એલ્ડરલી હોમ કેર આસિસ્ટન્ટ 2 મહિનાનો કોર્સ રાજ્યના ઘણા સ્થળોએ ઈન્ડિયન રેડ ક્રોસ દ્વારા કરવામાં આવ્યો હતો. એક બેચમાં ઘણા સ્થળે 30 જેટલી મહિલાઓ હતી. વૃધ્ધ વડીલોની ઘરે અથવા હોસ્પિટલે જઈ સેવાકીય ટ્રીટમેન્ટ આપી શકે તે માટેની ટ્રેનિંગ વિના મૂલ્યે આપવામાં આવી હતી. ધોરણ 7 પાસ થયેલા 18થી 45 વર્ષની ઉમરના ઉમેદવાર કોર્સમાં જોડાઇ શકે છે.
રાજય સરકારના સહયોગથી વૃદ્ધ લોકોને તેમના ઘરે જઈ તાલીમબદ્ધ કર્મચારીઓની સહાય મળે તે હેતુથી ગુજરાત રેડક્રોસના માધ્યમથી સમગ્ર રાજયમાં તાલીમ કોર્સનું આયોજન કરાયું હતું. ડોકટર અને નર્સ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. આરોગ્ય ક્ષેત્રનું પ્રાથમિક જ્ઞાન આપવામાં આવે છે. 1 મહિનાની હોસ્પિટલમાં તાલીમ આપવામાં આવે છે. બે મહિનાની તાલીમ દરમ્યાન તાલીમાર્થીને રૂ.500 સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે.
રેડક્રોસ રાજય શાખા અને રાજયના આરોગ્ય વિભાગ તરફથી પ્રમાણપત્ર આપવામાં આવે છે.
ગુજરાતમાં હવે સાંસ્કૃત્તિક બદીના એક ભાગ તરીકે વૃદ્ધાશ્રમ વધી રહ્યાં છે. ગ્રામ્ય વિસ્તારમાં વૃધ્ધોની સંખ્યા વધું છે. જેમાં દર વર્ષે વધારો થઈ રહ્યો છે. વૃક્ષોની સેવા કરી શકે અને તેમાંથી આવક ઊભી કરી શકે તે માટે આ અભ્યાસક્રમ સરકારે નક્કી કર્યો છે. વૃધ્ધોની બિમારીમાં સારવાર આપી શકે એવું અલગ તંત્ર હવે ઊભું થઈ રહ્યું છે. જે ગુજરાતી સમાજ માટે સામાજિક અસમતુલા બતાવે છે. વૃધ્ધાશ્રમમાં હિંદુ અને ક્રિશ્ચયન ધર્મના લોકો વધું છે. મુસ્લિમ ધર્મના એક પણ વ્યક્તિ વૃદ્ધાશ્રમમાં રહેતા નથી કારણ કે મુસ્લિમ સમૂદાય તેમના માતા પિતાને જીવનભર સાચવે છે.