રાજકોટ શહેરમાં સૌથી ઓછા વૃક્ષોની સંખ્યા બચી છે તેથી વૃક્ષો વધારવા માટે વિજયભાઈએ એવું વિચાર્યું કે લોકો મુત્યુ પછી પણ યાદ રાખે તેવા આશયથી વૃક્ષા રોપણની શરૂઆત પોતાના વતન ફતેહપુરથી કરી હતી. સરકારને શરમાવે તેવી પ્રવૃતિ પડધરીના મૂળ રહેવાસી વિજયભાઈ કરી રહ્યા છે. વિજયભાઇએ 4 વર્ષમાં 2 લાખ 18 હજાર વૃક્ષો વાવી તેને ઉછેરવાનું કાર્ય કર્યું છે. રાજકોટ શહેરના મુખ્ય માર્ગો તેમજ 150 ફૂટ રિંગ રોડ પર માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી સુધી ઠેર-ઠેર વૃક્ષોનું વાવેતર કરી તેનું જતન કર્યું છે. વૃક્ષારોપણની ફરતે ગ્રીન કલરની નેટ નાખી વૃક્ષોનું જતન કરે છે. વૃક્ષોના જતન માટે 184 લોકોનો સ્ટાફ તેમજ ઝાડને પાણી આપવા માટે 55 જેટલા ટેન્કર અને ટ્રેક્ટર પણ રાખવામાં આવ્યા છે. વિજયભાઈ આગામી 5 વર્ષમાં પડધરીમાં જ 10 લાખ વૃક્ષો વાવી તેનો ઉછેર કરવો છે.
સમાજના સપોર્ટથી ગુજરાતને પણ ગ્રીન કરી દેવું છે. વૃક્ષો પાછળ જેટલો ખર્ચ કર્યો તે સમાજે આપેલો છે તેથી સમગ્ર મિલકત એ સમાજની છે અને સમાજ માટે છે.