ગુજરાત રાજયના તમામ જિલ્લાઓમાં સેલ્સટેકસ, વેટ અને જીએસટીની અંદાજે ૫૦ હજાર કરોડની વસુલાત બાકી છે. સમગ્ર રાજ્યમાં કુલ ૪૮૧૩૨ એકમો પાસેથી કુલ રૂપિયા ૨૯૫૬૦. ૧૦ કરોડની વસુલાત બાકી છે. જેમાં ૬૩૯૩ એકમો પાસેથી જ રૂપિયા ૧૦ લાખ કરતાં વધારે ટેક્ષની વસુલાત બાકી છે.
ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરીમાં રાજયના વિવિધ એકમો પાસેથી સેલ્સટેકસ, વેટ અને જીએસટીની બાકી વસુલાત અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યાં છે. તેનાં લેખિત જવાબમાં રાજય સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સેલ્સટેકસ, વેટ અને જીએસટીની અંદાજે ૫૦ હજાર કરોડની વસુલાત બાકી છે. સમગ્ર રાજ્યમાં કુલ ૪૮૧૩૨ એકમો પાસેથી કુલ રૂપિયા ૨૯૫૬૦. ૧૦ કરોડની વસુલાત બાકી છે. જેમાં રૂપિયા ૧૦ લાખ કરતાં ઓછી વસુલાતની પણ ગણતરી કરવામાં આવે તો સેલ્સટેકસ, વેટ અને જીએસટીની અંદાજે ૫૦ હજાર કરોડની વસુલાત બાકી છે. સમગ્ર રાજ્યમાં કુલ ૪૮૧૩૨ એકમો પાસેથી કુલ રૂપિયા ૨૯૫૬૦. ૧૦ કરોડની વસુલાત બાકી છે.
ગુજરાત રાજ્યમાં કુલ ૧૧ જિલ્લાઓમાં રૂપિયા ૧૦૦૦ કરોડ કરતાં વધારે સેલ્સટેકસ, વેટ અને જીએસટીની વસૂલાત બાકી છે. જેમાં વડોદરામાં ૭૩૭૭ એકમો પાસેથી રૂપિયા 6341.20 કરોડ તથા કચ્છમાં ૩૯૭૪ એકમો પાસેથી રૂપિયા 4569 કરોડની સેલ્સટેકસ, વેટ અને જીએસટીની વસૂલાત બાકી છે. સુરતમાં ૭૫૮૩ એકમ પાસેથી 4250.60 કરોડ, મોરબીમાં ૪૧૪૫ એકમો પાસેથી રૂપિયા 2766.60 કરોડ અને રાજકોટમાં ૫૫૬૦ એકમો પાસેથી રૂપિયા ૧૦૫૬. ૭૦ કરોડની વસુલાત બાકી છે. જ્યારે ચાર જિલ્લાઓમાં ૧૦ કરોડ કરતાં ઓછી વસુલાત બાકી છે. તેમાં મહેસાણા જિલ્લામાં ૧૨ એકમ પાસેથી સૌથી ઓછી ૧. ૧૩ કરોડની વસુલાત બાકી છે.