બનાસકાંઠાનાં થરાદનાં અંતરિયાળ ગામ વડિયા ગામ મહિલાઓના દેહ વ્યાપાર માટે દેશભરમાં બદનામ હતું. વાડિયામાં બદલાવ આવે, ત્યાંની દીકરીઓ પરણે અને સામાન્ય પરિવારની જેમ સાસરે જાય અને પોતાનો સંસાર શરૃ કરે એવા સ્વપ્ન સમગ્ર ગુજરાતના સમજુ લોકોનું હતું. હવે આ ગામ સુધારા પર છે. અહીં યુવતીઓ લગ્ન કરવાના બદવે વેશ્યાવૃત્તિ કરાવવા માટે તેના પિતા અને ભાઈ દલાલ બની જતાં હતા. પણ છેલ્લાં 10 વર્ષમાં સમાજિક સંસ્થાઓના પ્રયત્નો પછી અહીં હવે યુવતીઓ લગ્ન કરવા લાગી છે. હવે અહીં લગ્ન પરંપરા શરૂ થઈ છે. સરકારે અહીં સુધારા લાવવા માટે પ્રયાસ કરેલાં જેમાં તેને નિષ્ફળતા મળેલી પણ સ્વૈચ્છિક સંસ્થાઓએ અહીં પ્રયાસો કરેલાં હતા. જે હવે ફળ્યા છે. લોકો સુધર્યા છે અને પોતાના પુત્રીઓને પરણાવે છે. આવું જ એક લગ્ન થયું છે. વાડિયા ગામે આજે સરણાઈનાં સુર વાગી રહ્યાં છે. લગ્ન રંગેચંગે કરાયા હતાં. 2006થી મિત્તલ પટેલે અહીં પરિવર્તન કરવાનું નક્કી કર્યું હતું આજે 13 વર્ષમાં ગામ બદલાઈ ગયું છે. લોકો હવે ખેતી કરે છે. પશુ પાળે છે અને કમાણી કરે છે.
ઈ.સ.2012માં 20 કુંવારી યુવતીને આ ગમે પરણાવી હતી. પછી તેમાં વધઘટ થયાં કરે છે. ઈ.સ.2019માં 7 દીકરીઓના લગ્ન થયા હતા. મે 2019ના એક જ મહિનામાં 5 કુંવારી દિકરીઓના લગ્ન થયા છે, ચંદ્રકાન્તભાઈ ગોગરીએ લગ્ન કરાવવામાં મદદ કરી હતી. ખર્ચ ઉઠાવ્યું હતું.
ઉત્તર ગુજરાતમાં રિવાજ છે કે, મા – બાપ સાસરે વળાવેલી દીકરીને ધામેણું (ભેંસ) આપે છે. અહીં ધામેણાનો રિવાજ વાડિયાની દીકરીઓ માટે છે. જેથી તે પોતાના સાસરે જઈને એક ભેંસમાંથી અનેક ભેંસ પેદા કરીને દૂધ વેંચવાનો ધંધો કરી શકે. એક સમયે બદનામ વાડિયા ગામ હવે આદર્શ ગામ બની ગયું છે.
સામાજિક સંસ્થાઓનાં પ્રયત્નથી આ ગામમાં ખુબજ પરિવર્તન આવ્યુ છે અને આજે સામાજિક સંસ્થાના સંચાલક ની હાજરીમાં ગામની એક યુવતિનાં લગ્ન થયાં હતાં.જે
વાડિયા ગામએ નામ સાંભળતા જ લોકોનાં મનમાં એક જ સવાલ ઊભો થાય જે દેહવ્યાપાર માટે જાણીતું છે તે વાડિયા ગામમાં આ રીતે કઈ રીતે પરિવર્તન આવેલું છે. ગામ દેહ વ્યાપાર તરીકે સમગ્ર દેશ બદનામ થયું હતું ત્યારે આ ગામમાં સુધારો લાવવા સરકાર એ અનેક પ્રયત્ન કર્યા હતાં. વર્ષો પહેલા રાજય સરકારનાં મંત્રી અશોક ભટ્ટએ આ ગામને દત્તક લઇ ગામની મહિલાઓને બહેન બનાવી ગામમાં પાણીનો બોર બનાવી આપી ખેતી તરફ વળવા પ્રયત્ન કર્યો હતો પણ સરકારનાં પ્રયત્નો સફ્ળ ન થયા.
વિચરતી વિમુકતિ સમુદાય મંચનાં અધ્યક્ષ મિત્તલ પટેલે પ્રથમ 2012માં સમૂહ લગ્ન થયાં અને બાદમાં હવે ગામમા લગ્ન થવા લાગ્યા છે. ગામની દીકરીઓને હવે દેહ વ્યાપારમાં ધકેલવાની જગ્યા એ ઉંમર થતા લગન કરાવી દેવામાં આવે છે. વાડિયા ગામમાં 4 દિકરીનાં લગન થઈ રહ્યાં હતાં જયાં મિત્તલબેન પટેલે હાજર રહીને વર કન્યા પર ફુલોનો વરસાદ એક બહેન તરીકે વરસાવ્યો હતો.
મિત્તલબેન પટેલ સતત આ ગામની મહિલાઓ અને દીકરીઓને વ્યવસાય માટે ભેંસો લઇને આપી અન્ય ગામની મહિલાઓને ખેતી, પશુપાલન અને બીજા વ્યવસાય માટે રૂ.80 લાખની લોન વિચરતી વિમુકતિ સમુદાય મંચ દ્વારા અપાઈ છે. હાલ આ ગામની મહિલાઓ અને દીકરીઓ ખેતી અને પશુપાલન કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં છે.
ગામની મહિલાઓ લગન કરવા ગામની દીકરીઓને તૈયાર કરે છે. દિકરી ઉંમર થતા જ ગામની મહિલાઓ પરિવાર ને સમજવી દિકરીનાં લગન કરાવી દે છે. અનેક મહિલાઓ દેહ વ્યાપારનો વ્યવસાય છોડીને બહાર આવી છે.