રાજકોટ તા. ર૬ : રાજકોટથી અમદાવાદ વચ્ચે દર કલાકે એસટી બસ ડેપો ઉપરથી વોલ્વો બસ ઉપડે છે, આજે ગયેલ એક વોલ્વો બસમાં ડીઝલની ટાંકી તૂટેલ હોવા છતા, લીકેજ થતુ હોવા છતા બસ અમદાવાદ તરફ રવાના મુસાફરોના શ્વાસ અધ્ધર ચડી ગયા હતા, ભારે દેકારો મચી ગયો હતો, મુસાફરો ફરીયાદ કરવા ગયા પણ કોઇ જવાબદાર અધિકારી હાજર ન હતા. આ ગંભીર બેદરકારી અંગે ભારે ટીકા થઇ રહી છે. દરમિયાન આ બાબતે ડેપોના અધિકારીઓ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવેલી હતી કે ડીઝલની ટાંકી તૂટેલી ન હતી, ડીઝલ છલોછલ ભર્યુ હોય, ડીઝલ છલકાતુ હતું. ટાંકી તૂટેલ કે લીકેજ હોય તો બસને જવા જ ન દેવાય. રાત્ર ૧ સુધી પોતે અને અન્ય અધિકારીઓ એકસ્ટ્રા બસ અંગે હાજર રહ્યા હતા. એક જ દિવસમાં ૯૦ એકસ્ટ્રા બસો દોડી હતી, આવક જની હાલ પ૦ લાખને પણ વટાવી ગઇ છે.