ગાંધીનગર, 7 જૂલાઈ 2020
કલોલની એક પેપર મીલ દ્વારા ભયંકર પ્રદૂષણ ફેલાવે એવો જોખમી ઝેરી કરચો ખુલ્લામાં નાંખી દેવાઈ રહ્યો હોવાનું કૌભાંડ પોલીસે પકડી પાડ્યું હતું. પણ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આવી સમાજ વિરોધી ફેક્ટરીઓને કઈ રીતે ચલાવે છે અને છાવરે છે તેનો પર્દાફાશ દહેગામ પાસેના વટવા ગામના લોકોએ કર્યો છે. જેમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ મૂકવામાં આવી રહ્યો છે.
પોલીસે ઝેરી પ્લાસ્ટિક કચરો પકડ્યો
કલોલ જીઆઇડીસી માં આવેલી આદિત્ય અને મજેઠીયા પેપર મિલ કંપનીનો ઝેરી પ્લાસ્ટિક કચરો લઈને જઈ રહેલી એક ટ્રક દહેગામ પોલીસે પકડી હતી. જે જગ્યા પર કચરો ઠલવાઈ રહ્યો હતો ત્યાંથી ટ્રક અને જેસીબી પણ પકડી લીધા હતા. દેહગામ પાસે આવેલા વટવા ગામમાં કચરો નાખવામાં આવતો હતો. પોલીસે બંને મીલના માલિકોની અટકાયત કરી અને ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ ને જાણ કરી હતી. આવો કચરો પકડવાની જવાબદારી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારીની હતી. તેઓ આ અંગે કાંતો જાણતાં ન હતા અને કાંતો જાણતાં હોવા છતાં ભ્રષ્ટાચાર કરીને કચરો નાંખવા દેતા હતા. પ્રકાશ મજેઠિયા અને સંતોકીની અટકાયત મહિલા પોલીસે કરી હતી.
મજેઠીયા પેપર્સ મીલ
30 માર્ચ 2020ના દિવસે પર્યાવણ સંરક્ષણ કાયદાનો ભંગ કરવા બદલ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના મેમ્બર સેક્રેકટરી એ વી શાહ દ્વારા મજેઠીયા પેપર્સ લીને નોટિસ આપવામાં આવી હતી. ગાંધીનગરના કલોકની ઔદ્યોગીક વસાહતમાં આવેલી મજીઠીયા પેપર પ્રા.લી. કે જે ક્રાફ્ટ પેપર અને બોર્ડ બનાવે છે.
300 ટન જોખમી કરચો
9 માર્ચ 2020ના દિવસે મજેઠીયા પેપર મીલ અને મલ્હાર એક્ઝોટીકાની દહેગામના વટવા ગામની મુલાકાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારીએ લીધી ત્યારે જોખમી પ્રદુષિત કચરો ખુલ્લા ખાડામાં મલ્હાર એક્ઝોટીકાની પાસે મળી આવ્યો હતો. જેસીબી દ્વારા ત્યાં ડંપ કરવામાં આવી રહ્યો હતો. 300 મેટ્રીક ટન જેટલો જોખમી કચરો પડેલો હતો. પેપર મીલ તેને આપેલી સત્તાવાર જગ્યાએ આ જોખમી કચરો નાંખવાના બદલે અહીં ડંપ કરી રહી હોવાનું માલુમ પડ્યું હતું. અહીં 10 મેટ્રીક ટન પ્લાસ્ટીક કચરો નાંખેલો હતો. આ અંગે લેખિતમાં સૂચના કંપનીને આપવામાં આવી હતી. આ કચરો 15 દિવસમાં ઉપાડી લેવા કહેવાયું પણ તે 15 દિવસમાં ઉપડી શકે તેમ ન હતો.
પેપર મીલ બંધ કરવા આદેશ
મેમ્બર સેક્રેટરી એ વી શાહે આદેશ કર્યો હતો કે તુરંત પેપર મીલ બંધ કરી દેવી. ડીજી સેટ અને કેપ્ટીવ પાલર પ્લાંટ પણ તુરંત બંધ કરી દેવો. વીજળી, પાણી, ગટર જેવી સવલતો તુરંત બંધ કરી દેવી.
15 દિવસમાં આ ગેરકાયદે સ્થળ પરથી જોખમી કચરો ઉપાડી લઈને માન્ય સાઈટ પર ડંપ કરવો. ડંપીંગ સાઈટ પર નાંખેલા કચરાનું 30 દિવસમાં ઓડિટરનું સર્ટીફિકેટ રજૂ કરવું.


