વોડાફોન અને આઈડિયા મોબાઇલ કંપનીઓને મર્જર કરવાની મંજૂરી ટેલિકોમ મંત્રાલય દ્વારા આપે દેવામાં આવતાં રિલાયન્સ ટેલિકોમ કંપનીની હરિફાઇ વધશે. હવે વોડાફોન કંપની દેશની સૌથી મોટી મોબાઇલ-આઈડિયા ફોન નેટવર્ક કંપની બની ગઈ છે. એસેટ, વર્થ અને કમાણીમાં પણ આ કંપની દેશની નંબર એક બની છે. 23 અબજ ડોલર એટલે કે 1.5 લાખ કરોડ કમાણી કરશે. જની પાસે 43 કરોડ મોબાઇલ ફોન જોડાણ હશે. રિલાયન્સ જીઓને માટે હવે મુશ્કેલ સમય શરૂ થઈ ચૂક્યો છે. નવી કંપનીમાં 26% આદિત્ય બિરલા પાસે, 28.9% આઈડિયા પાસે અને વોડાફોન પાસે 45.1% ભાગીદારી રહી છે. આ કંપની પાસે 1.15 લાખ કરોડ રૂપિયા લોન બોજ છે. આઈડિયાએકંપની હમણાજ રૂ.7,249 કરોડ મર્જરની અવેજમાં ચૂકવ્યા છે.