વોલ્ટર બોસાર્ડનાં ફોટોગ્રાફ્સનું પ્રદર્શન

વોલ્ટર બોસાર્ડ દ્વારા મહાત્મા ગાંધીજી અને માઓ ઝેદોંગની એ જમાનામાં ખેંચેલી કેટલીક તસ્વીરો પ્રદર્શનમાં જોવા મળશે. નવજીવન ટ્રસ્ટનાં મેનેજીંગ ટ્રસ્ટી વિવેક દેસાઇ જણાવ્યું હતું કે, વોલ્ટર બોસાર્ડનાં ફોટોગ્રાફ્સનાં એકઝીબીશન પ્રોજેકટમાં મહાત્મા ગાંધી અને માઓ પરનાં ૫૩ આઇકોનીક પોર્ટેઝન દર્શાવાયા હતા. મહાત્મા ગાંધીની હત્યાનાં ૭૦ વર્ષ બાદ વોલ્ટર બોસાર્ડનાં ફોટોગ્રાફ્સ સ્વતંત્રતા ચળવળ, ૧૯૩૦માં દાંડીમાં મીઠાનો સત્યાગ્રહ અને તેના નેતાનાં વ્યક્તિત્વ પર નવો જ પ્રકાશ ફેંકે છે. પ્રતિષ્ઠિત ફોટોગ્રાફર્સ હેનરી કાર્ટિયર-બ્રેસન અને માર્ગારેટ બુર્ક-વ્હાઈટનાં ભારત આગમન પહેલા વોલ્ટર બોસાર્ડે ફોટોગ્રાફસ ખેંચ્યા હતા. વોલ્ટર બોસાર્ડ થોડા વર્ષોબાદ માઓ ઝેદોંગ અને રેડ આર્મી ટ્રેનીંગનાં દસ્તાવેજીકરણ માટે ચીનનાં પ્રવાસે ગયા હતાં. કો-ક્યુરેટર્સ ગાયત્રી સિંહા અને પીટર ફુંડર સંયુક્તપણે ગાંધી અને માઓનાં રેર આર્ચાઈવ્ઝને નવજીવન ટ્રસ્ટની સત્ય આર્ટ ગેલેરીમાં લાવ્યા છે.