5 વર્ષની કેદ
જો આ આદેશનું પાલન નહીં થાય તો તમને 5 વર્ષ માટે જેલ, કારાવાસ, કેદમાં નાખી દઈશુ, પૂરી રાખીશુ, બંધ કરી દઈશું એવા મતલબની ચેતવણી આપવામાં આવી હતી. સજાની સાથે એક લાખ સુધીનો દંડ પણ કરીશું. આવો આદેશ આપીને ગુજરાત ઈલેક્ટ્રીસિટી સત્તાવાળાઓને વીજ જોડાણ કાપી કાઢવા આદેશ કર્યો હતો.
3 મહિનામાં ફરી કાગળ મિલ શરૂ કરવા આદેશ
ખૂબીની વાત એ છે કે, આ એજ એવી શાહ 3 મહિના પછી 11 જૂન 2020ના રોજ મજીઠીયા પેપર મીલનું વીજ જોડાણ આપવા ભલામણ કરે છે. પાણીનું જોડાણ આપવા માટે ભલામણ કરી દીધી હતી. પ્રદુષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારીને તે અંગે તપાસ કરવા માટે કહેવામાં આવે છે.
સ્થળ પર તો કંઈક જુદું ચિત્ર છે
સરકાર પ્રદુષણ પ્રદૂષણ ઓછું કરવા અબજો રૂપિયાનું ખર્ચ કરી રહી છે. ત્યારે ગુજરાતની GPCB કચેરી પ્રદૂષણ કરતાં કારખાનાઓને જાણીતા આર્થિક કારણોસર આરોપીના પાંજરામાંથી મુક્ત કરે છે. ટ્રકનું પાસીંગ રદ કરવાનું હતું. દહેગામ-વટવાનો કચરો ઉપાડીને માન્ય સાઈટ પર લઈ જવાનો હતો. આ કચરો ઉપાડી લેવાયો છે તે અંગે ભૂસ્તર શાસ્ત્રીનો અભિપ્રાય આપવાનો હતો. આમાનું કંઈ ન થયું. કચરો જેમનો તેમ સ્થળ પર હતો અને પેપરમીલ ફરીથી ચાલુ કરી દેવા આદેશ આપવામાં આવ્યો હતો.
વરસાદ થતાં ગામ લોકો પરેશાન
વરસાદ થતાં ગુજરાત પ્રદૂષણ બોર્ડના અધિકારીઓની પોલ બહાર આવી છે. દુર્ગંધ મારતું ગંદુ ઝેરી પાણી ગામમાં આવતા લોકોએ ફરિયાદ કરી હતી. સળગાવેલો કચરો જેમ તેમ પડિયો હતો. અમુક કચરો જમીનમાં જ દાટી દેવામાં આવેલો હતો. ગામ લોકોએ જીપીસીબીને જાણ કરી છતાં આજ સુધી કોઈ પગલાં લેવાયા નથી.
પેપર મીલ ફરીથી ચાલુ થઈ ગઈ છે. શરૂ કરતાં પહેલાં કચરો ઉપાડી લીધો છે કે કેમ તેની સ્થાનિક અધિકારીએ તપાસ કરવાની હતી. પણ તપાસ જ થઈ નથી. કાયદા અને નિયમ જીપીસીબીના મેમ્બર સેક્રેટરી એ વી શાહ દ્વારા નેવે મૂકી દેવાયા છે. જીપીસીબીના નિયમોને નેવે મૂકી મંજૂરી આપી દીધી હોવાનો આરોપ ગામ લોકોએ મૂક્યો છે. ગામ લોકોના જીવન સાથે રમત રમવામાં આવી છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે, સ્વાસ્થ્ય સાથે રમત રમનાર અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવે અને તો તેમ નહીં થાય તો આંદોલન કરાશે છતાં કોઈ પગલાં નહીં ભરાઈ તો NGT કોર્ટમાં મામલો લઈ જઈને જે વી શાહના બોર્ડની પોલ ખોલાશે.
ભાજપના એક નેતા આ કેસમાં અંગત રસ લઈ રહ્યાં છે, તેમના વેવાઈ આ કેસ સાથે જોડાયેલા હોવાની વિગતો સાંપડી છે.

English




You must be logged in to post a comment.