અમરેલી તા. ર૧ : ખાંભાના મુંજયાસરમા ૭૦ વર્ષના વૃદ્ધાને ફાડી ખાનાર દિપડાને પાંજરામાં પુરવામાં વનવિભાગને પરસેવો પાડ્યા બાદ સફળતા મળી છે. ખાંભા તાલુકાના મુંજયાસર ગામમાં વહેલી સવારે નનુબેન પરમાર (ઉ.૭૦) નામના વૃદ્ધા બાથરૂમ કરવા ગયા ત્યારે અચાનક દીપડો આવી ચડી અને વૃદ્ધા પર હુમલો કરી અને વૃદ્ધાને ઢસડીને એક કિલોમીટર વાડીમાં જુવારના પાકમાં ફાડી ખાધા હતા. ત્યારે વૃદ્ધાના પરીવાર દ્વારા વૃદ્ધાની શોધખોળ હાથ ધરતા એક વાડીમાંથી જુવારના પાકમાંથી વૃદ્ધાની લાશ મળી આવી હતી બાદ વૃદ્ધાને પી એમ અર્થ ખાંભા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બાદ ખાંભા વન વિભાગના આરએફ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી માનવ ભક્ષી દીપડાને પકડવા કાર્યવાહી હાથ ધરી હતી અને બે પાંજરા દીપડાને પકડવા મુકયા હતા. વન વિભાગની કામગીરીના કારણે આ માનવક્ષી દીપડો પાંજરે પુરાઇ જતાં મુંજયાસરના ગામ લોકોએ હાશકારો અનુભવ્યો હતો.