ખાંભા તુલસીશ્યામ રેન્જ નીચે આવતા ટીમ્બળવા રાઉન્ડના ગીર જંગલમાં આવેલ સુપ્રસિઘ્ધ (વેજેલાઈ) વેજલ માતાજીના દર્શનાર્થે પગપાળા જતા પ્રતાપભાઈ બાલુભાઈ પોપટ (રહે. ચાતુરી) અન્ય ત્રણ વ્યકિતને વન વિભાગે રસ્તામાં રોકી જંગલમાં રોકી એક હજારનો દંડ વસુલ કરેલ હતો. સામતભાઈ પોપટે ચતુરી ખાતે વેજલ માતાજીના મંદિર ખાતે ઉપવાસ ચાલુ કર્યું છે.
વેજલ માતાજી પોપટ પરિવારના કુળદેવી હોય અને વેજેલાઈની જગ્યામાં સેદાજી અને વેજાજીની સરવૈયા પરિવારના સુરાપુરા હોવાથી પોપટ પરિવાર અને સરવૈયા પરિવાર વર્ષોથી વેજેલાઈ દર્શનાર્થે આવતા હોય છે. વન વિભાગ કયારેય અડચણરૂપ થયેલ ન હતું અને દર્શનાર્થે જતા યાત્રાળુને વનવિભાગે દંડ અથવા કોઈ દિવસ રોકવામાં આવેલા ન હતા.
ધારી ગીર પૂર્વમાં જંગલ અને ગીર વિસ્તારમાં આસ્થારૂપી ધાર્મિક સ્થળો આવેલા છે. વન વિભાગ અડચણ રૂપી થતું હોય છે. ગીરમાં કનકાઈ માતાજી મંદિર, હનુમાનગાળા, સાખની ખોડીયાર, તુલસીશ્યામ ધામ, મિતિયાળા અભ્યારણમાં મોમાઈ માતાજીનું મંદિર જેવા સુપ્રસિઘ્ધ ધર્મસ્થાનો આવેલા છે.
કાયદા સામે દંડા ઉગાવતા વન વિભાગ સામે દર્શનાર્થીઓમાં ફફડાટ ફેલાયો હતો. ત્યારે વર્ષો જૂની પરંપરા ચાલી આવતી હોય છે. આસપાસના દર્શનાર્થીઓ અને શ્રઘ્ધાળુ પોતાની દેવી-દેવતા અને માતાજીના દર્શન અર્થે જંગલમાં આવતા હોય છે.
ગીર સોમનાથ જૂનાગઢ અને અમરેલીના ગીર જંગલની વચ્ચે આવેલા કનકાઈ ગીર મંદિરની ગાયો અને ટ્સ્ટી મંડળ મુશ્કેલીમાં મુકાયું છે. મંદિર ટ્રસ્ટ અને વન વિભાગ આમને સામને આવી ગયું હતું. વન અધિકારીઓએ ગાયોને ચારતા અટકાવતા ગાયોના ભૂખમરાને કારણે મોત થયા હતા.