મહુવામાં અનેક યાયાવાર પક્ષીઓ શિયાળો ગાળવા મહેમાન બન્યા કે તો ઘણા ખરા સ્થાયી થયા છે, છતાં તેની જાળવણી માટે વન વિભાગ ઘ્યાન આપતું નથી. પરિણામે આવા પક્ષીઓ મોતના મુખમાં ધકેલાઈ રહૃાા છે. પશુપંખીનાઅનેકવાર મોત થયા છે.વનવિભાગ ઘ્યાન આપતું નથી ત્યાં આજે એક સાથે ચાર પેલીકન પક્ષીઓના શોક લાગવાથી મોત થતા આક્ષેપો પુરવાર થયા હતાખુલ્લા તારો સાથે વીજ લાઈન પક્ષીઓ માટે યમદુત બની રહી છે. છતાં વીજતંત્ર વાયર કોટેડ કરી પક્ષીઓને જીવન બચાવવા કોઈ કાર્યવાહી થતી નથી વનવિભાગે વીજતંત્ર સામે ઘુટણીયે ટેકાવી દીધું હોય એમ ફરજ પડાતી નથી આજે સવારે એક સાથે ચાર પેલીકન- પેણ પક્ષીનાં મોત છતાં વન તંત્ર વિભાગે કલાકો સુધી સ્થળ પર ફરકવાની તસ્દી લીધી ન હતી.